Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સપનાનું ઘર બચાવવા ખેડૂતે બે માળનું ઘર ખસેડ્યું, જુઓ વીડિયો

પંજાબના (Punjab) સંગરૂર (Sangrur) જિલ્લામાં રહેતા ખેડૂત સુખવિંદરસિંહ સુખી હાલ ચર્ચામાં છે. તેમણે પોતાના ખેતરમાં બનાવેલું સપનાનું ઘર બચાવવા માટે દેશી જુગાડ અપનાવી પોતાના બે માળના મકાનને તેના મૂળ સ્થાનેથી 500 મીટર ખસેડવાની નેમ લીધી છે અને તેમાં તેમને અડધી સફળતા મળી ચુકી છે. સુખવિંદરસિંહે 2 મહિનાની મહેનત બાદ ઘરને 250 મીટર ખસેડી દીધું છે હજુ 250 મીટર ખસેડવાનું બાકી છે.વાસ્તવમાં તેમના આ ઘર શિફ્ટ કરàª
સપનાનું ઘર બચાવવા ખેડૂતે બે માળનું ઘર ખસેડ્યું  જુઓ વીડિયો
પંજાબના (Punjab) સંગરૂર (Sangrur) જિલ્લામાં રહેતા ખેડૂત સુખવિંદરસિંહ સુખી હાલ ચર્ચામાં છે. તેમણે પોતાના ખેતરમાં બનાવેલું સપનાનું ઘર બચાવવા માટે દેશી જુગાડ અપનાવી પોતાના બે માળના મકાનને તેના મૂળ સ્થાનેથી 500 મીટર ખસેડવાની નેમ લીધી છે અને તેમાં તેમને અડધી સફળતા મળી ચુકી છે. સુખવિંદરસિંહે 2 મહિનાની મહેનત બાદ ઘરને 250 મીટર ખસેડી દીધું છે હજુ 250 મીટર ખસેડવાનું બાકી છે.
વાસ્તવમાં તેમના આ ઘર શિફ્ટ કરવાનું કારણ છે તેમના ગામ રોશનવાલા પાસેથી ભારત માલા પ્રોજેક્ટ (Bharat Mala Project) હેઠળ દિલ્હી-કટારા-જમ્મુ એક્સપ્રેસ વે (Delhi-Katara-Jammu Expressway) પસાર થઈ રહ્યો છે. જે માટે ખેડુતોની (Farmer) જમીન સંપાદિત કરવામાં આવી છે. સુખવિંદરસિંહની અઢી એકર જમીન એક્સપ્રેસ-વે હેઠળ આવી ગઈ. તમને વળતર આપવાની ઓફર થઈ હતી પણ મકાન તુટવા નહી દેવાની તેમની ઈચ્છા હતી. તેમણે પોતાના ખેતરમાં ઘઉં અને ધાન્યના બીજ તૈયાર કરવા માટે નાની ફેક્ટરી બનાવી હતી અને સાથે બે માળનું આલિશાન ઘર પણ બનાવ્યું હતું. તેમણે અહીંથી તેમની ફેક્ટરી તો હટાવી લીધી પરંતુ ઘર ત્યાંથી હટાવવાના પક્ષમાં તેઓ નહોતા.
તેમણે આ ઘર સવા કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું હતું. જે વર્ષ 2019માં બનીને તૈયાર થઈ ગયું હતું. તેઓ પોતાના ભાઈ સાથે આ ઘરમાં રહેતા હતા. પરંતુ ઘર સરકારી યોજના વચ્ચે આવી જતાં જો હવે ફરી ઘર બનાવે તો ઘણો ખર્ચ થાય અને સમય પણ બર્બાદ થાય. એવામાં તેમણે વિચાર્યું કે જ્યારે લિફ્ટિંગ ટેક્નોલોજીથી (Lifting Technology) ઘરને શિફ્ટ કરી શકીએ છીએ તો તેમણે આ સંબંધિત લોકોનો સંપર્ક કર્યો અને કામ શરૂ કરાવ્યું. કારીગરોએ 2 મહિનામાં ઘરને સખ્ત મહેનત અને દેશી જુગાડથી કોઈ પણ નુંકસાન વિના 250 ફુટતી વધારે શિફ્ટ કરી દીધું છે. હજુ તેને વધુ 250 ફુટ શિફ્ટ કરવાનું છે. બાદમાં તેને આશરે 60 ફુટ નજીક ટર્ન આપવામાં આવશે. આ કામમાં 40 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.
Advertisement

Tags :
Advertisement

.