Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના લોકો માટે છે ખાસ, જાણો શું છે મહત્ત્વ અને ઈતિહાસ

આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે ગુડ ફ્રાઈડે છે. ગુડ ફ્રાઈડેને ઈસુ ખ્રિસ્તના બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન ઈસુને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો, તેથી આ દિવસને ગુડ ફ્રાઈડે, પવિત્ર શુક્રવાર, બ્લેક ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે.શુક્રવારને ખ્રિસ્તી ધર્મના લોકો 'ગુડ ફ્રાઈડે' તરીકે ઉજવે છેગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી ધર્મના
આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના લોકો માટે છે ખાસ  જાણો શું છે મહત્ત્વ અને ઈતિહાસ
આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે ગુડ ફ્રાઈડે છે. ગુડ ફ્રાઈડેને ઈસુ ખ્રિસ્તના બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન ઈસુને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો, તેથી આ દિવસને ગુડ ફ્રાઈડે, પવિત્ર શુક્રવાર, બ્લેક ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે.
શુક્રવારને ખ્રિસ્તી ધર્મના લોકો 'ગુડ ફ્રાઈડે' તરીકે ઉજવે છે
ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે. તેનું નામ સાંભળીને એવું લાગે છે કે તે ઉજવણીનો તહેવાર છે, પરંતુ એવું નથી. ગુડ ફ્રાઈડે શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. એવું કહેવાય છે કે, જ્યારે યહૂદી શાસકોએ તમામ શારીરિક અને માનસિક યાતનાઓ પછી ઈસુ ખ્રિસ્તને ફાંસી પર ચડાવ્યા હતા ત્યારે તે દિવસ શુક્રવાર હતો. ઈસુ ખ્રિસ્તે માનવજાત માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું, તેથી આ શુક્રવારને ખ્રિસ્તી ધર્મના લોકો 'ગુડ ફ્રાઈડે' તરીકે ઉજવે છે. આ લોકો આ દિવસને કુરબાની દિવસ તરીકે પણ ઉજવે છે.
અનેક જગ્યાએ ઈસુ ખ્રિસ્તના ઉપદેશોનું વાંચન થઈ રહ્યું છે
આ અવસર પર સવારથી ભારત સહિત વિશ્વભરના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખ્રિસ્તી સમુદાયના લોકો સવારની પ્રાર્થનામાં હાજરી આપીને ઈસુ ખ્રિસ્તના અંતિમ ક્ષણો અને બલિદાનને યાદ કરી રહ્યા છે. આ અવસરે અનેક જગ્યાએ ઈસુ ખ્રિસ્તના ઉપદેશોનું વાંચન થઈ રહ્યું છે અને લોકો તેમના દ્વારા કહેવામાં આવેલા સંદેશાઓ અને ઉપદેશોને પોતાના જીવનમાં અમલમાં મૂકવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.
PM મોદીએ ટ્વીટ કરી ઈસુ ખ્રિસ્તને કર્યા યાદ
આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈસુ ખ્રિસ્તને યાદ કર્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપણે ઈસુ ખ્રિસ્તના સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ. સેવા અને ભાઈચારાના તેમના આદર્શો ઘણા લોકો માટે માર્ગદર્શક છે.'
Advertisement

ગુડ ફ્રાઈડે કેમ મનાવવામાં આવે છે?
ખ્રિસ્તી ધર્મગ્રંથો અનુસાર, ઈસુ ખ્રિસ્ત જેરુસલેમમાં લોકોને ભગવાનનો સંદેશ કહેતા અને માનવ કલ્યાણનો ઉપદેશ આપતા હતા. તેમના આ સંદેશ અને ઉપદેશોનો લોકો પર ઊંડો પ્રભાવ પડ્યો, જેના કારણે લોકો ઇસુ ખ્રિસ્તને ભગવાન માનવા લાગ્યા. જેના કારણે તે સમયના કેટલાક ધર્મના ઠેકેદારો ચિડાઈ જવા લાગ્યા. કેટલાક લોકોએ રોમના શાસકને ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ રાજાને કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત પોતાને ભગવાનનો પુત્ર કહે છે. આ પછી, રોમના તત્કાલીન શાસકે જીસસ પર રાજદ્રોહનો આરોપ મૂક્યો અને તેમને મૃત્યુદંડની સજા આપી. આ પછી, ઈસુ ખ્રિસ્તને ખીલીની મદદથી ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. તેમણે ઘણી વેદનાઓ બાદ પોતાનો જીવ આપ્યો હતો.
શું રહ્યો છે ઈતિહાસ?
ભગવાન ઇસુને ફાંસી પર ચઢાવવામાં આવ્યા તે પહેલા, તેમને કાંટાનો તાજ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તે પછી પણ તેમના મોંઢામાંથી ફક્ત ક્ષમા અને કલ્યાણના સંદેશા જ નીકળ્યા હતા. આ તેમની ક્ષમાની શક્તિનું અદ્ભુત ઉદાહરણ માનવામાં આવતું હતું. પ્રભુ ઈસુના મુખથી મૃત્યુ પહેલા આ હૃદયસ્પર્શી શબ્દો નીકળ્યા, હે ભગવાન, તેમને માફ કરો, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. આ ઘટનાએ તેમના અનુયાયીઓને દુઃખી અને નિરાશ કર્યા. તે દિવસે શુક્રવાર હતો તેથી આજે તેને ગુડ ફ્રાઈડે તરીકે ઉજવવામાં આવે છે.  
Tags :
Advertisement

.