Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટ ઈતિહાસમાં આજનો દિવસ છે ખાસ, સચિને બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટ ઈતિહાસમાં આજનો દિવસ ખાસ બન્યો હતો. આજે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે એક એવો રેકોર્ડ બનાવ્યો હતો, જે ક્રિકેટ ઈતિહાસમાં પહેલા ક્યારે કોઇ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવ્યો નહોતો. જીહા, અમે જે રેકોર્ડની વાત કરી રહ્યા છીએ તે આપણા દેશના મહાન ખેલાડી સચિન તેંડુલકરના નામે સૌથી પહેલા નોંધાયો હતો.  સચિને બનાવ્યો હતો નવો વર્લ્ડ રેકોર્ડવિશ્વના મહાન અને સૌથી તેજસ્વી બેટ્સમ
ક્રિકેટ ઈતિહાસમાં આજનો દિવસ છે ખાસ  સચિને બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ
ક્રિકેટ ઈતિહાસમાં આજનો દિવસ ખાસ બન્યો હતો. આજે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે એક એવો રેકોર્ડ બનાવ્યો હતો, જે ક્રિકેટ ઈતિહાસમાં પહેલા ક્યારે કોઇ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવ્યો નહોતો. જીહા, અમે જે રેકોર્ડની વાત કરી રહ્યા છીએ તે આપણા દેશના મહાન ખેલાડી સચિન તેંડુલકરના નામે સૌથી પહેલા નોંધાયો હતો.  
સચિને બનાવ્યો હતો નવો વર્લ્ડ રેકોર્ડ
વિશ્વના મહાન અને સૌથી તેજસ્વી બેટ્સમેનોમાંના એક સચિન તેંડુલકરે આજના દિવસે 24 ફેબ્રુઆરી 2010ના રોજ ક્રિકેટના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. 'ક્રિકેટના ભગવાન' તરીકે ઓળખાતા સચિને આ દિવસે ક્રિકેટમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી અને એક એવો રેકોર્ડ બનાવ્યો જે બનાવ્યા પછી તેઓ વિશ્વના પ્રથમ બેટ્સમેન બની ગયા હતા. મહાન બેટ્સમેને 24 ફેબ્રુઆરી 2010ના રોજ ગ્વાલિયર ખાતે દક્ષિણ આફ્રિકા સામેની વનડેમાં અણનમ 200 રન બનાવ્યા હતા. તે વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં ODIમાં 200 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા.  
Advertisement

મેચમાં ભારતને મળી હતી જીત
આ પહેલા ODI ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના સઈદ અનવર અને ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીના નામે હતો. સચિન તેંડુલકરે 24 ફેબ્રુઆરી 2010ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચમાં 147 બોલમાં 25 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી અણનમ 200 રન બનાવ્યા હતા. ભારતે આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વિકેટે 401 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ તેણે 42.5 ઓવરમાં સાઉથ આફ્રિકાને 248 રનીપર સમેટી 153 રનથી મેચ જીતી લીધી હતી. સચિનને તેની શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. 
ODIમાં ત્રણ વખત 200 રન બનાવનામો રોહિતના નામે રેકોર્ડ
ODI ક્રિકેટના ઈતિહાસમાં 200 રન બનાવવાનો રેકોર્ડ ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે છે. રોહિતે અત્યાર સુધી ODI ક્રિકેટમાં ત્રણ વખત 200 કે તેથી વધુ રન બનાવ્યા છે. જેમાંથી તેણે બે વખત શ્રીલંકા સામે અને એક વખત ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી છે. ODI ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ રોહિતના નામે છે, તેણે કોલકાતામાં 13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા સામે અણનમ 264 રનની ઇનિંગ રમી હતી. 
સેહવાગ સહિત આ બેટ્સમેનો પણ ODIમાં ફટકારી છે બેવડી સદી
ભારતીય બેટ્સમેનોમાં રોહિત અને સચિન ઉપરાંત વિરેન્દ્ર સેહવાગે પણ વનડેમાં બેવડી સદી ફટકારી છે. તેણે 8 ડિસેમ્બર 2011ના રોજ ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેન ઉપરાંત ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ, વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને પાકિસ્તાનના ફખર ઝમાને પણ વનડેમાં બેવડી સદી ફટકારી છે. 
Tags :
Advertisement

.