Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે છે વિશ્વ મધમાખી દિવસ, જાણો તેનું મહત્વ અને શું છે આ વર્ષેની થીમ

વિશ્વ મધમાખી દિવસ 20 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે, વિશ્વ મધમાખી દિવસની થીમ 'Be Engaged: Celebrating the Diversity of Bees and Beekeeping Systems'  છે.મધમાખીઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમના દ્વારા બનાવેલા મધ ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. આપણા ખોરાકમાં વપરાતા અનાજ, ફળો, શાકભાજી ઉગાડવામાં પણ મધમાખીની ભૂમિકા મહત્વની છે. તેમને ઉગાડ઼વામાં પરાગનયન એ આવશ્à
04:49 AM May 20, 2022 IST | Vipul Pandya
વિશ્વ મધમાખી દિવસ 20 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે, વિશ્વ મધમાખી દિવસની થીમ "Be Engaged: Celebrating the Diversity of Bees and Beekeeping Systems"  છે.
મધમાખીઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમના દ્વારા બનાવેલા મધ ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. આપણા ખોરાકમાં વપરાતા અનાજ, ફળો, શાકભાજી ઉગાડવામાં પણ મધમાખીની ભૂમિકા મહત્વની છે. તેમને ઉગાડ઼વામાં પરાગનયન એ આવશ્યક પ્રક્રિયા છે, જેમાં મધમાખીઓ મદદરૂપ થાય છે. મધમાખીઓ વૃક્ષના છોડના પરાગ કણોને એક છોડમાંથી બીજા છોડમાં લઈ જવામાં મદદ કરે છે, જેની મદદથી છોડમાં fertilizationની પ્રક્રિયાથી અનાજ, ફળો અને શાકભાજી ઉત્પન્ન થાય છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, જો પૃથ્વી પરથી મધમાખીઓ અદૃશ્ય થઈ જશે તો 4 વર્ષમાં માનવજાતનું અસ્તિત્વ આ દુનિયામાંથી ખતમ થઈ જશે. ચિંતાની વાત એ છે કે, માનવીય પ્રવૃતિઓની વિપરીત અસરો, વૃક્ષો અને છોડ પર જંતુનાશક દવાઓનો છંટકાવ, વધતું પ્રદૂષણ, ઔદ્યોગિકીકરણ વગેરેને કારણે સમગ્ર વિશ્વમાં મધમાખીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે અને જો આમ જ ચાલતું રહ્યું તો જીવનને નુકસાન થાય તેમા નવાઇ નથી. આવનારા દિવસોમાં ઘટાડો થશે. આવનારા સમયમાં આપણે મોટા જોખમોનો સામનો કરવો પડી શકે છે.
નિષ્ણાતોના મતે આપણું જીવન પરાગ રજકો પર નિર્ભર છે, તેથી તેમના પર વધુ ધ્યાન આપવું અને જૈવવિવિધતાને નષ્ટ થતી અટકાવવી જરૂરી છે, મધમાખીઓ જૈવવિવિધતાના સંરક્ષણ, પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે. પર્યાવરણીય પ્રણાલીમાં મધમાખીના મહત્વ અને તેમના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ યુનાઈટેડ નેશન્સ સમક્ષ 20 મે 2017ના રોજ મધમાખી ઉછેર કરનારા એસોસિએશન ઑફ સ્લોવેનિયાના નેતૃત્વ હેઠળ મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ડિસેમ્બર 2017માં આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી, ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં 20 મેના દિવસને મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ મધમાખી દિવસ 20 મે 2018 ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ વિશેષ દિવસ 20 મેના રોજ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેને આધુનિક મધમાખી ઉછેર તકનીકના પિતા કહેવામાં આવે છે. એન્ટોન જાન્સાનો જન્મ 20 મે 1734ના રોજ સ્લોવેનિયામાં થયો હતો.
Tags :
GujaratFirstHistorythemeWorldBeeDayWorldBeeDay2022
Next Article