હવે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા ત્યારે, રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદને વધું પ્રોત્સાહન મળે તેવી સમયની માંગ
કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદને પ્રાધાન્ય આપવા માટે આયુષ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે... આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે... પરંતુ ગુજરાત સરકાર દ્વારા પણ આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે હજુ વધુ પ્રયાસો થાય તેની જરૂર છે. રાજ્યમાં 33 જેટલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલો કાર્યરત ગુજરાત રાજ્યમાં આયુર્વેદિક ચિકિસ્તાની સ્થિતિ હજà«
Advertisement
કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદને પ્રાધાન્ય આપવા માટે આયુષ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે... આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે... પરંતુ ગુજરાત સરકાર દ્વારા પણ આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે હજુ વધુ પ્રયાસો થાય તેની જરૂર છે.
રાજ્યમાં 33 જેટલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલો કાર્યરત
ગુજરાત રાજ્યમાં આયુર્વેદિક ચિકિસ્તાની સ્થિતિ હજુ વધુ સારી કરવાની જરૂરી છે. ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદિક દવાખાનાઓ શરૂ તો કરવામાં આવે છે પરંતુ તેના માટે જે જરૂરી ગ્રાન્ટ હોય છે તે જરૂરીયાતની સરખામણીએ ઓછી આપવામાં આવતી હોવાને કારણે ઘણી મુશ્કેલીઓ સામે આવે છે. હાલ રાજ્યમાં સરકાર દ્વારા 7 ગ્રાન્ટ ઇન એઈડ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવવામાં આવે છે. 33 જેટલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલો કાર્યરત છે... ગુજરાત રાજ્યમાં 545 જેટલી આયુર્વેદિક ડિસ્પેન્સરી છે. 16 મોબાઈલ આયુર્વેદિક ડિસ્પેન્સરી પણ ચલાવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા હેલ્થ માટે દર વર્ષે સારુ એવું બજેટ ફાળવવામાં આવે છે... પરંતુ એલોપેથી માટે જેટલા બજેટની ફાળવણી કરવામાં આવે છે તેની સામે માત્ર 3 ટકા જેટલું બજેટ જ આયુર્વેદિક માટે ફાળવવામાં આવે છે.
આયુર્વેદ માટે બજેટ એલોપેથીની સરખામણીએ ખુબજ ઓછુ
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આરોગ્ય માટે એક ખાસ બજેટ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2022-23 માટે રજૂ કરાયેલા અંદાજપત્રમાં સરકાર દ્વારા 12હજાર 250 કરોડનું બજેટ આરોગ્ય માટે ફાળવવામાં આવે છે... પરંતુ સરકાર દ્વારા આયુર્વેદિક માટે માત્ર 350 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. એક તરફ લોકો જ્યારે કોરોના બાદ આયુર્વેદિક તરફ વળી રહ્યા છે. ત્યારે સરકાર આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અથવા તો આયુર્વેદના વધારા માટે વધુ ગ્રાન્ટ ફાળવે તો લોકોને વધુ ફાયદો મળે . આમ જોવા જઈએ તો સરકારનું આયુર્વેદ પ્રત્યે ઓરમાયુ વર્તન દેખાઈ રહ્યું છે.... કારણ કે સરકાર દ્વારા આયુર્વેદને જે પ્રોત્સાહન મળવું જોઈએ તે પ્રોત્સાહન મળી નથી રહ્યું....
મણીબેન આયુર્વેદીક હોસ્પિટલમાં દુર-દુરથી દર્દીઓ આવે છે
હવે વાત કરીએ અમદાવાદની જાણીતી આયુર્વેદીક હોસ્પિટલની. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી છે મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ. આ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે અહીં આવે છે. અને સારી એવી સુવિધા આ હોસ્પિટલમાં આપવામાં આવે છે. અહીં આવતા લોકોને અલગ-અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે... સૌથી પહેલા આપણે મણીબેન હોસ્પિટલની વાત કરીએ તો અહીં રોજીંદી 300થી વધુ દર્દીઓ પોતાના નિદાન માટે આવે છે. આમ જોવા જઈએ તો અહીં આવતા દર્દીઓમાં સૌથી વધુ દર્દીઓ અમદાવાદ સાથે ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરોમાંથી આવે છે.... સરકાર દ્વારા આયુર્વેદની સુવિધા તમામ જિલ્લા લેવલે છે પરંતુ લોકોને ખબર ન હોવાને કારણે તેઓ અહીં સુધી સારવાર લેવા માટે આવે છે...
અમદાવાદ શહેરમાં 13 સરકારી આયુર્વેદીક દવાખાના
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 24 જેટલા આયુર્વેદિક દવાખાનાઓ આવેલા છે..અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં 13 જેટલા આયુર્વેદિક દવાખાનાઓ આવેલા છે... આ 13 દવાખાનામાંથી 11 જેટલા દવાખાનાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છે.. શહેરના પશ્ચિમ વિસ્તારમાં માત્ર બે જ દવાખાનાઓ આવેલા... શહેરના પશ્ચિમ વિસ્તારથી અનેક લોકો દવા લેવા માટે અથવા તો સારવાર લેવા માટે પૂર્વના દવાખાનાઓ પર જ નિર્ભર છે... શહેરના દવાખાનાઓની ઓપીડી પર એક નજર કરીએ....
દવાખાનાનું નામ ઓક્ટોબર 22 નવેમ્બર 22 ડિસેમ્બર 22
એલિસ બ્રીજ 970 1276 1142
બારડોલપુરા 798 952 845
કાળીગામ 632 1000 929
અસારવા 795 834 815
કાલુપુર 1 946 864 984
કાલુપુર 2 981 932 883
ખાડીયા 783 1013 1011
જમાલપુર 733 985 826
બાપુનગર 1058 1537 1290
નવા નરોડા 679 799 633
ગોમતીપુર 1044 995 839
મણીનગર 780 983 856
સોલા સિવિલ 680 875 945
એલોપેથી અને આયુર્વેદિક વચ્ચે આસમાન જમીનનું અંતર છે... ત્યારે સરકાર જો આ અંતરને થોડું ઓછું કરી આયુર્વેદ તરફ પોતાનો ઝુકાવ રાખે તો ખરેખર લોકોને ઘણો ફાયદો થાય એમ છે, આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા લોકો સાથે અમારી ટીમે જ્યારે વાત કરી ત્યારે લોકો પણ તેમના શહેરમાં સુવિધા મળે તેવી ઇચ્છા જાહેર કરી રહ્યા હતી. એલોપેથીના મોહમાંથી છુટા થઈ લોકો પણ જ્યારે આયુર્વેદ તરફ વળી રહ્યા છે ત્યારે હવે સરકાર પણ લોકોની માંગને ધ્યાને રાખીને આયુર્વેદના બજેટમાં વધારો કરી સુવિધાઓ વધારે તે જરૂરી છે...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.