Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ કામ કરવાથી વાળ ખરતા થઈ જશે બંધ, આ ભૂલ પડશે ભારે

1. 9 કલાકની ઊંઘસ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે પૂરતી માત્રામાં ઊંઘ ખૂબ જ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછી 7 કલાકની દૈનિક ઊંઘની જરૂર હોય છે. રાત્રે 7 થી 9 કલાક સુવાથી ગ્રોથ હોર્મોન્સને સેલના રિ-પ્રોડક્શનને વેગ આપવા માટે મદદ મળે છે. આમ કરવાથી વાળની તંદુરસ્તી વધશે.2. તણાવતણાવથી શરીર પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. અને સાથે વાળને પણ નુકસાન થાય છે. અતિશય તણાવના કારણે વાળ ખરવા લાગે છે
આ કામ કરવાથી વાળ ખરતા થઈ જશે બંધ  આ ભૂલ પડશે ભારે

1. 9 કલાકની ઊંઘ

Advertisement

સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે પૂરતી માત્રામાં ઊંઘ ખૂબ જ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછી 7 કલાકની દૈનિક ઊંઘની જરૂર હોય છે. રાત્રે 7 થી 9 કલાક સુવાથી ગ્રોથ હોર્મોન્સને સેલના રિ-પ્રોડક્શનને વેગ આપવા માટે મદદ મળે છે. આમ કરવાથી વાળની તંદુરસ્તી વધશે.

2. તણાવ

તણાવથી શરીર પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. અને સાથે વાળને પણ નુકસાન થાય છે. અતિશય તણાવના કારણે વાળ ખરવા લાગે છે અને તે વાળના ગ્રોવિંગ ફેસને અસર પહોંચાડે છે. જેથી તણાવ ઘટાડવા નિયમિત કસરત, યોગા, ધ્યાન, કાઉન્સિલિંગ, સંગીત અને પૂરતી ઊંઘ લેવી.

Advertisement

3. વાળમાં હળવે બ્રશ ફેરવો

Advertisement

વાળ ઓળતી વખતે બ્રશ હળવે ફેરવવું જોઈએ. વાળને વારંવાર ખેંચવા નહીં. વાળ સાથે રમવાથી વાળને નુકસાન થઈ શકે છે. વાળ સાથે હળવા રહેવાથી તમારા વાળને ઝડપી વૃદ્ધિ પામે છે. ચુસ્ત હેરસ્ટાઇલ, વાળને સીધા કરવા માટે ઉપયોગમાં લેવાતા મશીન તેમજ રસાયણો અને હેર બ્લીચિંગથી દુર રહેવું.

4. હેડ મસાજ

સ્કેલ્પમાં મસાજ કરવાથી વાળ મજબૂત બને છે. માથામાં ઓછામાં ઓછા 5 મિનિટની સ્કેલ્પ મસાજ કરવાથી વાળ જાડા અને વધુ તંદુરસ્ત બને છે. હેડ મસાજના કારણે વાળ ખરવાનું પ્રમાણ પણ ઘટે છે અને વાળની વૃદ્ધિ થાય છે.

5. ધૂમ્રપાનથી દૂર રહો

ધુમ્રપાનના કારણે વાળ ખરવા સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ધૂમ્રપાન કરવાથી વાળના ફોલિકલ્સને ખૂબ નુકસાન થાય છે અને તેના પરિણામે હેર સાયકલ અસંતુલિત થાય છે અને વાળના ગ્રોથને અસર થાય છે.

આ સાથે વાળના વિકાસ અને વાળના પોષણમાં આહાર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

  • આહારમાં યોગ્ય ફળો, શાકભાજી અને ધાન, ઓછા પ્રોટીનનું સેવન કરવાથી વાળનો વિકાસ વધુ સારી રીતે થવાની સંભાવના છે. 
  • પુરુષોમાં આ વાત વધુ અસરકારક બને છે. ખાસ કરીને અમુક વિટામિન્સ વાળના તંદુરસ્ત વિકાસ સાથે સંબંધિત છે. 
  • વાળને તંદુરસ્ત બનાવવા કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, આયર્ન ફોર્ટિફાઇડ અનાજ વગેરે ઉંચા આયર્નવાળા ખોરાક તેમજ માંસ, ઇંડા અને માછલી જેવા પ્રોટીનયુક્ત આહાર લેવા જોઈએ...
Tags :
Advertisement

.