Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP સમર્થક મતદારોને TMC ધારાસભ્યની ધમકી - વોટ આપવા ન આવતા નહીં તો...

બીજેપી બંગાળના સહ પ્રભારી અમિત માલવિયાએ TMC ધારાસભ્ય નરેન ચક્રવર્તીનો ભગવા પાર્ટીના મતદારોને ધમકાવતો વિડીયો શેર કર્યો છે. ચૂંટણી પંચને વિડીયો જોવાનું કહેતા માલવિયાએ બંગાળના CM અને TMCના વડા મમતા બેનર્જીની પણ ટીકા કરી છે અને તેમના પર આવા ધારાસભ્યોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે.વિડીયોમાં નરેન ચક્રવર્તી BJP સમર્થકોને વોટ ન આપવાનું કહે છે, નહીં તો ચૂંટણી પછી તેમને ખતમ કરી દેવામાં આવશ
bjp સમર્થક મતદારોને tmc ધારાસભ્યની ધમકી   વોટ આપવા ન આવતા નહીં તો
બીજેપી બંગાળના સહ પ્રભારી અમિત માલવિયાએ TMC ધારાસભ્ય નરેન ચક્રવર્તીનો ભગવા પાર્ટીના મતદારોને ધમકાવતો વિડીયો શેર કર્યો છે. ચૂંટણી પંચને વિડીયો જોવાનું કહેતા માલવિયાએ બંગાળના CM અને TMCના વડા મમતા બેનર્જીની પણ ટીકા કરી છે અને તેમના પર આવા ધારાસભ્યોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે.
વિડીયોમાં નરેન ચક્રવર્તી BJP સમર્થકોને વોટ ન આપવાનું કહે છે, નહીં તો ચૂંટણી પછી તેમને ખતમ કરી દેવામાં આવશે અને કહ્યું કે જો તેમણે વોટ નહીં આપ્યો તો તેઓ રાજ્યમાં રહીને નોકરી કે બિઝનેસ કરી શકશે અને TMC તેમને સમર્થન કરશે. આ વિડીયો શેર કરતા અમિત માલવિયાએ કહ્યું કે, 'TMCના પાંડવેશ્વર ધારાસભ્ય નરેન ચક્રવર્તી ખુલ્લેઆમ ભાજપના મતદારો અને સમર્થકોને ધમકી આપે છે કે તેઓ બહાર ન આવે અને મતદાન ન કરે નહીં તો પરિણામ ભોગવવા પડશે. આવા ગુનેદારો જેલના સળિયા પાછળ હોવા જોઇએ પરંતુ બંગાળમાં મમતા બેનર્જી તેમને રક્ષણ આપે છે. ચૂંટણી પંચે તેની તપાસ કરવી જોઇએ.' પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે, 'નરેન ચક્રવર્તીને CISF દ્વારા કોલકતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા.' 
Advertisement

આસનસોલ લોકસભા સીટની સાથે ચાર વિધાનસભા સીટોની પેટાચૂંટણી 12 એપ્રિલે યોજાશે. આસનસોલ બેઠક વર્તમાન સાંસદ બાબુલ સુપ્રિયોએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ભાજપ સાથે મતભેદો દર્શાવીને લોકસભામાંથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડી હતી. બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા હતા. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં બાલીગંજ વિધાનસભા બેઠક વિધાનસભ્ય સુબ્રત મુખર્જી (પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી) નું ગયા વર્ષે 4 નવેમ્બરે ટૂંકી માંદગી બાદ અવસાન થતા ખાલી પડી હતી.
Tags :
Advertisement

.