Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ જોવા મળશે આમને-સામને, જાણો કોનું પલડું છે ભારે

એશિયા કપ 2022 (Asia Cup 2022)ની ત્રીજી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન (BAN vs AFG) વચ્ચે મુકાબલો થશે. ગ્રુપ B ની આ બીજી મેચ છે. અફઘાનિસ્તાને પ્રથમ મેચમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. જો અફઘાનિસ્તાન આ મેચ જીતી જશે તો સતત બે જીત સાથે સુપર-4 માટે ક્વોલિફાઇ થઇ જશે. સુપર-4 ની રેસમાં અફઘાનિસ્તાન આગળએશિયા કપમાં બાંગ્લાદેશ આજે તેની પ્રથમ મેચ રમવા તૈયાર છે. ત્યારે તે પણ આજે જીતની શરૂઆત કરàª
આજે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ જોવા મળશે આમને સામને  જાણો કોનું પલડું છે ભારે
એશિયા કપ 2022 (Asia Cup 2022)ની ત્રીજી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન (BAN vs AFG) વચ્ચે મુકાબલો થશે. ગ્રુપ B ની આ બીજી મેચ છે. અફઘાનિસ્તાને પ્રથમ મેચમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. જો અફઘાનિસ્તાન આ મેચ જીતી જશે તો સતત બે જીત સાથે સુપર-4 માટે ક્વોલિફાઇ થઇ જશે. 
સુપર-4 ની રેસમાં અફઘાનિસ્તાન આગળ
એશિયા કપમાં બાંગ્લાદેશ આજે તેની પ્રથમ મેચ રમવા તૈયાર છે. ત્યારે તે પણ આજે જીતની શરૂઆત કરવા મેદાને ઉતરશે. મહત્વનું છે કે, ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા છે, જ્યારે ગ્રુપ Aમાં ભારતસ પાકિસ્તાન અને હોંગકોંગની ટીમો છે. દરેક ગ્રુપમાંથી 2-2 ટીમ સુપર-4 માટે ક્વોલિફાઇ થશે. ત્યારે અફઘાનિસ્તાન આજની મેચ જીતી સુપર-4માં ક્વોલિફાઇ થવા પર નજર રાખશે જ્યારે બાંગ્લાદેશ પ્રથમ મેચમાં જીત સાથે આગળ વધવાનો પ્રયત્ન કરશે. અફઘાનિસ્તાનનો નેટ રન રેટ અત્યારે એટલો શાનદાર છે કે આગામી તબક્કામાં તેમનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે. જો તેઓ આજે ખૂબ જ ખરાબ રીતે હારી જાય છે અને શ્રીલંકા તેમની આગામી મેચ મોટા માર્જિનથી જીતે છે, તો જ તેઓ સુપર-4ની રેસમાંથી બહાર થઈ શકે છે. 
બાંગ્લાદેશ નવા કેપ્ટન સાથે ઉતરશે મેદાને
અહીં કહી શકાય છે કે, અફઘાનિસ્તાનની ટીમનું પલડું આજની મેચમાં ભારે રહેશે. શ્રીલંકા સામે મોટા માર્જિનથી જીત મેળવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. નવા કેપ્ટન શાકિબ અલ હસનના નેતૃત્વમાં બાંગ્લાદેશની ટીમ આજે એશિયા કપ અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે તેમના માટે ચેલેન્જ પણ હશે. એશિયા કપમાં શ્રીલંકા સામે અફઘાન ટીમના બોલરોએ શાનદાર રમત બતાવી હતી. અફઘાન બોલરોએ પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા હતા. સુકાની મોહમ્મદ નબીની આગેવાની હેઠળની ટીમ બાંગ્લાદેશને હરાવીને ટુર્નામેન્ટમાં મજબૂત બનવા માંગશે. બીજી તરફ બાંગ્લાદેશ ટીમના સિનિયર ખેલાડીઓ અને ખાસ કરીને બેટ્સમેનો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે. 
કેવો છે પિચનો મિજાજ
અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ પિચ બેટિંગ માટે સારી માનવામાં આવતી નથી. જોકે, ગયા વર્ષે આ પિચ પર 180થી ઉપરનો સ્કોર જોવા મળ્યો હતો. આ પિચ બેટ્સમેન અને બોલરને સમાન મદદ પૂરી પાડે છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 25 T20I મેચ રમાઈ છે, અને પ્રથમ બેટિંગ કરનાર ટીમો 16 વખત જીતી છે, જ્યારે પ્રથમ બોલિંગ કરનારી ટીમો 9 વખત જીતી છે.
અફઘાનિસ્તાન સંભવિત પ્લેઇંગ ઇલેવન
નજીબુલ્લાહ ઝદરાન, હઝરતુલ્લાહ ઝઝઈ, ઈબ્રાહીમ ઝદરાન, ઉસ્માન ગની, રહેમાનુલ્લા ગુરબાઝ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, નૂર અહેમદ, કરીમ જનાત.
બાંગ્લાદેશ સંભવિત પ્લેઇંગ ઇલેવન
મોહમ્મદ નઈમ, સબ્બીર રહેમાન, અનામુલ હક, મહમુદુલ્લાહ, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, મેહદી હસન, મોસાદ્દેક હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, ઈબાદોત હુસૈન.
Advertisement
Tags :
Advertisement

.