Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપિતાની આજે છે જન્મ જયંતિ, અંગ્રેજોને પાઠ ભણાવનારા ગાંધીજી જાણો કોનાથી ડરતા હતા

ભારત દર વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી (Gandhi Jayanti 2022) નો જન્મદિવસ ઉજવે છે. દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. દેશમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને 'રાષ્ટ્રપિતા'નું બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે અંગ્રેજોથી આઝાદી અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. દેશવાસીઓ માટે આ મહાન નેતાને શ્રદ્ધાંજલિ (Tribute) આપવાનો આ એક મોટો અવસર છે જેમણે દેશની ભલાઈ માટે પોતાનું
રાષ્ટ્રપિતાની આજે છે જન્મ જયંતિ  અંગ્રેજોને પાઠ ભણાવનારા ગાંધીજી જાણો કોનાથી ડરતા હતા
ભારત દર વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી (Gandhi Jayanti 2022) નો જન્મદિવસ ઉજવે છે. દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. દેશમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને 'રાષ્ટ્રપિતા'નું બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે અંગ્રેજોથી આઝાદી અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. દેશવાસીઓ માટે આ મહાન નેતાને શ્રદ્ધાંજલિ (Tribute) આપવાનો આ એક મોટો અવસર છે જેમણે દેશની ભલાઈ માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું. 
ગાંધીજીના વિચારો આજે પણ આપી રહ્યા છે માર્ગદર્શન
દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ (Gandhiji Jayanti) તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજી એક મહાન નેતાની સાથે સાથે સમાજ સુધારક પણ હતા. તેઓ આખી જિંદગી લોકોના અધિકારો અને ગૌરવ માટે નિર્ભયતાથી લડ્યા. ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવનારા મહાત્મા ગાંધીના વિચારો આજે પણ લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. ગાંધી જયંતિના દિવસે ભારતમાં રાષ્ટ્રીય રજા હોય છે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ દિવસને ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર દેશમાં વિશેષ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ સાથે ઉજવવામાં આવે છે. શાળા કક્ષા અને કોલેજ કક્ષાએ પણ ઉજવણી જોવા જેવી હોય છે. ગાંધીજીની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
ગાંધીજીને દેશની રાજધાની દિલ્હી સાથે હતો ઊંડો લગાવ
મહાત્મા ગાંધી (Mahatma Gandhi)નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. આપણે મહાત્મા ગાંધીને 'બાપુ અને ગાંધીજી' પણ કહીએ છીએ. ગાંધીજીને દેશની રાજધાની દિલ્હી સાથે ઊંડો લગાવ હતો. તેઓ પહેલીવાર 12 ઓગસ્ટ 1915ના રોજ એટલે કે 46 વર્ષની ઉંમરે દિલ્હી આવ્યા હતા. ત્યારથી તે દિલ્હીમાં આવતા-જતા રહ્યા હતા. 
બાળપણમાં શિક્ષકની મજાક ઉડાવતા



ગાંધીજીની આત્મકથા આવા ઘણા કિસ્સાઓથી ભરેલી છે, જેમાં ગાંધીજીએ તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓનો ખૂબ જ હિંમતપૂર્વક પરિચય કરાવ્યો છે. માંસાહારી ખોરાકની વાત હોય, શિક્ષકની મજાક ઉડાવવાની વાત હોય. પછી તે વ્યભિચારની વાત હોય કે કોઈ અન્ય વાત હોય. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેવી રીતે તેમણે પોતાની ખામીઓ પર કાબૂ મેળવ્યો અને આખરે મહાત્મા બન્યા.
ભૂત અને સાપનો ડર
ગાંધીજીએ કહ્યું છે કે તેઓ ભૂત, ચોર અને સાપથી ખૂબ ડરતા હતા. એટલા માટે તે ન તો અંધારામાં ક્યાંય જતા કે ન તો એકલા સૂતા. તેમને એ પણ ખ્યાલ હતો કે કસ્તુરબા તેમના કરતાં વધુ હિંમતવાન છે. પરંતુ તે પોતાના ડર વિશે તેઓને કહેવા માંગતા ન હોતા. તેમના મિત્રો તેમને ચીડવતા અને એમ પણ કહેતા કે તે હાથથી સાપ પકડે છે અને ભૂતને ડરાવે છે અને તે આ બધું કરી શકે છે કારણ કે તે માંસ ખાય છે. આ કારણોસર, ગાંધીજીના મનમાં માંસ ખાવાની ચર્ચા હતી, જો કે તેઓ ટૂંક સમયમાં જ સત્યથી વાકેફ થઈ ગયા હતા.
મહાત્મા ગાંધીજીના પુત્રોનું નામ
મહાત્મા ગાંધીજીને ચાર પુત્રો હતા, હરિલાલ ગાંધી, મણિલાલ ગાંધી, રામદાસ ગાંધી અને દેવદાસ ગાંધી. ગાંધીજી શ્રીમંત પરિવારમાંથી હતા. તેમના પિતા કરમચંદ ગાંધી બ્રિટિશ રાજ દરમિયાન પોરબંદરના રજવાડાના દિવાન (પ્રધાન મંત્રી) હતા. તેમણે પોરબંદર, રાજકોટ અને ભાવનગરમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. મુંબઈ અને રાજકોટમાં થોડો સમય કાયદાની પ્રેક્ટિસ કર્યા પછી, ગાંધીજી એક ભારતીય પેઢી સાથે કરાર પર કાયદાની પ્રેક્ટિસ કરવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. તે સમયે દક્ષિણ આફ્રિકા પણ બ્રિટિશ સામ્રાજ્યનો એક ભાગ હતું.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા



ગાંધીજી 1915મા દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. ભારત પરત આવીને, તેમણે 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ'માં સક્રિય ભૂમિકા ભજવી અને સ્વરાજ અંગેના તેમના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કર્યા હતા. ગાંધીજીને તેમની પ્રથમ ખ્યાતિ ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહમાં મળી જ્યારે તેમણે નાના ખેડૂતોની તરફેણમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ સત્યાગ્રહ કર્યો જેનાથી અંગ્રેજ સરકારને નાના ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલવા માટેનું પોતાનું ફરમાન પાછું ખંચવાની ફરજ પડી હતી. 
Advertisement
Tags :
Advertisement

.