ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નખત્રાણા લખપત ધોરીમાર્ગ પરના ઉગેડી ગામ નજીક અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા

આજે સવારે 11.30 વાગ્યાની આસપાસ માતાના મઢ તરફ જતી ઇકો કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈ (Accident) પડતા તેમાં સવાર ત્રણ વ્યક્તિનાં કરુણ મૃત્યુ (Death) નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.પોલીસ ઘટના સ્થળેઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ નખત્રાણા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે ભુજની (Bhuj) જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે નખત્રાણા પોàª
10:16 AM Feb 11, 2023 IST | Vipul Pandya
આજે સવારે 11.30 વાગ્યાની આસપાસ માતાના મઢ તરફ જતી ઇકો કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈ (Accident) પડતા તેમાં સવાર ત્રણ વ્યક્તિનાં કરુણ મૃત્યુ (Death) નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.
પોલીસ ઘટના સ્થળે
ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ નખત્રાણા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે ભુજની (Bhuj) જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે નખત્રાણા પોલીસ ઘટનાસ્થળે જવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સવારે 11.30 કલાકે અકસ્માત સર્જાયો
ભૂજ બાજુથી માતાના મઢ તરફ જઈ રહેલી ઇકો કાર આજે સવારે 11.30ના અરસામાં નખત્રાણા તાલુકાના ઉગેડી નજીક પુલ સાથે અથડાઈને અકસ્માતગ્રસ્ત (Accident) બની હતી. જેના પગલે કારમાં સવાર 7 લોકો પૈકી 2 વ્યક્તિના ઘટનાસ્થળે અને એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
જ્યારે ઘટનામાં ઘાયલ થયેલા 4થી 5 લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ નખત્રાણા અને ત્યારબાદમાં વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હતભાગીઓના મૃતદેહને નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
ભુજની પાલારા જેલના કર્મચારીઓ માતાના મઢ જઈ રહ્યાં હતા
ભુજના પાલારા જેલના કર્મચારીઓ માતાનામઢ દર્શન કરવા જતા હતા દરમિયાન નખત્રાણા (Nakhtrana) તાલુકાના ઉગેડી પાસે સામેથી આવતી ગાડી વાળાને બચાવા જતા રોડ પાસેના પુલ સાથે ભટકાતા અકસ્માત સર્જાતા સવિતાબેન બળદેવભાઈ પરમાર, ધનગૌરીબેન પરમાર અને ભરત પરમારના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવે અરેરાટી ફેલાવી દીધી  છે.
આ પણ વાંચો - ટ્રાન્સપોર્ટ હડતાળ સામે પોર્ટ પ્રશાસન ઉઘતુ ઝડપાયું, ઓપરેશનને અસરને પગલે હવે દોડધામ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccidentDeathGujaratFirstKutchUgediVillage
Next Article