તમાકુ બ્રાન્ડની જાહેરાતનો નવો વિવાદ યુઝર્સે કહ્યું- 'શું પાન મસાલા એફર્ડ કરી શકો છો'
મહેશ બાબુએ તાજેતરના બોલિવૂડને લઈને આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરી દીધી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા યુઝર્સનો ગુસ્સો શમ્યો નથી. હવે તે પાન મસાલા બ્રાન્ડની જાહેરાત માટે ટ્રોલ થઇ રહ્યો છે. તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ સરકાર વારી પાતા આ દિવસોમાં સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 120 કરોડનું કલેક્શન કર્યું છે. મહેશ બાબુ પોતાની ફિલ્મની સàª
મહેશ બાબુએ તાજેતરના બોલિવૂડને લઈને આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરી દીધી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા યુઝર્સનો ગુસ્સો શમ્યો નથી. હવે તે પાન મસાલા બ્રાન્ડની જાહેરાત માટે ટ્રોલ થઇ રહ્યો છે.
તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ સરકાર વારી પાતા આ દિવસોમાં સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 120 કરોડનું કલેક્શન કર્યું છે. મહેશ બાબુ પોતાની ફિલ્મની સાથે સાથે પોતાના નિવેદનને લઈને પણ ચર્ચામાં છે. હિન્દી ફિલ્મો કરવા અંગેના સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે બોલિવૂડ તેને એફર્ડ કરી શકે તેમ નથી, તેથી તે અહીં સમય બગાડવા માંગતો નથી. તેમના આ નિવેદનને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યું. હવે તે પાન મસાલા બ્રાન્ડની જાહેરાત માટે પણ સોશિયલ મીડિયાના નિશાના પર આવી ગયો છે.
જૂની જાહેરાતથી નિશાન પર
મહેશ બાબુએ ગયા વર્ષે ટાઇગર શ્રોફ સાથે પાન મસાલા બ્રાન્ડની એક એડ કરી હતી. હવે યુઝર્સે તેમની આ જાહેરાત શોધી કાઢી અને બોલિવૂડ પર તેના તાજેતરના નિવેદન સાથે તેને જોડી રહ્યાં છે.
યુઝર્સની ટિપ્પણીઓ
મહેશ બાબુને ટેગ કરતાં એક યુઝરે લખ્યું કે, 'બોલીવુડ તમને પોસાય તેમ નથી પણ પાન મસાલાની બ્રાન્ડ પોસાઇ શકે છે.'એક યુઝરે કહ્યું, 'મને લાગે છે કે મહેશ બાબુ જેવી સેલિબ્રિટીને પાન મસાલા જેવાં ઉત્પાદનો વેચવાની છૂટ છે જ્યારે અન્ય લોકો આવું કરે તો તેમનો વિરોધ થાય છે. સરસ બેવડું ધોરણ છે.' એક યુઝરે લખ્યું, 'મહેશ બાબુએ કહ્યું, બોલિવૂડ મને પોસાય તેમ નથી પરંતુ પાન મસાલા બ્રાન્ડ કરી શકે છે તે પાન બહારનું સમર્થન કરે છે અને બોલિવૂડના ટાઈગર શ્રોફની બરાબરી કરે છે. તેમાં કંઈ ખોટું નથી.
Advertisement
Advertisement
મહેશ બાબુએ શું કહ્યું હતું
મહેશ બાબુ તેની હોમ પ્રોડક્શન ફિલ્મ 'મેજર'ની પ્રેસ કોન્ફરન્સમાં તેમને બોલિવૂડમાં કામ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'મને લાગે છે કે બોલિવૂડ મને એફર્ડ નહીં કરી શકે. હું એવા ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતો નથી જે મને એફર્ડ કરે તેમ નથી. મને દક્ષિણમાં જ ઘણો પ્રેમ મળ્યો છે. આ કારણે મેં ક્યારેય આ ઈન્ડસ્ટ્રી છોડવાનું વિચાર્યું નથી.
Advertisement