Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે નવરાત્રિનો બીજો દિવસ, માતા બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરવાનું મહાત્મ્ય

નવરાત્રિ (Navaratri)ના બીજા દિવસે દેવી દુર્ગાના બીજા સ્વરૂપ એટલે કે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર, માતા બ્રહ્મચારિણીના રૂપમાં દેવી દુર્ગા તેમના ભક્તોને શાશ્વત ફળ આપે છે. માતા બ્રહ્મચારિણી માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મચારિણી એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે બ્રહ્મા જેવું વર્તન કરનાર. દેવીની ઉગ્ર તપશ્ચર્યાને કારણે તેમને તપશ્ચરિà
03:18 AM Sep 27, 2022 IST | Vipul Pandya
નવરાત્રિ (Navaratri)ના બીજા દિવસે દેવી દુર્ગાના બીજા સ્વરૂપ એટલે કે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર, માતા બ્રહ્મચારિણીના રૂપમાં દેવી દુર્ગા તેમના ભક્તોને શાશ્વત ફળ આપે છે. માતા બ્રહ્મચારિણી માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મચારિણી એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે બ્રહ્મા જેવું વર્તન કરનાર. દેવીની ઉગ્ર તપશ્ચર્યાને કારણે તેમને તપશ્ચરિણી પણ કહેવામાં આવે છે.

કુંવારિકાઓને ભોજન કરાવી ભેંટ આપવી
નવરાત્રિના બીજા દિવસે એટલે કે માતા બ્રહ્મચારિણીની પૂજાના દિવસે કુંવારિકાઓને આ દિવસે પોતાના ઘરે બોલાવી તેમને ભોજન કરાવીને તેમને કપડાં ફળ, વાસણો ભેટમાં આપવા જોઇએ.

માતા બ્રહ્મચારિણીની ઉપાસનાનું મહત્વ
માન્યતા અનુસાર, માતા બ્રહ્મચારિણીનું સ્મરણ કરવાથી વ્યક્તિને દ્રઢતા, ત્યાગ, સદગુણ, નિરંતરતા અને સંયમમાં વધારો થાય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર, જે સાધક દેવીના આ સ્વરૂપની નિતી-નિયમ સાથે પૂજા કરે છે તેની કુંડલિની શક્તિ જાગૃત થાય છે.માતા બ્રહ્મચારિણીના સ્વરૂપની પૂજા કરવાનો મુખ્ય હેતુ તપસ્યા અને આધ્યાત્મિક અભ્યાસના તત્વો શીખવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રીતે સાતમા દિવસની પૂજા દેવી કાલ રાત્રી શનિ ગ્રહને નિયંત્રિત કરે છે, તેવી જ રીતે બીજા દિવસની દેવી બ્રહ્મચારિણી મંગળ ગ્રહને નિયંત્રિત કરે છે. એવી માન્યતા છે કે આવી સ્થિતિમાં આ દિવસે દેવીની પૂજા કરવાથી મંગળનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.

માતા બ્રહ્મચારિણીની પૂજાની રીતઃ બ્રહ્મચારિણી પૂજાવિધિ
નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા (પૂજનવિધિ) કરવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરીને હાથમાં સફેદ ફૂલ લઈને માતાના નામનું સ્મરણ કરીને માતાની મૂર્તિ કે તસ્વીર સામે સાચા હૃદયથી માતાજીની મૂર્તિનો અભિષેક કરવો. માતાને પંચામૃત સાથે ઘીનો દીવો પ્રગટાવવો. આ પછી માતાને કુમકુમ સિંદૂર લગાવીને માતાની સામે મંત્રનો જાપ કરો.
ત્યાર બાદ તમે બનાવેલ પ્રસાદ માતાજીને અર્પણ કરો અને પ્રસાદ પછી આચમન અને પછી પાન, સોપારી ચઢાવો અને માતાની પ્રદક્ષિણા કરો. કલશ દેવતાની પૂજા કર્યા પછી નવગ્રહ, દશદિકપાલ, નગર દેવતા, ગ્રામ દેવતા, આ જ રીતે પૂજા કરો. તેની પૂજા કર્યા પછી માતા બ્રહ્મચારિણીની પૂજા કરો.
Tags :
GujaratFirstNavaratriNavaratriFestival2022
Next Article