Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પાનના ગલ્લાવાળાએ સુરતથી ભરૂચ આવી નદીમાં લગાવી મોતની છલાંગ..

ભરૂચ અંકલેશ્વરને જોડતો નવનિર્માણ પામેલો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ સંખ્યાબંધ લોકોએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી છે. ગત મોડી રાત્રે વ્યાજખોરોના ત્રાસથી પાનના ગલ્લાવાળાએ સુરતથી ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પરથી મોતની છલાંગ લગાવ્યા બાદ નર્મદા નદીના ૮ કિલોમીટરના પટમાં પાણીમાં જીવન મરણ વચ્ચે જંગ ખેલીયા બાદ અંકલેશ્વરના ખાલપિયા નજીક બુલેટ ટ્રેનની ચાàª
વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પાનના ગલ્લાવાળાએ સુરતથી ભરૂચ આવી નદીમાં લગાવી મોતની છલાંગ
ભરૂચ અંકલેશ્વરને જોડતો નવનિર્માણ પામેલો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ સંખ્યાબંધ લોકોએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી છે. ગત મોડી રાત્રે વ્યાજખોરોના ત્રાસથી પાનના ગલ્લાવાળાએ સુરતથી ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પરથી મોતની છલાંગ લગાવ્યા બાદ નર્મદા નદીના ૮ કિલોમીટરના પટમાં પાણીમાં જીવન મરણ વચ્ચે જંગ ખેલીયા બાદ અંકલેશ્વરના ખાલપિયા નજીક બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી નજીક મજૂરોએ તેને બચાવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
બનાવની મળતી માહિતી અનુસાર સુરતની શિવ બંગલોમાં રહેતા અને પાન મસાલાનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અલ્પેશભાઈ કથરોટીયાને માથે દેવું થઈ જતા અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જીવા દોરી ટૂંકાવાનું નક્કી કર્યું હોય તેમ સુરતથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર આવી મોડી રાત્રે નદીમાં મોતની છલાંગ લગાવી હતી.  નદીના પાણીમાં તેઓ તળ -ફળિયા મારતા મારતા છેક અંકલેશ્વરના ખાલપિયા ગામ સુધી પહોંચ્યા હતા જ્યાં બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી ચાલી રહી હતી અને તે બ્રિજની લોખંડની એંગલ પકડી રાખી બચાવો બચાવોની બૂમાબૂમ કરી મુકતા મોડી રાત્રે કામ કરી રહેલા મજૂરો દોડી આવ્યા હતા અને મજૂરોએ નદીના પાણીમાં એંગલ સાથે ટિંગાયેલા વ્યક્તિને બચાવવાના પ્રયાસો કર્યા હતા. લોખંડની પ્લેટને ક્રેનની મદદથી ઉઠાવી અલ્પેશભાઈને મોડી રાત્રે લાઈટના ટોચના અજવાળે બચાવી લીધા હતા.
સમગ્ર ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા તેઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા અને નદીના વહેણમાં મોતની છલાંગ લગાવનાર ઇજાગ્રસ્ત અલ્પેશભાઈ કથરોટીયાની પૂછપરછ કરી તેઓને દેવું વધી જવાના કારણે તેમજ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાની બાઈક ઉપર સુરતથી ભરુચ આવી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાનું જણાવતા સાથે તેઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી જીવા દોરી ટૂંકાવનાર અલ્પેશભાઈ કથરોટીયાનો કલાકો બાદ જીવ બચ્યો હતો કહેવાય છેને કે જેટલું જીવન લખ્યું છે તેટલું જીવવું જ પડે આ યુક્તિ અહીંયા સાર્થક થઈ રહી છે કલાકો સુધી નર્મદા નદીના વહેણમાં જીવન મરણ વચ્ચે રહેલા અલ્પેશભાઈ કથરોટિયાનો આખરે જીવ બચ્યો છે ભરૂચમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા છે.
નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવનાર સુરતના રહેવાસી છે અને તેઓ પાનનો ગલ્લો ચલાવે છે અને તેઓને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે અને તેઓને દેવું વધી જવાના કારણે વ્યાજખોરોના ત્રાસથી જીવા દોરી ટુંકાવા માટે સુરતથી ભરુચના નર્મદા મૈયા બ્રિજ ઉપર આવ્યા હતા અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી પરંતુ કહેવાય છે ને તે કુદરતી જેટલું જીવન લખ્યું છે તેટલું જીવન જીવવું જ પડે તેમનો બચાવ થયો છે અને ત્રણ સંતાનના પિતા હેમખેમ બહાર આવતા તેમના સંતાનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી તેમ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.