Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હેપ્પી બર્થ ડે રાજ સા'બ, ગ્રેટ શો મેનનો આજે 98મો જન્મ દિન

હિન્દી સિનેમાના શો મેન રાજકપૂર 1 રૂપિયાના પગારમાં કરતા હતા કામથપ્પડો ખાધા પછી તેમના ખુલ્યા નસીબઆજે રાજ કપૂરનો જન્મ દિનજો હિન્દી સિનેમાના શો મેન રાજ કપૂર (Raj Kapoor)સાહેબ આજે આપણી વચ્ચે હોત તો તેઓ તેમનો 98મો જન્મદિવસ ઉજવતા હોત. પરંતુ, અફસોસ સિનેમાનો એક ઝળહળતો સિતારો ઘણા સમય પહેલા આ દુનિયા છોડી ગયો. રાજ કપૂરે હિન્દી સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. અભિનયથી લઈને દિગ્દર્શન-પ્રોડક્શન સુધી દરેà
હેપ્પી બર્થ ડે રાજ સા બ  ગ્રેટ શો મેનનો આજે 98મો જન્મ દિન
  • હિન્દી સિનેમાના શો મેન રાજકપૂર 1 રૂપિયાના પગારમાં કરતા હતા કામ
  • થપ્પડો ખાધા પછી તેમના ખુલ્યા નસીબ
  • આજે રાજ કપૂરનો જન્મ દિન
જો હિન્દી સિનેમાના શો મેન રાજ કપૂર (Raj Kapoor)સાહેબ આજે આપણી વચ્ચે હોત તો તેઓ તેમનો 98મો જન્મદિવસ ઉજવતા હોત. પરંતુ, અફસોસ સિનેમાનો એક ઝળહળતો સિતારો ઘણા સમય પહેલા આ દુનિયા છોડી ગયો. રાજ કપૂરે હિન્દી સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. અભિનયથી લઈને દિગ્દર્શન-પ્રોડક્શન સુધી દરેક ક્ષેત્રમાં તેમણે પોતાની પ્રતિભા સાબિત કરી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા તે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરના સ્ટુડિયોમાં કામ કરતા હતા. અહેવાલો અનુસાર, તેમનું કામ ઝાડુ મારવાનું હતું, જેના માટે તેમને 1 રૂપિયાનો માસિક પગાર મળતો હતો. પરંતુ, એક દિવસ કંઈક એવું બન્યું કે રાજ કપૂર સાહેબનું નસીબ બદલાઈ ગયું. આવો જાણીએ રસપ્રદ કહાણી..

પૃથ્વીરાજ કપૂરને તેમના પુત્રની ક્ષમતા પર બહુ વિશ્વાસ નહોતો
રાજ કપૂર ફિલ્મી દુનિયાનું એક વ્યક્તિત્વ હતું. અભિનય અને દિગ્દર્શનની સાથે તેમણે શાનદાર લેખન દ્વારા પણ લોકોને દિવાના બનાવ્યા હતા. જો કે, તેમના ચાહકો ભાગ્યે જ જાણતા હશે કે બોલિવૂડમાં શો મેન તરીકે જાણીતા રાજ કપૂર એક સમયે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરના સ્ટુડિયોમાં ખૂબ જ ઓછા પગારમાં કામ કરતા હતા. અહેવાલો અનુસાર, પૃથ્વીરાજ કપૂરને તેમના પુત્રની ક્ષમતા પર બહુ વિશ્વાસ નહોતો. આ કારણથી તેમણે રાજ કપૂરને પોતાના સ્ટુડિયોમાં ઝાડુ મારવાનું કામ સોંપ્યું. તેના બદલે તેમને માસિક રૂ.1નો પગાર મળતો હતો. જો કે, બાદમાં કેદાર શર્માએ રાજ કપૂરની કળાને ઓળખી અને તેમને તેમની ફિલ્મ 'નીલકમલ'માં હીરોની ભૂમિકા આપી. તેની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે.

કેદાર શર્માએ રાજ કપૂરને મારી થપ્પડ 
એવું કહેવાય છે કે રાજ કપૂરને તેમના પિતા પૃથ્વીરાજ કપૂરે એકવાર ડિરેક્ટર કેદાર શર્માની ફિલ્મોના સેટ પર ક્લેપર બોય તરીકે કામ કરવાની સલાહ આપી હતી. અભિનેતાએ પણ પિતાની વાત માનીને આ કામ શરૂ કર્યું હતું. ફિલ્મ 'વિષકન્યા'નું શૂટિંગ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન અકસ્માતે રાજ કપૂરનો ચહેરો કેમેરાની સામે આવી ગયો. ભૂલ સુધારવાની ઉતાવળમાં, રાજ કપૂરનું ક્લૅપબોર્ડ દૃશ્યમાં અભિનેતાની દાઢીમાં ફસાઈ ગયું અને પાત્રની દાઢી અકબંધ રહી ગઈ.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડાયરેક્ટર કેદાર શર્મા એટલા ગુસ્સે થયા કે તેમણે રાજ કપૂરને બોલાવીને જોરદાર થપ્પડ મારી દીધી. જોકે, બાદમાં તેમને ખૂબ જ પસ્તાવો થયો.
 ઇન્કલાબથી કેરિયરની શરુઆત 
પોતાની ભૂલ સુધારવા માટે કેદાર શર્મા બીજા જ દિવસે સેટ પર આવ્યા અને રાજ કપૂર સાથે ફિલ્મ 'નીલકમલ' સાઈન કરી. અહીંથી જ રાજ કપૂરની અભિનય કારકિર્દીનો પ્રારંભ થયો હતો. જો કે આ પહેલા રાજ કપૂર બાળ કલાકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.રાજ કપૂરે પોતાના કરિયરની શરૂઆત 1935માં આવેલી ફિલ્મ 'ઇન્કલાબ'થી કરી હતી, પરંતુ આ ફિલ્મમાં તે બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા. પરંતુ, હીરો તરીકે 'નીલકમલે' તેમનું નસીબ ખોલ્યું અને ટૂંક સમયમાં તે બોલિવૂડના શોમેન બની ગયા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



Advertisement
Tags :
Advertisement

.