ફોટો જર્નાલિસ્ટ ડેનિશ સિદ્દીકી સહિત ચાર ભારતીયોને પુલિત્ઝર પુરસ્કાર એનાયત
પુલિત્ઝર પુરસ્કાર પત્રકારત્વ ક્ષેત્રે અમેરિકાનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1917થી થઈ હતી. રોઇટર્સના દિવંગત ડેનિશ સિદ્દીકીને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું છે. રોયટર્સના ફોટોગ્રાફર ડેનિશ સિદ્દીકી ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું.વર્ષ 2022 માટે પુલિત્ઝર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પુલિત્ઝર પુરસ્કાર પત્રકા
03:54 AM May 10, 2022 IST
|
Vipul Pandya
પુલિત્ઝર પુરસ્કાર પત્રકારત્વ ક્ષેત્રે અમેરિકાનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1917થી થઈ હતી. રોઇટર્સના દિવંગત ડેનિશ સિદ્દીકીને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું છે. રોયટર્સના ફોટોગ્રાફર ડેનિશ સિદ્દીકી ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું.
વર્ષ 2022 માટે પુલિત્ઝર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પુલિત્ઝર પુરસ્કાર પત્રકારત્વ ક્ષેત્રે અમેરિકાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ વખતે ચાર ભારતીય પત્રકારો અદનાન આબિદી, સના ઇર્શાદ મટ્ટુ, અમિત દવેને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો છે. રોઇટર્સના દિવંગત ડેનિશ સિદ્દીકીને મરણોત્તર આ સન્માન મળ્યું છે.
પત્રકારત્વ, પુસ્તક, નાટક અને સંગીતના વિવિધ ક્ષેત્રોમાં સોમવારે પુલિત્ઝર પુરસ્કાર 2022ની જાહેરાત કરવામાં આવી હતી. એવોર્ડ વિજેતાઓની યાદીમાં વોશિંગ્ટન પોસ્ટ સહિત ભારતીય પત્રકારો અદનાન આબિદી, સના ઇર્શાદ મટ્ટુ, અમિત દવેના નામ સામેલ છે. જ્યારે રોઈટર્સ દ્વારા આ એવોર્ડ મરણોત્તર દાનિશ સિદ્દીને આપવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય અહેવાલ
વિજેતા: ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના કર્મચારીઓ
ફીચર લેખન
વિજેતા: એટલાન્ટિકની જેનિફર સિનિયર
ફીચર ફોટોગ્રાફી
વિજેતાઓ: અદનાન આબિદી, સના ઇર્શાદ મટ્ટુ, અમિત દવે અને રોઇટર્સના દિવંગત ડેનિશ સિદ્દીકી, ભારતમાં કોરોના સમયમાં ફોટા માટે સન્માનિત
કોમેન્ટ્રી
વિજેતા: મેલિન્ડા હેનબર્ગર
ટીકા
વિજેતા: સલામીશા ટિલેટ, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ
ઈલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી
વિજેતા: ફહમિદા અઝીમ, એન્થોની ડેલ કર્નલ, જોશ એડમ્સ અને વોલ્ટ હિકી
ઓડિયો રિપોર્ટિંગ
વિજેતા: Futuro Media અને PRX ના કર્મચારીઓ
જીવનચરિત્ર
વિજેતા: ચેજિગ મી ટુ માઇ ગ્રેવ
કવિતા
વિજેતા: સોનેટ્સ- ડાયને સીસ
સામાન્ય નોનફિક્શન
વિજેતા: ધ ઇનવિઝિબલ ચાઇલ્ડ- એક અમેરિકી શહેરમાં ગરીબી, જીવનનું રક્ષણ અને આશા- એન્ડ્રીયા ઇલિયટ
સંગીત:
વિજેતા: રેવેન ચાકોનને વોઇસલેસ માસ
નવલકથા
વિજેતા: નેતન્યાસ, લેખક - જોશુઆ કોહેન
નાટક
વિજેતા: ફેટ હેમ, જેમ્સ ઇજામેસો
રાષ્ટ્રીય અહેવાલ
વિજેતા: ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના કર્મચારીઓ
Next Article