કંડલા પોર્ટ પાસે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા, સત્તાધિશો અંધારામાં
દેશના નંબર વન પોર્ટ દિનદયાલ કંડલામાં ટ્રાફિક જામની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બની રહી છે. પોર્ટ સતાધિશોના વિકાસના કહેવાતા દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ ઉઘોગને મોટો ફટકો પડી રહયો છે ત્યારે આજે ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ખાસ કરીને ટેગકાર્ડ સિસ્ટમની ખામી અને વે બ્રિજની સમસ્યાને પગલે ટ્રાન્સપોર્ટ ઉઘોગ પારાવર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.3 કિમી લાંબો ટ્રાફિક જાà
દેશના નંબર વન પોર્ટ દિનદયાલ કંડલામાં ટ્રાફિક જામની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બની રહી છે. પોર્ટ સતાધિશોના વિકાસના કહેવાતા દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ ઉઘોગને મોટો ફટકો પડી રહયો છે ત્યારે આજે ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ખાસ કરીને ટેગકાર્ડ સિસ્ટમની ખામી અને વે બ્રિજની સમસ્યાને પગલે ટ્રાન્સપોર્ટ ઉઘોગ પારાવર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
3 કિમી લાંબો ટ્રાફિક જામ
આજે શુક્રવારે સવારે દિનદયાલ પોર્ટ કંડલાના ગેટ નંબર 13 અને 15 પર ટ્રકોના પૈડાં થંભી ગયા હતા. નંબર વન પોર્ટ હોવાથી સતત ધમધમતા પોર્ટ પર જોતજોતામાં જ ટ્રકોની લાઈનો લાગી ગઈ હતી અને ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. લાંબા સમયથી સમસ્યા ભોગવતા ટ્રાન્પોર્ટર ઉઘોગકારોએ ગુજરાત ફર્સ્ટને જાણકારી આપતા એક ટીમ કંડલા પહોંચી હતી.
ટ્રાફિક જામનુ કારણ
સ્થળ પરથી મળતી માહિતી મુજબ કંડલા પોર્ટ પર પરીવહન માટે આવતા જતા ડમ્ફર ટ્રક ટ્રેઈલર માટે જેટી નંબર 1થી 10 સુધી બે ગેટ જેચી નંબર 11થી 13 સુધી ગેટ નંબર 13 અને જેટી નંબર 13થી 16 સુધી આવાગામન માટે ગેટ નંબર 15ની સુવિધા રખાઈ છે. પણ જેમાંથી સ્થળ પર માત્ર બે ગેટ કાર્યરત જોવા મળ્યા હતા. જેટી નંબર 1થી 16 સુધી સતત ટ્રાફિક હોય છે ત્યાં સુવિધા હોવા છતાં ગેટ બંધ રાખવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી લાઈનોમાં લાગતા ટ્રકોમાં મહામુલુ ઈંધણ વેડફાઈ રહયું હતું. ટ્રકચાલકો પરેશાનીમાં હતા. અને આ માર્ગ પર પહોંચેલા પોર્ટ વપરાશકારો પણ હાલાકી ભોગવી રહયા હતા.
અણમાનિતો વ્યવહાર
ગાંધીધામ કંડલા ડમ્ફર એશોશિએશનના પ્રમુખ શીવજી આહીરે જણાવ્યુ હતું કે, જરૂર હોય ત્યારે પણ સતાધિશો ગેટ ખોલતા નથી ટ્રાફિરની લાંબી લાઈનો લાગે છે. ટ્રક ચાલોક ટ્રક માલિકો જાણે પોર્ટ વિકાસમાં કોઈ યોગદાન ન આપતા હોય તેમ ટ્રાન્સપોર્ટ ઉઘોગ સાથે અણમાનીતું વ્યવહાર રખાચ છે.
ભારે હાલાકી
ચનાભાઈ આહીર નામના ટ્રાન્પોર્ટરે જણાવ્યુ હતું કે, ટેગકાર્ડ સિસ્ટમમમાં કોઈ જ સિસ્ટમ નથી. અશિક્ષિત ટ્રકચાલકો હાલાકી ભોગવેછે તેમાં પણ પોર્ટ અંદર 16 જેટલા વે બ્રિજ હોવા છતાં ઓછા વેબ્રિજ ચાલુ રખાય છે. જવાબદારો નોકરી પર આવીને દેખાડો કરી જતા રહે છે. પણ વે બ્રિજ હોવા છતાં સમસ્યા છે જેનો જોવામાં જ આવતી નથી.
અધિકારીઓનો No Reply
આ બાબતે કંડલા પોર્ટના પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીનો સંપર્ક સાધતા રાબેતા મુજબ તેઓ માત્ર ચેરમેનના પ્રવકતા હોય તેમ તેમનો ફોન નો રિપ્લાય થયો હતો કંડલા પોર્ટ સુરક્ષાની દષ્ટિએ મહ્ત્વપર્ણ હોવાથી ડીપીટીના અધિકારીઓ આ સુરક્ષાના નામે સામાન્ય સવાલો માટે પણ છટકબારી તરીકે ઉપયોગ કરી રહયા હોવાનું ટોણો જાણકારો મારી રહયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement