Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે યાજોયો તિનકા-તિનકા એવોર્ડ, કેદીઓને તેમણે બનાવેલી કૃતિઓ માટે કરાયા સન્માનિત

કૈદીઓને કરાયા સન્માનિત અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તિનકા તિનકા એવોર્ડ્સ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરની અલગ અલગ જેલોમાં બંધ કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજ વસ્તુઓ અથવા તો કળા કૃતિઓ બાબતે તેઓને એવોર્ડ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આઠમીવાર યોજાયો એવોર્ડ તિનકા તિનકા બંદીની એવોર્ડ્સ 2015થી શરૂ કરવામાં આવ્યો છે અને આજે આઠમી વાર એવોર્ડ કાર્યક્રમ
સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે યાજોયો તિનકા તિનકા એવોર્ડ  કેદીઓને તેમણે બનાવેલી કૃતિઓ માટે કરાયા સન્માનિત
કૈદીઓને કરાયા સન્માનિત 
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તિનકા તિનકા એવોર્ડ્સ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરની અલગ અલગ જેલોમાં બંધ કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજ વસ્તુઓ અથવા તો કળા કૃતિઓ બાબતે તેઓને એવોર્ડ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 
આઠમીવાર યોજાયો એવોર્ડ 
તિનકા તિનકા બંદીની એવોર્ડ્સ 2015થી શરૂ કરવામાં આવ્યો છે અને આજે આઠમી વાર એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. કેદીઓના જીવનમાં સુધારા આવે અને તેઓ પોતાની અંદર રહેલી કળા થકી સારા જીવન તરફ આગળ વધે તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. 
110 જેટલા કૈદીઓને કરાયા સન્માનિત 
તિનકા તિનકા ફાઉન્ડેશન દ્વારા રેડિયો ઇન જેલ, ટેલીફોન ઇન જેલ જેવા ઇનીશિયેટિવ લેવામાં આવ્યા અને 110 કરતાં વધુ કેદીઓ અને 35 જેટલા જેલ સ્ટાફને એવોર્ડ આપી સન્માનિત કરાયા. આજે યોજાયેલા એવોર્ડ કાર્યક્રમમાં સાબરમતી જેલના ત્રણ કેદીઓને અલગ અલગ કળા બાબતે એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા, જેમાં એક કેદીને રેડિયો જોકીનો એવોર્ડ મળ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.