Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહાન અભિનેતા ઓમ પ્રકાશની આજે જન્મજયંતિ, શાનદાર અભિનય થકી લાખ્ખો દર્શકોના દિલો પર કર્યુ રાજ

બોલિવૂડે દુનિયાને ઘણા કોમેડીયન અને લોકોના દિલમાં વસી જાય તેવા કલાકારો આપ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે હંમેશા અભિનયનો દોર જળહળતો રાખ્યો છે. હિન્દી સિનેમામાં અભિનયમાં મહારથ હાંસલ હોય તેવા અનેક કલાકારો છે, પરંતુ ભૂતકાળના કેટલાક સ્ટાર્સ એવા હતા જેમણે આવનારી પેઢીને એક્ટીંગના પાઠ ભણાવ્યા. અમે વાત કરી રહ્યા છીએ પીઢ અભિનેતા ઓમ પ્રકાશની, જેમણે 60-70ના દાયકામાં ફિલ્મોમાà
મહાન અભિનેતા ઓમ પ્રકાશની આજે જન્મજયંતિ  શાનદાર અભિનય થકી લાખ્ખો દર્શકોના દિલો પર કર્યુ રાજ
Advertisement
બોલિવૂડે દુનિયાને ઘણા કોમેડીયન અને લોકોના દિલમાં વસી જાય તેવા કલાકારો આપ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે હંમેશા અભિનયનો દોર જળહળતો રાખ્યો છે. હિન્દી સિનેમામાં અભિનયમાં મહારથ હાંસલ હોય તેવા અનેક કલાકારો છે, પરંતુ ભૂતકાળના કેટલાક સ્ટાર્સ એવા હતા જેમણે આવનારી પેઢીને એક્ટીંગના પાઠ ભણાવ્યા. અમે વાત કરી રહ્યા છીએ પીઢ અભિનેતા ઓમ પ્રકાશની, જેમણે 60-70ના દાયકામાં ફિલ્મોમાં પોતાની પ્રતિભાથી દરેકના દિલ પર રાજ કર્યું. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ.
19 ડિસેમ્બર, 1919ના રોજ જમ્મુમાં જન્મેલા ઓમપ્રકાશે 12 વર્ષની ઉંમરે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. સંગીત ઉપરાંત તેમને થિયેટર અને ફિલ્મોમાં ખૂબ જ રસ હતો. તે માત્ર 14 વર્ષની ઉંમરે એક્ટિંગ કરવા માટે મુંબઈ પહોંચ્યા હતા, પરંતુ તે સમયે વાત ન બની તો તે પરત આવી ગયા. જો કે તેમને જમ્મુ આવવું ગમતું ન હતું, પરંતુ થોડા વર્ષો પછી તેમણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેમને ઘણો ઓછો પગાર મળતો હતો, જેના કારણે તે નોકરીથી નારાજ થઈ ગયા હતા અને ત્યાંથી પણ રાજીનામું આપી દીધું હતું. એક દિવસ તે તેમના મિત્રના લગ્નમાં ગયા હતા. ત્યાં તે હસી રહ્યા હતા અને મિત્રો સાથે મજાક કરતા હતા, પછી નિર્માતા દલસુખ પંચોલીની નજર તેમના પર પડી અને ઓમપ્રકાશ લગ્ન પછી ઘરે ગયા અને થોડા જ દિવસોમાં એક ટેલીગ્રામ તેમને મળ્યો હતો. જેના પર લખવામાં આવ્યું હતું કે જલ્દી આવો – પંચોલી. તે સમયે ઓમપ્રકાશને મજાક લાગી હતી પરંતુ તેના મિત્રો અને ભાઈની સમજાવટથી તે મળવા ગયા અને ઓમ પ્રકાશને 1944માં પહેલી ફિલ્મ મળી, ફિલ્મનું નામ હતુ 'દાસી'  જેમાં તેણે કોમિક વિલનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સુપરહિટ થઈ, પરંતુ તે પછી તેમને લાંબા સમય સુધી કામ ન મળ્યું. ફરીથી તેમને ફિલ્મ ધમકીમાં કામ મળ્યું અને આ ફિલ્મ હિટ થતાં જ ઓમ પ્રકાશ પણ હિટ થઈ ગયા. 
તેમણે 1973ની ફિલ્મ જંજીરમાં ડી'સિલ્વાનું પાત્ર ભજવ્યું અને 1984માં આવેલી ફિલ્મ શરાબીમાં તેઓ મુનિમજીના રૂપમાં દરેકના દિલમાં વસી ગયા. આ પછી તેમને નમક હલાલ ફિલ્મમાં દદ્દુની ભૂમિકામાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ ખૂબ જ જિંદાદિલ વ્યક્તિ હતા. તેમણે 50 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને પછી તે બીમાર રહેવા લાગ્યા. 21 ફેબ્રુઆરી 1998 ના રોજ હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું અને હિન્દી સિનેમાના શ્રેષ્ઠ સ્ટાર્સમાંના એકે દુનિયાને અલવિદા કહી દીધી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×