Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે અસત્ય પર સત્યના વિજયનું પર્વ, દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી

અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પર્વમાં આજે દેશભરમાં વિજયાદશમી (Vijaya Dashmi)નો તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવાઇ રહ્યો છે. દેશરા (Dussehra) પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં આજે અનેક સ્થળો પર રાવણ દહન (  Ravan Dahan)ના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ભગવાનશ્રી રામે આજના દિવસે રાવણ વધ કર્યો હતોદેશભરમાં આજે વિજયાદશમીની ધૂમ છે. આજના પà
આજે અસત્ય પર સત્યના વિજયનું પર્વ  દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી
Advertisement
અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પર્વમાં આજે દેશભરમાં વિજયાદશમી (Vijaya Dashmi)નો તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવાઇ રહ્યો છે. દેશરા (Dussehra) પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં આજે અનેક સ્થળો પર રાવણ દહન (  Ravan Dahan)ના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
 
ભગવાનશ્રી રામે આજના દિવસે રાવણ વધ કર્યો હતો
દેશભરમાં આજે વિજયાદશમીની ધૂમ છે. આજના પર્વને અધર્મ પર ધર્મના વિજય પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાનશ્રી રામે આજેના દિવસે રાવણ વધ કર્યો હતો. પૌરાણીક માન્યતા મુજબ માતા દુર્ગાએ આજે મહિષાસુર નામના દાનવનો વધ કરીને તેના આતંકથી દેવો મુક્ત કર્યા હતા. નવરાત્રિ પર્વના નવ દિવસની ઉજવણી બાદ વિજયા દશમીના પર્વ તરીકે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 
ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો
આજે દશેરા પર્વમાં રાજધાની દિલ્હી સહિત શહેરના નાના મોટા તમામ શહેરોમાં રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. વિવિધ શહેરોમાં સાંજે રામલીલાના કાર્યક્રમો પણ યોજાશે અને ત્યારબાદ આતશબાજી સાથે રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવશે. રામ લીલા અને રાવણ દહનના કાર્યક્રમો નિહાળવા હજારોની જનમેદની અનેક સ્થળોએ ઉમટી પડે છે. ગુજરાતમાં પણ નાના મોટા શહેરોમાં રાવહણ દહનના કાર્યક્રમો યોજાયા છે. 
શસ્ત્ર પૂજનના કાર્યક્રમ યોજાયા
દશેરાના પર્વ નિમીત્તે ઠેર ઠેર શસ્ત્ર પૂજનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. દેશભરમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આજે  શસ્ત્ર પૂજન કરવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા પણ શસ્ત્ર પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 
આજે હજારો રુપિયાના ફાફડા જલેબી વેચાશે
બીજી તરફ ગુજરાતમાં દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી અને ચોળાફળી આરોગવામાં આવે છે અને આજે હજારો રુપિયાના ફાફડા જલેબી લોકો આરોગશે. નવમીના દિવસથી જ ફરસાણના વેપારીઓએ ફાફડા જલેબીના વેચાણ માટે આગોતરી તૈયારીઓ કરી લીધી હતી. વિવિધ શહેરોમાં રસ્તાઓ પર ફાફડા જલેબીના પંડાલો પણ જોવા મળી રહ્યા છે. લોકો લાંબી કતારોમાં ઉભા રહીને ફાફડા જલેબી ખરીદે છે. 
Tags :
Advertisement

.

×