ટીના અંબાણીએ શેર કર્યા દીકરાના લગ્નનો ફોટો આલ્બમ
અનિલ અંબાણી અને ટીના અંબાણીના દીકરા અનમોલના લગ્ન બિઝનેસ વુમન ક્રિશા શાહ સાથે 20 ફેબ્રુઆરીએ થયાં હતાં. સોશિયલ મીડિયા પર અનમોલ અને ક્રિશાના લગ્નના ઘણાં ફોટો વાયરલ થયાં હતા.હવે ટીના અંબાણીએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ઉજવણીની ઘણી પોસ્ટ અને ફોટા પણ શેર કર્યા છે. ફરી એકવાર તેણે તેના પુત્ર અનમોલ અને પુત્રવધૂ ક્રિશા પર પ્રેમ વરસાવ્યો હતો. આ ફોટોઝની ખાસ વાત એ છે કે આ વેડિંગ આલ્બમમાં આખો બચ્ચન
08:49 AM Mar 12, 2022 IST
|
Vipul Pandya
અનિલ અંબાણી અને ટીના અંબાણીના દીકરા અનમોલના લગ્ન બિઝનેસ વુમન ક્રિશા શાહ સાથે 20 ફેબ્રુઆરીએ થયાં હતાં. સોશિયલ મીડિયા પર અનમોલ અને ક્રિશાના લગ્નના ઘણાં ફોટો વાયરલ થયાં હતા.હવે ટીના અંબાણીએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ઉજવણીની ઘણી પોસ્ટ અને ફોટા પણ શેર કર્યા છે. ફરી એકવાર તેણે તેના પુત્ર અનમોલ અને પુત્રવધૂ ક્રિશા પર પ્રેમ વરસાવ્યો હતો. આ ફોટોઝની ખાસ વાત એ છે કે આ વેડિંગ આલ્બમમાં આખો બચ્ચન પરિવાર પણ અંબાણી પરિવારની સાથે જોવા મળી રહ્યો છે.
ઈશા અંબાણી, અનમોલ અને ક્રિશાનો ફેરાં
ફોટામાં નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી, અનમોલ અને ક્રિશાનો ફેરાં પણ જોવાં મળી રહ્યાં છે. ઈશા સિલ્વર લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
સાથે જ આ ફોટામાં અનમોલ અને ક્રિશા એકબીજાની સામે જોઇ રહ્યાં હોય તેવો પોઝ છે. કેટલાક ફોટા લગ્ન ફેરાં સમયના છે. જેમાં ટીના અંબાણી અને અનિલ અંબાણી તેમના પુત્ર અને પુત્રવધૂ ક્રિશા પર ફૂલોની વર્ષા કરતા જોવા મળ્યા હતા.
હવન કુંડ પાસે ઉભો રહીને આખો બચ્ચન પરિવાર અનમોલ અને ક્રિશા સાથે ફોટો ક્લિક કરતો પણ જોવા મળ્યો હતો. ફોટો શેર કરતા ટીના અંબાણીએ પોસ્ટમાં લખ્યું,"અનમોલ અને ક્રિશાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. મિત્રો અને પરિવારજનોની પ્રાર્થનાથી બંને ખુશ છે.
ક્રિશા મુંબઈ સ્થિત બિઝનેસવુમન
ટીના અંબાણીએ ઇન્સ્ટગ્રામ પર અનમોલના લગ્નનું આલ્બમ શેર કર્યું જેમાં ઘણાં ફોટા પર ટીના અંબાણીએ રેડ હાર્ટ ઈમોજીસ પણ બનાવ્યા છે. ટીના અંબાણીની વહુની વાત કરીએ તો તે વ્યવસાયે મુંબઈ સ્થિત બિઝનેસવુમન છે. તે અંબાણી પરિવારમાં સૌથી નાની છે. તેને એક મોટો ભાઈ અને એક બહેન છે. ક્રિશાની માતા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. લગભગ છ મહિના પહેલા ક્રિશાએ તેના પિતા નિકુંજ શાહને ગુમાવ્યાં હતા.. ક્રિશા શાહ તેનો ભાઈ મિશાલ કંપની 'સિસ્કો'ની કો-ફાઉન્ડર પણ છે. તે એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે.
મેરિડ કપલની સ્ટાઇલ
મેરિડ કપલના સ્ટાઇલ વિશે વાત કરીએ તો લગ્નમાં ક્રિશાએ લાલ રંગનો હેવી વર્ક લેહેંગો પહેર્યો હતો સોથે જ કુંદન જ્વેલરી અને હાથમાં બંગડીઓ અને કલીરો પણ પહેર્યા હતા તે લગ્નમાં અનમોલ અંબાણીએ સફેદ શેરવાની અને માથા પર ગુલાબી પાઘડી પહેરી હતી. અનમોલ અને ક્રિશાના લગ્નમાં જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચનઅભિષેક બચ્ચન, નવ્યા નવેલી નંદા, આરાધ્યા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને હાજરી આપી હતી.
Next Article