Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભચાઉના વોન્ધ પાસે હાઇવે પર ટ્રકની અડફેટે ત્રણ લોકોના મોત, કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત

મંગળવારે કચ્છ જિલ્લામાં ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે. ભચાઉ તાલુકાના વોન્ધ રામદેવપીર વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ રક્તરંજિત થયો હતો. મંગળવારે બપોરના સમયે બાઇક સવાર ત્રણ લોકોને ટેમ્પોએ અફેટે લેતા કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જેમાં બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે.મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના રામદેવપીર નજીક આવેલી જલારà
ભચાઉના વોન્ધ પાસે હાઇવે પર ટ્રકની અડફેટે ત્રણ લોકોના મોત  કાકા ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત
મંગળવારે કચ્છ જિલ્લામાં ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે. ભચાઉ તાલુકાના વોન્ધ રામદેવપીર વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ રક્તરંજિત થયો હતો. મંગળવારે બપોરના સમયે બાઇક સવાર ત્રણ લોકોને ટેમ્પોએ અફેટે લેતા કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જેમાં બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે.
મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના રામદેવપીર નજીક આવેલી જલારામ ઓઇલ એકમમાં કામ કરતા અને મૂળ રાધનપુરના અનિરુદ્ધ યોગેશ પટેલ વોન્ધ ગામે બાાઇક લઇને જમવા ગયા હતા. જે સમયે તેમની સાથે તેના કાકા જગદીશ કનૈયાલાલ પટેલ અને કલોલ (અમદાવાદ)ના જીગર મહેન્દ્ર પટેલ પણ હતા. વોન્ધથી ફરજ પર પરત આવતી વખતે બાઇક ટેમ્પોની હડફેટે ચડી હતી. જેમાં કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 
જ્યારે જીગરને ભચાઉ વાગડ વેલફેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર પૂર્વે જ તેનું પણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભચાઉ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતભાગીના મૃતદેહોને ભચાઉ સરકારી દવાખાને ખસેડયા હતા. જો કે સરકારી હોસ્પિટલમાં હડતાળ હોવાથી પોસ્ટમોર્ટમમાં વિલંબ થયો હતો. અકસ્માતના બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ પણ થયો હતો.
Advertisement
Tags :
Advertisement

.