Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પશ્ચિમ બંગાળમાં TMC નેતાની ગોળી મારી કરી હત્યા, અન્ય બે લોકો પણ માર્યા ગયા

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા સ્વપન માઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના દક્ષિણ 24 પરગણાની જણાવવામાં આવી રહી છે. ગુનેગારોએ TMC નેતા સાથે અન્ય બે લોકોને પણ ગોળી મારી હતી. આ ઘટના આજે સવારની કહેવાય છે.મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આજે સવારે TMC નેતા સ્વપન માઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેની સા
પશ્ચિમ બંગાળમાં tmc નેતાની ગોળી મારી કરી હત્યા  અન્ય બે લોકો પણ માર્યા ગયા
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા સ્વપન માઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના દક્ષિણ 24 પરગણાની જણાવવામાં આવી રહી છે. ગુનેગારોએ TMC નેતા સાથે અન્ય બે લોકોને પણ ગોળી મારી હતી. આ ઘટના આજે સવારની કહેવાય છે.
મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આજે સવારે TMC નેતા સ્વપન માઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેની સાથે અન્ય બે લોકોને પણ ગોળી મારવામાં આવી હતી, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ટ્રિપલ મર્ડર આજે સવારે ત્યારે થયું જ્યારે TMC નેતા તેના બે સાથીઓ સાથે બાઇક પર ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ મોટરસાઇકલ રોકીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને ત્યાથી નાસી છૂટ્યા હતા. ગોળી વાગવાથી TMC નેતા અને તેના બે સાથીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી કારતુસ અને બોમ્બ મળી આવ્યા હોવાના અહેવાલ પણ મળી આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.