ટિકટોક સ્ટાર અને ભાજપનાં નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી અવસાન
ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સોનાલી ફોગાટનું અવસાન થયું છે. 42 વર્ષીય સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સોનાલી ફોગાટે 2019માં હરિયાણાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન, તે Tiktok પરના તેના વીડિયો માટે પણ ખૂબ જ લોકપ્રિય હતી.બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારે રાત્રે ગોવામાં હાર્ટ એટેકથà
06:20 AM Aug 23, 2022 IST
|
Vipul Pandya

ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સોનાલી ફોગાટનું અવસાન થયું છે. 42 વર્ષીય સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સોનાલી ફોગાટે 2019માં હરિયાણાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન, તે Tiktok પરના તેના વીડિયો માટે પણ ખૂબ જ લોકપ્રિય હતી.
બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારે રાત્રે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. જાણવા મળ્યા મુજબ તે બીજેપી નેતાઓ સાથે ગોવામાં હતી. મૃત્યુના થોડા સમય પહેલા સોનાલી ફોગાટે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેણે ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર પણ બદલ્યું હતું. સ્થાનિક વહીવટીતંત્ર તેમના મૃત્યુના કારણની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સોનાલી ફોગાટ રિયાલિટી શો બિગ બોસ-14નો ભાગ હતી. આ શો દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા. તેણે કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ પછી એક વ્યક્તિ તેના જીવનમાં મોટો બદલાવ લઈને આવ્યો હતો, પણ કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો ન હતો. જો કે, સોનાલીએ તે વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી.
સોનાલી ફોગાટે 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આદમપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. તેમને કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈએ હરાવ્યા હતા. હવે કુલદીપ બિશ્નોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે અને આ બેઠક પરથી તેમના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે. સોનાલી ફોગાટે પણ આ સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં પોતાનો દાવો કર્યો હતો.
Koo Appभाजपा की बेहद जुझारू महिला नेत्री श्रीमती सोनाली फोगाट जी के आकस्मिक निधन का दु:खद समाचार प्राप्त हुआ। यह परिवार एवं पार्टी के लिए असहनीय पीड़ा है। पार्टी से जुड़कर राष्ट्र की सेवा में आपके योगदान को सदैव स्मरण रखा जाएगा। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें एवं शोकाकुल परिजनों को दु:ख सहन करने की क्षमता प्रदान करें। #वाहेगुरुजी- SANDEEP SINGH (@flickersingh) 23 Aug 2022