Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેપાળમાં તારા એર લાઇનનું જે પ્લેન ક્રેશ થયું તેની સમગ્ર ઘટનાની ટાઇમ લાઇન..

નેપાળમાં તારા એર લાઇનનું જે પ્લેન ક્રેશ થયું તેણે સવારે 9 વાગ્યેને 53 કલાકે જોમસોમ માટે ઉડાન ભરતી હતી. ઉડાન ભર્યાના 15 મિનિટમાં જ વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચાલો આપને જણાવીએ સમગ્ર ઘટનાની ટાઇમ લાઇન, અને સાથે એ પણ જોઇએ કે કેટલા વાગ્યે આ ઘટનામાં કઇ જાણકારી સામે આવી? સવારે 9.53  કલાકે પ્લેને પોખરાથી ઉડાન ભરી , તેને મુસ્તાંગના જોમસોમ એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું હતું.આ ફક્ત 25 મિનિ
નેપાળમાં તારા એર લાઇનનું જે પ્લેન ક્રેશ થયું તેની સમગ્ર ઘટનાની ટાઇમ લાઇન
નેપાળમાં તારા એર લાઇનનું જે પ્લેન ક્રેશ થયું તેણે સવારે 9 વાગ્યેને 53 કલાકે જોમસોમ માટે ઉડાન ભરતી હતી. ઉડાન ભર્યાના 15 મિનિટમાં જ વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચાલો આપને જણાવીએ સમગ્ર ઘટનાની ટાઇમ લાઇન, અને સાથે એ પણ જોઇએ કે કેટલા વાગ્યે આ ઘટનામાં કઇ જાણકારી સામે આવી? 
  • સવારે 9.53  કલાકે 
પ્લેને પોખરાથી ઉડાન ભરી , તેને મુસ્તાંગના જોમસોમ એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું હતું.આ ફક્ત 25 મિનિટની જ મુસાફરી હતી, 10.18 સુધીમાં પ્લેન જોમસોમ પહોંચી જવું જોઇતું હતું. પરંતુ ઉડાનના 15 મિનિટ બાદ એટીસીનો સંપર્ક તૂટી ગયો 
  • સવારે 10.55 કલાકે 
નેપાળમાં તારા એરલાઇનનું પ્લેન લાપતા થયાની ખબર આવી..શરૂઆતી તબક્કામાં પ્લેનમાં 19 લોકો સવાર હોવાનું કહેવામાં આવ્યું. દરમ્યાન સમય વીતતો ગયો પરંતુ પ્લેનની કોઇ ભાળ ન મળી 
  • સવારે 11.20 કલાકે 
 પ્લેનમાં એર ક્રૂ સહિત કુલ 22 લોકો સવાર હોવાની જાણકારી સામે આવી.એટીસીએ જણાવ્યું કે પ્લેન સાથે અચાનક સંપર્ક તૂટી ગયો હતો 
  •  સવારે 11.25 કલાકે 
 એટીસી તરફથી કહેવામાં આવ્યું કે વિમાન અંગે ભાળ મેળવવા માટે ફિસ્ટેલના હેલિકોપ્ટરને મોકલવામાં આવ્યું છે
Advertisement

  • સવારે 11.30 કલાકે 
 તારા એરનું નિવેદન સામે આવ્યું. જેમાં કહેવામાં આવ્યું કે પ્લેનમાં 13 નેપાળી, 4  ભારતીય , 2 જર્મનીના નાગરિક હતા 
  • સવારે 11.35 કલાકે 
 પ્લેનના પાયલટ કેપ્ટન પ્રભાકર પ્રસાદ ધિમિરે, કો-પાયલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મત થાપાનું નામ જણાવવામાં આવ્યું  
  • બપોરે 12 વાગ્યે 
 નેપાળ સરકારે સેનાને સર્ચ ઓપરેશનની જવાબદારી સોંપી. સેનાએ હેલિકોપ્ટરની મદદથી લાપતા પ્લેનની શોધ શરૂ કરી. મુસ્તાંગ વિસ્તારની પોલીસ અને નેપાળ પ્રહરીના જવાન સર્ચ ઓપરેશનમાં લાગ્યા. જો કે પ્લેનનું એકઝટ લોકેશન નહોતું મળી રહ્યું.
  • બપોરે 1.25 કલાકે 
 પ્લેન પહાડોમાં લાપતા થયું હોવાની ખબર સામે આવી. એર લાઇન તરફથી જણાવવામાં આવ્યું કે ઉડાન ભર્યાની માત્ર 15 મિનિટ બાદ પ્લેન સાથે સંપર્ક તૂટી ગયો. એવુ પણ જણાવવામાં આવ્યું કે પ્લેને પોખરાથી 10.15 કલાકે ઉડાન ભરી હતી 
  • બપોરે 1.30 કલાકે 
 એરલાઇને યાત્રીઓની સૂચિ બહાર પાડી, જેમાં સામે આવ્યું કે પ્લેનમાં ચાર ભારતીય હતા. જેમની ઓળખ અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી તરીકે થઇ. આ પરિવાર મુંબઇનો હતો. અને નેપાળ ફરવા માટે ગયો હતો. 
  •  બપોરે 1.35 કલાકે 
પ્લેનમાં કેપ્ટન બસંત લામા પણ પેસેન્જર તરીકે સવાર હતા. તેઓ વ્યવસાયે પાયલોટ છે, તેઓ એરલાઇનના આ જ પ્લેનને ઉડાવતા હતા. ચાર ફલાઇટ ઉડાવ્યા બાદ તેઓ થાકી ગયા હતા. અને તેમણે બીજા સાથીને પ્લેન હેન્ડ ઓવર કર્યુ અને રજાઓ મનાવવા માટે ટિકીટ લઇને જોમસોમ જઇ રહ્યા હતા. 
  • બપોરે 1.45 કલાકે 
નેપાળ સેનાએ દુર્ઘટના સ્થળ તરફ પગેચાલીને જ સફર કરી, ખરાબ હવામાન અને પહાડી વિસ્તારને કારણે સર્ચ ઓપરેશનમાં તકલીફ પડી 
  • બપોરે 3.30 કલાકે 
નેપાળ સેનાનું હેલિકોપ્ટર નાગરિક ઉડયન વિભાગના કર્મચારીઓને લઇને નરસંગ મઠ પાસે એક નદીના કિનારે ઉતર્યુ.. અહીં દુર્ઘટનાની સંભાવના હતી.. નેપાળ ટેલિકોમે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમના માધ્યમથી પ્લેનના પાયલટ પ્રભારકર ધિમિરેના સેલફોનને ટ્રેક કર્યો જે બાદ વિમાનના કાટમાળની ભાળ મળી..કેપ્ટન ધિમિરેનો ફોન રણકી રહ્યો હતો. 
  • સાંજે 4.00 કલાકે 
પ્લેન ક્રેશ થવાની ખબર સામે આવી.. રિપોર્ટસ અનુસાર મુસ્તાંગ વિસ્તારના કોબાન ગામમાં વિમાનનો કાટમાળ મળ્યો . 

  • સાંજે 6.00 કલાકે 
અંધકાર, ધુમ્મસ, હિમવર્ષાને કારણે સર્ચ ઓપરેશનં બંધ કરાયું 
Tags :
Advertisement

.