ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ટાઈમ મેગેઝિને વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં આપ્યું સ્થાન
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને એડવોકેટ કરુણા નંદીને સોમવારે ટાઈમ મેગેઝિનની 2022ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. અમેરિકાના પ્રતિષ્ઠિત 'ટાઈમ મેગેઝિને' ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વકીલ કરુણા નંદીને પોતાની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું છે. મેગેઝીને અદાણી વિશે લખ્યું છે કે, એક સમયે એક સેક્ટરથી બિઝનેસ શરૂ કરનારા ગૌતમ અદાણી આજે એરપોર્
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને એડવોકેટ કરુણા નંદીને સોમવારે ટાઈમ મેગેઝિનની 2022ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
અમેરિકાના પ્રતિષ્ઠિત 'ટાઈમ મેગેઝિને' ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વકીલ કરુણા નંદીને પોતાની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું છે. મેગેઝીને અદાણી વિશે લખ્યું છે કે, એક સમયે એક સેક્ટરથી બિઝનેસ શરૂ કરનારા ગૌતમ અદાણી આજે એરપોર્ટ, પોર્ટ, સોલાર અને થર્મલ એનર્જી સહિત અનેક બિઝનેસ કરી રહ્યા છે.
મેગેઝિને એમ પણ લખ્યું છે કે, ગૌતમ અદાણી વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતના દિગ્ગજ છે, પરંતુ તેઓ ચુપચાપ પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. ટાઈમ મેગેઝિને કરુણા નંદીને મહિલા અધિકારો માટે લડવૈયા ગણાવ્યા છે અને કહ્યું છે કે તે કોર્ટની અંદર અને બહાર બંને જગ્યાએ પોતાનો અવાજ મજબૂત રીતે પકડી રાખે છે.
કરુણા વિશે, મેગેઝિન કહે છે કે તેણીએ બળાત્કારના કાયદામાં સુધારાની હિમાયત કરી હતી અને કાર્યસ્થળ પર જાતીય સતામણીના કેસ લડ્યા હતા. ટાઇમ મેગેઝિને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલિન્સ્કી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સાલા વોન ડેર લેયેન, ટેનિસ ખેલાડી રાફેલ નડાલ, મીડિયા પર્સનાલિટી ઓપ્રાહ વિન્ફ્રે અને એપલના સીઇઓ ટિમ કૂકને પણ નિયુક્ત કર્યા છે.
યાદીમાં સૌથી નાની વ્યક્તિ એલીન ગુ છે, જેની ઉંમર 18 વર્ષ છે, જ્યારે સૌથી મોટી વ્યક્તિ ફેથ રિંગગોલ્ડ છે, જે 91 વર્ષની છે. મનોરંજન વિસ્તારથી જોડાયેલા પીટ ડેવિડસન, અમાન્ડા સેફ્રાઇડ, ઝેન્ડાયા, એડેલે, સિમુ લિયુ, મિલા કુનિસ, ઓપ્રાહ વિન્ફ્રે, અહમીર 'ક્વેસ્ટલોવ' થોમ્પસન, મેરી જે બ્લિજ, છે તો એથલીટ્સમાં નાથન ચેન, એલેક્સ મોર્ગન, એલીન ગુ, કેન્ડેસ પાર્કર, એલેક્સ મોર્ગન રૈપિનો અને રાફેલ નડાલનું નામ પણ સામેલ છે.
Advertisement