પરિક્ષા પે ચર્ચાના રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, વિદ્યાર્થીઓને PMને મળવાનો મોકો
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા 2023 અને PPC માટેની વિવિધ સ્પર્ધાઓ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આજે તેની અરજી કરવાની છેલ્લી તારીખ છે. દર વર્ષે વડાપ્રધાન પરિક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરે છે. પરીક્ષાના તણાવનો સામનો કરવા માટે મંત્રો પણ આપે છે.આજે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસઆ વર્ષે PPC એટલે કે પરિક્ષા પે ચà
10:24 AM Dec 30, 2022 IST
|
Vipul Pandya
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા 2023 અને PPC માટેની વિવિધ સ્પર્ધાઓ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આજે તેની અરજી કરવાની છેલ્લી તારીખ છે. દર વર્ષે વડાપ્રધાન પરિક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરે છે. પરીક્ષાના તણાવનો સામનો કરવા માટે મંત્રો પણ આપે છે.
આજે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ
આ વર્ષે PPC એટલે કે પરિક્ષા પે ચર્ચા 2023 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 30 ડિસેમ્બર, 2022 રાખવામાં આવી છે. જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે પરિક્ષા પે ચર્ચા 2023 ક્યારે અને ક્યાં થશે. શિક્ષણ મંત્રાલયે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પરિક્ષા પે ચર્ચામાં ભાગ લેવાનું આહ્વાન કરતા કહ્યું કે, તમારા ડરને દૂર કરવા અને પરીક્ષાઓને તહેવારની જેમ ઉજવવા માટેનો મંત્ર જાણો! તેમાં કહેવામાં આવ્યું છે કે, પરિક્ષા પે ચર્ચા 2023ની પ્રવૃત્તિઓમાં ભાગ લો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ કરવાની તક મેળવો.
વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને વાલીઓ સાથે વાતચીત કરશે
જ્યારે mygov વેબસાઈટ પર જણાવવામાં આવ્યું કે, પરિક્ષાના તણાવથી મુક્ત સારા પ્રદર્શન માટે પ્રેરિત થવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા-પિતા અને શિક્ષકો સાથે પણ વાતચીત કરશે. જેથી વિદ્યાર્થીઓને તેમના સપના અને લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ કરી શકે અને તેમને સક્ષમ બનાવી શકાય. આ સિવાય MyGov પર સ્પર્ધાઓ દ્વારા પસંદ કરાયેલા લગભગ 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા PPC કિટ્સ ભેટમાં આપવામાં આવશે.
કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન?
હીં માત્ર ધોરણ 09 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓ જ રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થીઓ તેમને આપેલા કોઈપણ વિષય પર તેમનો પ્રતિભાવ આપી શકે છે. આ માટે innovateindia.mygov.inના હોમ પેજ પર PPC-2023 પર ક્લિક કરો. જે પછી નીચે સ્ક્રીન પર આપેલા 'Participate Now' બટન પર ક્લિક કરો.
આ પણ વાંચો - સવાર-સવારમાં જ ત્રણ માઠા સમાચાર સાંભળી દેશ સ્તબ્ધ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article