Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, કવિ નર્મદનો જન્મ દિવસ

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. આજે કવિ નર્મદનો જન્મદિન છે અને તે દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati Language Day) તરીકે ઉજવવામાં આવે છે. જય જય ગરવી ગુજરાતના સર્જનહાર અને સુપ્રસિદ્ધ કવિ નર્મદ (Narmad) ની આજે જન્મજયંતી છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાની યાદીમાં ગુજરાતી ભાષાનું સ્થાન ટોપ ટ્વેન્ટીફાઇવમાં આવે છે. ગુજરાતી ભાષાનું સ્થાન 24માં ક્રમે છે. વિશ્વમાં સાડા પાંચ કરોડથી વધુ લોકો ગુજરાતà«
આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ  કવિ નર્મદનો જન્મ દિવસ
આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. આજે કવિ નર્મદનો જન્મદિન છે અને તે દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati Language Day) તરીકે ઉજવવામાં આવે છે. 
જય જય ગરવી ગુજરાતના સર્જનહાર અને સુપ્રસિદ્ધ કવિ નર્મદ (Narmad) ની આજે જન્મજયંતી છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાની યાદીમાં ગુજરાતી ભાષાનું સ્થાન ટોપ ટ્વેન્ટીફાઇવમાં આવે છે. ગુજરાતી ભાષાનું સ્થાન 24માં ક્રમે છે. વિશ્વમાં સાડા પાંચ કરોડથી વધુ લોકો ગુજરાતી ભાષા (Gujarati Language) બોલે છે. ગુજરાતી ભાષા ગુજરાતીઓના કારણે જીવે છે. ગુજરાતી ભાષાનું સૌંદર્ય એની લિપિમાં, વ્યાકરણમાં, જોડણીમાં તથા ઉચ્ચારો અને લિખાવટમાં છે. 
દેશમાં છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ગુજરાતી ભાષા છે. 1890થી ગુજરાતી વડોદરાની રાજભાષા હતી અને વિશ્વમાં 50 ટકા કરતા વધુ દેશોમાં ગુજરાતી રહે છે. 
કવિ નર્મદ તરીકે લોકપ્રિય નર્મદાશંકર લાલશંકર દવે (Narmadashankar Labhshankar Dave) નો 1833માં 24 ઑગસ્ટે  સુરતમાં જન્મ થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યલેખક, કોશકાર અને સંશોધક હતા. 1864માં સુધારક ઝનૂન દાખવી તેમણે ડાંડીયો પખવાડિક શરુ કર્યું હતું. અર્વાચીનયુગનો પ્રારંભ કવિ નર્મદથી થયો હતો. 
આજના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendrabhai Patel: Chief Minister of Gujarat) પણ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ((World Gujarati Language Day)) ની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટ કર્યુ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના મહાન કવિ, નવયુગના પ્રહરી, સમાજ સુધારક વીર કવિ નર્મદની જન્મજયંતીએ ભાવાંજલિ. જય જય ગરવી ગુજરાતથી લઇને યા હોમ કરીને પડો જેવી ચિરંજીવ રચનાઓ સદૈવ ગુજરાતી ખુમારને આંદોલીત કરતી રહેશે. 
Advertisement

આ પણ વાંચો: Are you proud to be ગુજરાતી?
Tags :
Advertisement

.