Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે છે રાંધણ છઠ, જાણો તેનું મહત્વ

આપણે ત્યાં શ્રાવણ મહિનાનું ( shrvan Month) પણવિશેષ મહત્વ  હોય છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે. શિવનો શ્રાવણ  માસ ઘણા તહેવાર ( Fesitval)લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે તહેવારો  ઉજવવામાં  આવે
આજે છે રાંધણ છઠ  જાણો તેનું મહત્વ
Advertisement
આપણે ત્યાં શ્રાવણ મહિનાનું ( shrvan Month) પણવિશેષ મહત્વ  હોય છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે. શિવનો શ્રાવણ  માસ ઘણા તહેવાર ( Fesitval)લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે તહેવારો  ઉજવવામાં  આવે છે. 
રાંધણ છઠનુ મહત્વ
શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે.
રાંધણ છઠના દિવસે ઘરે-ઘરે પકવાનો બનાવવામાં આવે છે. રાંધણ છઠના દિવસે મહિલાઓ ઘરમાં જુદા -જુદા પ્રકારની વાનગીઓ બનાવે છે. રાતે ઘરના ચૂલાની સાફ-સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે. આ વાનગીઓ શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા ખાવામાં આવે છે.
લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે.
આ દિવસે બનતી (randhan chhath menu) ખાસ વાનગીઓમાં મીઠાઈ, ગુલાબ જાંબુ, શક્કરપારા, મોહનથાળ, શાક, બાજરીના રોટલા, વિવિધ પુરીઓ, થેપલા, મીઠા ઢેબરા, પરોઠા, સાબુદાણાની ખીચડી, મમરા,ચેવડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે.
Tags :
Advertisement

Trending News

.

×