Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે કરો યા મરોનો મુકાબલો, જીત આપશે સુપર-4ની ટિકિટ

એશિયા કપ 2022ના ગ્રુપ સ્ટેજની મેચો 2 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ (SL vs BAN) વચ્ચે એશિયા કપ, 2022 ટૂર્નામેન્ટની પાંચમી મેચ 1 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ, સંયુક્ત આરબ અમીરાત ખાતે રમાશે. આ મેચ સાંજે 07:30 PM (IST) લાઈવ ટેલિકાસ્ટથી શરૂ થશે.આર-પારની રહેશે મેચદુબઈમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમો રમી રહી છે, જ્યારે ગુરુવાર, 1 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા અને બા
આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે કરો યા મરોનો મુકાબલો  જીત આપશે સુપર 4ની ટિકિટ
એશિયા કપ 2022ના ગ્રુપ સ્ટેજની મેચો 2 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ (SL vs BAN) વચ્ચે એશિયા કપ, 2022 ટૂર્નામેન્ટની પાંચમી મેચ 1 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ, સંયુક્ત આરબ અમીરાત ખાતે રમાશે. આ મેચ સાંજે 07:30 PM (IST) લાઈવ ટેલિકાસ્ટથી શરૂ થશે.
આર-પારની રહેશે મેચ
દુબઈમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમો રમી રહી છે, જ્યારે ગુરુવાર, 1 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા અને બાંગ્લાદેશ (SL vs BAN) વચ્ચે કરો અથવા મરો મેચ રમાશે. ઉપરાંત, આ મેચમાં જે પણ ટીમ હારે છે તે સીધી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, આ પહેલા બંને ટીમો પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે હારી ચૂકી છે. તેથી હવે બંને ટીમો સુપર 4 માટે ટકરાશે અને બંને પાસે માત્ર આ એક જ તક છે. દાસુન શનાકાના નેતૃત્વમાં શ્રીલંકાની ટીમ કોઈપણ ભોગે જીતવા ઈચ્છશે. 
સિનિયર ખેલાડીઓ રહ્યા છે નિષ્ફળ
બીજી તરફ બાંગ્લાદેશના સિનિયર ખેલાડીઓએ આ વખતે કોઈપણ ભોગે પ્રદર્શન કરવું પડશે. જ્યારે બાંગ્લાદેશ ટીમના સિનિયર ખેલાડીઓ જેમ કે શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ અને મહમુદુલ્લાહ અફઘાન ટીમ સામે નિષ્ફળ રહ્યા હતા. જણાવી દઈએ કે, શ્રીલંકાને અફઘાનિસ્તાન સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાંગ્લાદેશને અફઘાન ટીમે 7 વિકેટે પરાજય આપ્યો હતો. અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને બંને ટીમોને મુશ્કેલીમાં મુકી દીધા. જોકે, બંને ટીમોમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી જ છે.
પિચ રિપોર્ટ
આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બોલરોને શરૂઆતમાં આ પિચથી સારી મદદ મળી શકે છે. આ સ્ટેડિયમની મોટાભાગની મેચો પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતે છે. આવી સ્થિતિમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવો યોગ્ય રહેશે. બીજી તરફ પ્રથમ રમતી ટીમને જીતવા માટે 180ની આસપાસ સ્કોર કરવાનો રહેશે.
હવામાન અહેવાલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના દિવસે એટલે કે આજે દુબઈનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે. દિવસ અને રાત્રિ દરમિયાન આકાશ એકદમ સ્વચ્છ રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 39 ટકા રહેશે. રમત દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
Advertisement
Tags :
Advertisement

.