કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાયના ત્રણ લૂક્સ આવ્યાં સામે, ડ્રેસ, મેકઅપ માટે થઇ ટ્રોલ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 હાલમાં પૂર બહારમાં ચાલુ છે. ત્યારે લોકોને મિસ વર્લ્ડ એશ્વર્યા રાય બચ્ચનના અલગ અંદાજની આતુરતા હતી. જોકે તેણે તેના ફેન્સને નિરાશ કર્યા છે. અત્યાર સુધીમાં કાન્સના કરેડ કાર્પેટ પરથી એશ્વર્યાના ત્રણ લૂક સામે આવ્યાં છે. જેમાં ફર્સ્ટ લૂકમાં તે પીંક શર્ટ પેનેટમાં જોવા મળી જ્યારે બીજા લૂકમાં તે બ્લેક ગાઉનમાં જ્યારે ત્રીજા લૂકમાં તે સાંજે લોરિયલ પેરિસની પાર્ટીમà
07:53 AM May 19, 2022 IST
|
Vipul Pandya
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 હાલમાં પૂર બહારમાં ચાલુ છે. ત્યારે લોકોને મિસ વર્લ્ડ એશ્વર્યા રાય બચ્ચનના અલગ અંદાજની આતુરતા હતી. જોકે તેણે તેના ફેન્સને નિરાશ કર્યા છે. અત્યાર સુધીમાં કાન્સના કરેડ કાર્પેટ પરથી એશ્વર્યાના ત્રણ લૂક સામે આવ્યાં છે. જેમાં ફર્સ્ટ લૂકમાં તે પીંક શર્ટ પેનેટમાં જોવા મળી જ્યારે બીજા લૂકમાં તે બ્લેક ગાઉનમાં જ્યારે ત્રીજા લૂકમાં તે સાંજે લોરિયલ પેરિસની પાર્ટીમાં શમરી પિંક લૂકમાં જોવા મળી છે.
ઐશ્વર્યાના ફર્સ્ટ લૂકની વાત કરી તો તેણે પિંક વેલેન્ટિના આઉટફિટ પહેર્યો હતાં. બોલિવૂડ દિવાએ ડબલ કોમ્પેક્ટ ડ્રિલ બ્લેઝરઅને પેન્ટ પહેર્યું, જેમાં બ્લેઝરની કિંમત 2,79,595 રૂપિયા અને પેન્ટની કિંમત 1,31,300 રૂપિયા છે. એકંદરે, અભિનેત્રીના આ સૂટની કિંમત 4 લાખની નજીક છે સાથે જ અભિનેત્રીએ આ આઉટફિટ સાથે પિંક હીલ્સ પહેરી હતી. જો ક લોકોને આ ડ્રેસીંગ પસંદ ન આવ્યો. સોશિયલ મિડીયા યુઝર્સ એશ્વર્યાના લૂકમાં બોટોક્સ અને હેવી મેકઅપ માટે તેને સતત ટ્રોલ કરી રહ્યાં છે.
કાન્સમાં ઐશ્વર્યાનો બીજો લુક પણ લોકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયો. તેણેએ રેડ કાર્પેટ પર બ્લેક ગાઉન પહેર્યો હતો. આ બ્લેક ગાઉનમાં કલરફુલ હતો. આ બ્લેક ગાઉનમાં કલરફુલ. સિમ્ફોનિક 3D ફ્લોરલ મોટિફ જોડાયેલ છે. સાથે જ ગુલાબી હોઠ, બોલ્ડ આઇ મેકઅપ, મસ્કરા,સાથે ઐશ્વર્યાઅ લૂક કમ્પલિટ કર્યો. ઐશ્વર્યાએ મિડલ પાર્ટેડ ઓપન હેર, મિનિમલ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. પરંતુ મેકઅપના કારણે ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. જો કે ઐશ્વર્યાનો બીજો લુક પણ લોકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયો.
એક વ્યક્તિએ લખ્યું – યાર, સર્જરી કરાવીને ચહેરો બગાડવાની શું જરૂર હતી. યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- બોટોક્સ લુક. યૂઝરે ઐશ્વર્યા પર ટોણો મારતા લખ્યું- ક્યારેય વિચાર્યું ન હતું કે ઐશ્વર્યા આવી દેખાશે. હદ તો ત્યારે થઈ જ્યારે એક વ્યક્તિએ બ્યુટી ક્વીનને ઓળખવાની ના પાડી અનેબીજાએ લખ્યું - હે ભગવાન, એવું લાગે છે કે અભિનેત્રીએ બોટોક્સ કર્યું છે કારણ કે ચહેરો સૂજી ગયો છે. ઘણા લોકો ઐશ્વર્યાને વૃદ્ધ પણ કહી છે. ઐશ્વર્યા રાયના મેકઅપ પર ટિપ્પણી કરતા લોકોએ તેની પ્લાસ્ટિક સર્જરી, બોટોક્સ પર ટોણો માર્યો હતો. યુઝર્સ કહે છે કે બોટોક્સ વધારે પડ્યું છે. એક યુઝરે લખ્યું - ઓહ ના. ઐશ્વર્યાના ચહેરામાં કંઈક ગરબડ છે. મેકઅપનો જાદુ કામ કરતું નથી. હદ ત્યારે થઇ જ્યારે લોકોને તેના ડ્રેસની તુલના સોફાના કાપડ સાથે કરવાં લાગ્યાં.
કાન્સમાં 18 મેના રોજ એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનર પાર્ટી L'Oreal Parisની 25મી વર્ષગાંઠ હતી. ઐશ્વર્યા લોરિયલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડર છે. ઐશ્વર્યાનો આ લુક ફેશન એક્સપર્ટ આસ્થા શર્માએ સ્ટાઈલ કર્યો હતો. ચમકદાર બોડી-હગિંગ ડ્રેસમાં ઐશ્વર્યાનો નવો લૂક આવ્યો સામે, દીકરી અને પતિ સાથે પોઝ આપ્યો
Next Article