ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ કામ કરવાથી વાળ ખરતા થઈ જશે બંધ, આ ભૂલ પડશે ભારે

1. 9 કલાકની ઊંઘસ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે પૂરતી માત્રામાં ઊંઘ ખૂબ જ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછી 7 કલાકની દૈનિક ઊંઘની જરૂર હોય છે. રાત્રે 7 થી 9 કલાક સુવાથી ગ્રોથ હોર્મોન્સને સેલના રિ-પ્રોડક્શનને વેગ આપવા માટે મદદ મળે છે. આમ કરવાથી વાળની તંદુરસ્તી વધશે.2. તણાવતણાવથી શરીર પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. અને સાથે વાળને પણ નુકસાન થાય છે. અતિશય તણાવના કારણે વાળ ખરવા લાગે છે
01:08 PM Apr 02, 2022 IST | Vipul Pandya

1. 9 કલાકની ઊંઘ

સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે પૂરતી માત્રામાં ઊંઘ ખૂબ જ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછી 7 કલાકની દૈનિક ઊંઘની જરૂર હોય છે. રાત્રે 7 થી 9 કલાક સુવાથી ગ્રોથ હોર્મોન્સને સેલના રિ-પ્રોડક્શનને વેગ આપવા માટે મદદ મળે છે. આમ કરવાથી વાળની તંદુરસ્તી વધશે.

2. તણાવ

તણાવથી શરીર પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. અને સાથે વાળને પણ નુકસાન થાય છે. અતિશય તણાવના કારણે વાળ ખરવા લાગે છે અને તે વાળના ગ્રોવિંગ ફેસને અસર પહોંચાડે છે. જેથી તણાવ ઘટાડવા નિયમિત કસરત, યોગા, ધ્યાન, કાઉન્સિલિંગ, સંગીત અને પૂરતી ઊંઘ લેવી.

3. વાળમાં હળવે બ્રશ ફેરવો

વાળ ઓળતી વખતે બ્રશ હળવે ફેરવવું જોઈએ. વાળને વારંવાર ખેંચવા નહીં. વાળ સાથે રમવાથી વાળને નુકસાન થઈ શકે છે. વાળ સાથે હળવા રહેવાથી તમારા વાળને ઝડપી વૃદ્ધિ પામે છે. ચુસ્ત હેરસ્ટાઇલ, વાળને સીધા કરવા માટે ઉપયોગમાં લેવાતા મશીન તેમજ રસાયણો અને હેર બ્લીચિંગથી દુર રહેવું.

4. હેડ મસાજ

સ્કેલ્પમાં મસાજ કરવાથી વાળ મજબૂત બને છે. માથામાં ઓછામાં ઓછા 5 મિનિટની સ્કેલ્પ મસાજ કરવાથી વાળ જાડા અને વધુ તંદુરસ્ત બને છે. હેડ મસાજના કારણે વાળ ખરવાનું પ્રમાણ પણ ઘટે છે અને વાળની વૃદ્ધિ થાય છે.

5. ધૂમ્રપાનથી દૂર રહો

ધુમ્રપાનના કારણે વાળ ખરવા સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ધૂમ્રપાન કરવાથી વાળના ફોલિકલ્સને ખૂબ નુકસાન થાય છે અને તેના પરિણામે હેર સાયકલ અસંતુલિત થાય છે અને વાળના ગ્રોથને અસર થાય છે.

આ સાથે વાળના વિકાસ અને વાળના પોષણમાં આહાર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. 

Tags :
BeautyGujaratFirsthairHealthCareHealthTips
Next Article