આજે છે વિશ્વ સિંહ દિવસ, કેમ મનાવવામાં આવે છે અને શું છે ઈતિહાસ?
સિંહ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ (World Lion Day) ઉજવવામાં આવે છે. સિંહને નિર્ભયતા અને આશાનું પ્રતીક માનવામાં આવે છે. તે આપણને યાદ કરાવે છે કે મુશ્કેલી ગમે તે હોય, આપણે હાર ન માનવી જોઈએ. તેથી જ તેને જંગલનો રાજા કહેવામાં આવે છે. પરંતુ તેની લુપ્ત થતી પ્રજાતિઓ ચિંતાનો વિષય જરૂર છે. World Lion Day ની શરૂઆત ક્યારે થઇ? લોકોમાં સિંહો વિશે જાગૃતિ લાવવા અને તેમના સંરક્ષણ માટે સ
સિંહ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ (World Lion Day) ઉજવવામાં આવે છે. સિંહને નિર્ભયતા અને આશાનું પ્રતીક માનવામાં આવે છે. તે આપણને યાદ કરાવે છે કે મુશ્કેલી ગમે તે હોય, આપણે હાર ન માનવી જોઈએ. તેથી જ તેને જંગલનો રાજા કહેવામાં આવે છે. પરંતુ તેની લુપ્ત થતી પ્રજાતિઓ ચિંતાનો વિષય જરૂર છે.
World Lion Day ની શરૂઆત ક્યારે થઇ?
લોકોમાં સિંહો વિશે જાગૃતિ લાવવા અને તેમના સંરક્ષણ માટે સમર્થન એકત્ર કરવા માટે દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી વર્ષ 2013 માં શરૂ કરવામાં આવી હતી, જેથી સિંહોની દુર્દશા અને તેમના વિષયમાં વૈશ્વિક સ્તરે વાત કરી શકાય અને લોકોમાં તેમના વિશે જાગૃતિ ફેલાવી શકાય. આ દિવસની ઉજવણીનું મુખ્ય કારણ જંગલી સિંહોની આસપાસ રહેતા લોકોને તેમના વિશે શિક્ષિત કરી શકાય અને તેમની લુપ્ત થતી પ્રજાતિઓને સુરક્ષિત અને સંરક્ષિત કરી શકાય. વિશ્વ સિંહ દિવસ 2013 થી દર વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. લોકો સદીઓ પહેલાથી ગેરકાયદેસર રીતે સિંહોનો શિકાર કરતા આવ્યા છે અને આજે પણ કરે છે પછી તેને વૈશ્વિક બજારમાં વેચી દે છે.
આ અંગે સરકાર અને એનિમલ એક્ટિવિસ્ટનું કહેવું છે કે, ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવા માટે સિંહ હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ ધીમે ધીમે દાણચોરી અને શિકારના કારણે સિંહોની પ્રજાતિઓ અને સંખ્યા લુપ્ત થઈ રહી છે, તેથી તેમને રક્ષણ મળવું ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે, વિશ્વભરમાં સિંહોની ઘટતી સંખ્યાને બચાવવા માટે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
વિશ્વ સિંહ દિવસનો ઇતિહાસ
જો સિંહોના ઈતિહાસની વાત કરીએ તો લગભગ 30 લાખ વર્ષ પહેલા સિંહો એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપમાં મુક્તપણે ફરતા હતા. પરંતુ છેલ્લા 100 વર્ષમાં સિંહો તેમની ઐતિહાસિક શ્રેણીના 80 ટકા ભાગમાંથી ધીરે ધીરે ગાયબ થઈ ગયા છે. હાલમાં, સિંહો 25 થી વધુ આફ્રિકન દેશો અને એક એશિયન દેશમાં જોવા મળે છે. તાજેતરના સર્વે મુજબ સિંહોની સંખ્યા 30,000 થી ઘટીને હવે 20,000ની આસપાસ થઈ ગઈ છે.
ભારતમાં જોવા મળતા એશિયાટીક સિંહોની વાત કરીએ તો હવે તેઓ માત્ર પ્રતિબંધિત ગીર જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે. જોકે, દાયકાઓ પહેલા, તેઓ પશ્ચિમમાં સિંધથી પૂર્વમાં બિહાર સુધી વિસ્તરેલા ઈન્ડો-ગંગાના મેદાનોમાં મુક્તપણે ફરતા હતા.
Advertisement
Advertisement