Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વના સૌથી ચતુર કેપ્ટનનો આજે છે જન્મ દિવસ, અનહોની કો હોની કરે નામ હે ઉસકા ધોની

ક્રિકેટ જગતમાં જો બેટ્સમેન તરીકે કોઇને વાત થાય તો સચિનનું નામ બહુ જ ઉપર આવે છે. પરંતુ જ્યારે કેપ્ટનની વાત કરવામાં આવે ત્યારે ધોનીને ટક્કર આપનાર કોઇ જોવા મળતું નથી. માહી જ્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો ત્યારે તેણે જે જીત અપાવી છે તે આજે પણ તેના ફેન્સ યાદ કરે છે. ખાસ કરીને 2011 વર્લ્ડકપ ફાઈનલમાં તેના દ્વારા ફટકારવામાં આવેલી અંતિમ સિક્સે સૌ કોઇના દિલ જીતી લીધા હતા. આ સિક્સ બાદ ટીમ ઈન્ડિયાએ
07:33 AM Jul 07, 2022 IST | Vipul Pandya
ક્રિકેટ જગતમાં જો બેટ્સમેન તરીકે કોઇને વાત થાય તો સચિનનું નામ બહુ જ ઉપર આવે છે. પરંતુ જ્યારે કેપ્ટનની વાત કરવામાં આવે ત્યારે ધોનીને ટક્કર આપનાર કોઇ જોવા મળતું નથી. માહી જ્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો ત્યારે તેણે જે જીત અપાવી છે તે આજે પણ તેના ફેન્સ યાદ કરે છે. ખાસ કરીને 2011 વર્લ્ડકપ ફાઈનલમાં તેના દ્વારા ફટકારવામાં આવેલી અંતિમ સિક્સે સૌ કોઇના દિલ જીતી લીધા હતા. આ સિક્સ બાદ ટીમ ઈન્ડિયાએ 1983 પછી બીજી વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. 
ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ત્રણેય ICC ટ્રોફી જીતી 
આજે આ મહાન અને કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો 41મો જન્મ દિવસ છે. ધોની વિશે ક્રિકેટ જગતમાં કહેવાતું હતું કે, અનહોની કો હોની કરે નામ હે ઉસકા ધોની. આજે ધોનીના જન્મ દિવસ પર ફેન્સ અને ક્રિકેટથી જોડાયેલા લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. 'કેપ્ટન કૂલ' તરીકે જાણીતા ધોનીની ગણતરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. મહત્વનું છે કે, ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ત્રણેય ICC ટ્રોફી જીતી છે. એક સમયે ખડગપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ટિકિટ ચેક કરનાર યુવક મહેન્દ્ર સિંહ ધોની એક દિવસ ભારતીય ક્રિકેટમાં આટલી મોટી સફળતા હાંસલ કરશે, કદાચ તે સમયે કોઈએ અનુમાન પણ કર્યું ન હતું.
શ્રીલંકા સામે 183 રન (2005)
વર્ષ 2005ની વાત છે. જયપુરમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે મેચ રમાઈ હતી. શ્રીલંકાએ કુમાર સંગાકારા અને મહિલા જયવર્દનેની શાનદાર ઇનિંગ્સની મદદથી 298 રન બનાવ્યા હતા. આટલા મોટા સ્કોરનો પીછો કરતા ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેંડુલકર 5 બોલમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ધોની ક્રિઝ પર આવ્યો. માહીએ વીરેન્દ્ર સેહવાગ સાથે મળીને ઈનિંગ્સને સંભાળી હતી. તે દિવસે ધોની એક અલગ જ લયમાં હતો. સેહવાગના આઉટ થયા બાદ પણ તેણે ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. ધોનીએ 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. અને પછી 145 બોલમાં 183 રનની ઇનિંગ રમીને ટીમે 4 ઓવર પહેલા જ મેચ જીતી લીધી હતી. ધોનીએ આ રન ચેસને પણ સિક્સર સાથે ખતમ કર્યો હતો. માહીએ પોતાની ઇનિંગમાં 15 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. ટીમને જીત તરફ દોરી જનાર ધોનીને તેની ધમાકેદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટ્વીચ કરતા લખ્યું કે, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને રમતના અત્યાર સુધીના શ્રેષ્ઠ ખેલાડીઓમાના એક એમએસ ધોનીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર ધોનીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, જ્યાં સુધી પૂર્ણવિરામ ન આવે ત્યાં સુધી વાક્ય પૂર્ણ થતું નથી. ધોની જ્યા સુધી ક્રિઝ પર હોય ત્યાં સુધીમાં મેચ પૂરી થતી નથી. દરેક ટીમો પાસે ધોની જેવા વ્યક્તિને મેળવવાનું સૌભાગ્ય નથી હોતું. અનમોલ રત્ન અને મહાન ખેલાડી એમએસ ધોનીને જન્મદિવસની શુભેચ્છા. ઓમ હેલિકોપ્ટર નમઃ ।

મોહમ્મદ કૈફે ટ્વીટ કર્યું, 'દાદાએ અમને યુવાનોને શીખવ્યું કે કેવી રીતે જીતવું અને ધોનીએ તેને પોતાની આદત બનાવી દીધી છે. જુદા જુદા યુગના બે મહાન નેતાઓ એક દિવસના ગાળામાં જન્મે છે. ભારતીય ક્રિકેટને આકાર આપનાર લોકોને જન્મદિવસની શુભેચ્છા.

કિંગ કોહલીએ પણ ધોનીના જન્મ દિવસે શુભકામનાઓ પાઠવતા ટ્વીટ કર્યું, એક લીડર જે કોઇ જેવો નથી. તમે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તેના માટે આભાર. તમે મારા માટે મોટા ભાઈ જેવા બની ગયા. હંમેશા પ્રેમ અને આદર.

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ટ્વીટ કર્યું, મારા મોટા ભાઈને જન્મદિવસની શુભેચ્છા. જીવનના દરેક તબક્કામાં મારા સૌથી મોટા સમર્થક અને માર્ગદર્શક બનવા બદલ આભાર, ભગવાન તમને અને તમારા પરિવારને હંમેશા સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે. તમને ખૂબ પ્રેમ માહી ભાઈ. આગામી વર્ષ માટે શુભેચ્છાઓ!

BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યું, "જે માણસમાં રમતની અજોડ સમજ અને પડકારોનો સામનો કરવાની અનોખી રીત છે તેને જન્મદિવસની શુભેચ્છા." તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વના વલણથી અમને વિશ્વાસ થયો કે ટીમ ઈન્ડિયા કોઈપણ મેચ જીતી શકે છે. ધોની તમને સારા સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છા.

ઉલ્લેખનીય છે કે, ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે પછી ભારતે 2011માં તેની કપ્તાનીમાં બીજી વખત (વન-ડે) વર્લ્ડ કપ જીત્યો હતો. વળી, ધોનીની કપ્તાનીમાં ભારતે 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો હતો. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે ત્રણ ICC ટ્રોફી જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. મહત્વનું છે કે, ધોનીએ 90 ટેસ્ટ રમ્યા બાદ ટેસ્ટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, જેમાં તેણે 38.09ની એવરેજથી 4,876 રન બનાવ્યા હતા. તેણે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T20 રમી છે.
Tags :
birthdayCricketdhoniDhoniBirthdayGujaratFirstmsdhoniSports
Next Article