Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજનો દિવસ રાજ્યમાં સૌથી વધુ ગરમ, આ વર્ષની ગરમી પાછલા 106 વર્ષનો રેકોર્ડ તોડશે

આજ સમગ્ર રાજ્ય માટે સૌથી વધુ ગરમ જણાયો છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ હતુ. આજે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, અને સુરત આ ચાર પ્રમુખ શહેરોમાં તાપમાનનો પારો વધવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગ દ્રારા સેવાયી હતી. ત્યારે ગુજરાતમાં  ભાવનગર અમરેલીમાં 43 ડીગ્રી , મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42થી વધુ નોંધાયો હતો.  પ્રમુખ શહેરોના તાપમાનમાં નોં
11:51 AM May 11, 2022 IST | Vipul Pandya
આજ સમગ્ર રાજ્ય માટે સૌથી વધુ ગરમ જણાયો છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ હતુ. આજે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, અને સુરત આ ચાર પ્રમુખ શહેરોમાં તાપમાનનો પારો વધવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગ દ્રારા સેવાયી હતી. ત્યારે ગુજરાતમાં  ભાવનગર અમરેલીમાં 43 ડીગ્રી , મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42થી વધુ નોંધાયો હતો.  

પ્રમુખ શહેરોના તાપમાનમાં નોંધપાત્ર વધારો
ગુજરાતના તમામ પ્રમુખ શહેરોના તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વડોદરામાં ગરમીનો પારો 45 ડીગ્રીએ પહોંચ્યો, અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક 47 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું  સાથે જ, રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર, અમદાવાદ સિવાય વડોદરામાં 45, મહેસાણા-હિંમતનગરમાં 45, ગોધરા-ખેડબ્રહ્મામાં 45, નડિયાદ 45, ધોળકામાં 45, ભાવનગર-અમરેલીમાં 43 અને રાજકોટ જૂનાગઢમાં 42 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ વર્ષની ગરમીએ પાછલા 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હજુ આવતી કાલે તાપમાન વધીને  48 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ વર્ષની ગરમી પાછલાં 106 વર્ષનો રેકોર્ડ તોડશે. 
 
શું છે આટલી ગરમીનું કારણ 
અમદાવાદમાં ગરમીનો પારો છેલ્લાં 7 દિવસમાં  42 ડિગ્રીથી ઉપર જ રહ્યો છે.  સાથે જ હજી પણ ગરમી વધવાને પગલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું.  આ પેહલાં બે દિવસ માટે અમદાવાદ,ગાંધીનગર,પાટણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે  બે દિવસ માટે સુરેન્દ્રનગર અને કચ્છમાં યલ્લો એલર્ટ અપાયું છે. 'આસની' નામનું ચક્રવાતી તોફાનની ગુજરાત પર કોઇ અસર નહી વર્તાય તેવું પણ હવામાન વિભાગે જાહેર કર્યું હતું. પાછલાં રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયા છે. આ અસરથી રવિવારથી ગરમીનો પારો સમગ્ર રાજ્યમાં  અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન બદલાઇ છે. જેના કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સહિતના રાજ્યો અગન ભઠ્ઠીમાં ફેરવાયા છે. 
હીટ વેવના લક્ષણો
વધુ ગરમીના કારણે ખૂબ પરસેવો થવો અને અશક્તિ, ઉબકા અને ઊલટી જેવી ફરિયાદો જોવા મળે છે.  આ સાથે જ માથામાં દુખાવો, ચક્કર આવવા, સ્નાયુઓમાં દુખાવો તડકામાં સીધાં સંપર્કમાં આવવાથી  ચામડી લાલ - સૂકી અને ગરમ થઇ જવી ફરિયાદો જોવાં મળતી હોય છે. અસહ્ય ગરમીમાં  લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. 

લૂથી બચવાના ઉપાયો
ઘરની બહાર નીકળતા પહેલા એક ગ્લાસ પાણી પીવો
દિવસભર 10 થી 15 ગ્લાસ પાણી પીવો
બપોરે કામ વગર ઘરની બહાર જવાનું ટાળો
મસાલેદાર અને તળેલા ભોજન લેવાનું ટાળો
ભૂખ કરતા થોડો ઓછો ખોરાક લો
બપોરે તડકામાં બહાર નીકળતી વખતે ટોપી, સ્કાર્ફ કે ગોગલ્સનો ઉપયોગ કરો 


સાથે જ રાજ્યમાં હવામાન નિષ્ણાતે વહેલાં વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે  આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી શકે છે. 11 મેથી 17 મે વચ્ચે તોફન વંટોળની  સંભાવના પણ વ્યક્ત કરાઇ  છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઉપરાંત 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઇ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની શક્યતાઓ દેખાઇ રહી છે. 
Tags :
GujaratFirstgujarathitwaveheatwavetempratureupingujaratwetherforcast
Next Article