Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબહેનની હાજરીમાં ભૂજમાં યોજાઇ ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા બાઇક રેલી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાનને લઈને ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતમાં તિરંગા રેલી યોજાઈ રહી છે. ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે 12 ઓગસ્ટના સવારે 12:00 કલાકે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીના  પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું  સ્વાગત કરવામાં આવ્યુ હતુંબાઈક રેલીનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય,
10:27 AM Aug 12, 2022 IST | Vipul Pandya
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાનને લઈને ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતમાં તિરંગા રેલી યોજાઈ રહી છે. ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે 12 ઓગસ્ટના સવારે 12:00 કલાકે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીના  પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું  સ્વાગત કરવામાં આવ્યુ હતું
બાઈક રેલીનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીર,ઉધોગપતિ બાબુભાઇ હૂંબલ, ધારાશાસ્ત્રી કલ્પેશ ગોસ્વામી, રાજકોટ નાગરિક બેંકના દિલીપભાઈ ત્રિવેદી, શંકરભાઈ સચદે, કૉંગ્રેસના પી.સી.ગઢવી, તેમજ ભુજ શહેર ભાજપ,ક્ચ્છ ભાજપ મહિલા પાંખ, સામાજીક સંસ્થાના મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે ઘર ઘર તિરંગા રેલીનું સમગ્ર ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે ધન્યવાદને પાત્ર છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા પોતાની દેશ સેવા સાચા અર્થમાં નિભાવી છે.
ધારાસભ્ય વાસણભાઇ આહિરે શુભકામના પાઠવી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા અને તમામે શુભકામનાઓ પાઠવી હતી.  સાથે જ ઉધોગપતિ બાબુભાઇ હૂંબલએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની કામગીરીને બિરદાવી હતી.
આ રેલીના પ્રારંભે કચ્છના ધારાસભ્યો જિલ્લા પંચાયતના સદસ્યો ,ભાજપના ભરતભાઇ રાણા,રમેશભાઇ કારા,ભરત સંઘવી,ડો.રાજકિરણ ટીફૂ,બાલકૃષ્ણભાઈ મોતા, ભાજપના અસ્મિતાબેન રાજગોર, જાગૃતિબેન શાહ, હેતલબેન મહેતા, આશીકાબેન ભટ્ટ, હર્ષલબેન ગોર, રચનાબેન શાહ, પલ્લવીબેન, કાર્યપાલક ઈજનેર આર. જે. મકવાણા, કૉંગ્રેસના રામદેવસિંહ જાડેજા,  વકીલો, વેપારીઓ, ઉધોગપતિઓ, તેમજ ચાણક્ય ફિજીયોથેરાપી કોલેજ, વિદ્યાર્થીઓ,શિક્ષકો સામાજિક આગેવાનો પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
બાઇક રેલીમાં જોડાનાર તમામને તિરંગા અને બેઝ આપવામાં આવ્યા હતા. ચાણક્ય ફિજીયોથેરાપી કોલેજના વિધાર્થીઓ તેમજ કચ્છના ખૂણે ખૂણેથી આવેલા લોકો રેલીમાં જોડાયા હતા. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ચેરમેન જસમીનભાઈ પટેલ,એડિટર વિવેકકુમાર ભટ્ટના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ભુજ શહેરના જયુબેલી ગ્રાઉન્ડથી તિરંગા બાઇક રેલીનો  પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તિરંગા બાઈક રેલીમાં જીપ,તમામ બાઇક પર લોકોએ તિરંગા લહેરાવ્યાં હતા, સાથે જ રસ્તા પર આવતા તમામ લોકોને તિરંગાનું વિતરણ કરાયું હતું. આ યાત્રા  ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ,વી.ડી.માર્ગ, રાજન શોરૂમ માર્ગ જુના બસ સ્ટેશન માર્ગ ,થઈને,ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ નજીક આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચી હતી જ્યાં  તિરંગા રેલીનું ભાજપના આગેવાનો,સામાજિક સંસ્થાના આગેવાનો  તેમજ ટિમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ,ઉપસ્થિત સૌ  કોઇએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રેલીની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ સમગ્ર રેલીને સફળ બનાવવા કચ્છના સંવાદદાતા કૌશિક છાયા, રાજુભાઇ ચોથાણી પ્રશાંત અંજારીયા,કારુભા ગોહિલ, જયમીન વોરા,અયાજ સિદ્કી, મિત ગોહિલ, હિરેન ઠક્કર, નરેન્દ્ર વેકરિયા, સુનિલ વરસાનીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ધૈર્ય છાયાએ કર્યું હતું.
Tags :
AzadiKaAmritMahotsavbhujtirangayatraGujaratFirstharghartirangawithgujaratfirstHarghatirangatirangayatrawithgujratfirst
Next Article