Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં આજથી ત્રણ દિવસીય એન્જિએક્સ્પો 2022નો શુભારંભ , 500થી વધુ કંપનીઓએ લીધો છે ભાગ

- એન્જિએક્સ્પો 2022નો શુભારંભ - ત્રણ દિવસ સુધી ચાલશે એક્સ્પો - 500થી વધુ કંપનીઓએ લીધો છે ભાગ - 50 હજારથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા એન્જિનિયરિંગ ઉદ્યોગમાં મોટી કોન્ફરન્સ અને પ્રદર્શનને એક સાથે લઇ આવનાર એન્જિએક્સ્પો 2022 અંતર્ગત અમદાવાદમાં ત્રિદિવસીય એક્સીબીશનનું આયોજન કરાયુ. . ત્રણ દિવસીય મેગા-ઇવેન્ટ એન્જિનીયરીંગ ઉદ્યોગો અને તેમની અદ્યતન પ્રોડક્ટ્સ માટે ઉત્કૃષ્ટ તક પૂરી પાડશે. 9મા એàª
અમદાવાદમાં આજથી ત્રણ દિવસીય એન્જિએક્સ્પો 2022નો શુભારંભ   500થી વધુ કંપનીઓએ લીધો છે  ભાગ
- એન્જિએક્સ્પો 2022નો શુભારંભ 
- ત્રણ દિવસ સુધી ચાલશે એક્સ્પો 
- 500થી વધુ કંપનીઓએ લીધો છે ભાગ 
- 50 હજારથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા 
એન્જિનિયરિંગ ઉદ્યોગમાં મોટી કોન્ફરન્સ અને પ્રદર્શનને એક સાથે લઇ આવનાર એન્જિએક્સ્પો 2022 અંતર્ગત અમદાવાદમાં ત્રિદિવસીય એક્સીબીશનનું આયોજન કરાયુ. . ત્રણ દિવસીય મેગા-ઇવેન્ટ એન્જિનીયરીંગ ઉદ્યોગો અને તેમની અદ્યતન પ્રોડક્ટ્સ માટે ઉત્કૃષ્ટ તક પૂરી પાડશે. 9મા એન્જિએક્સ્પો 2022ને અભૂતપૂર્વ પ્રતિસાદ અને સમર્થન મળ્યુ છે અને તેમાં ભારતભરની વિવિધ ક્ષેત્રો અને ડોમેનની 500થી વધુ એન્જિનીયરીંગ કંપનીઓ દ્વારા ભાગ લેવાયો છે.આ ત્રણ દિવસમાં 50,000થી વધુ મુલાકાતીઓ મુલાકાત લે તેવી શક્યતાઓ છે.
“એન્જિએક્સ્પો એન્જિનીયરંગ વિશ્વની અદ્યતન ટેકનલોજીઓ અને પ્રોડક્ટસનું પ્રદર્શ કરવાની અતુલનીય તક પૂરી પાડે છે અને પ્રદર્શનોમાં અને વ્યાપારી મેળાઓમાં તે એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. વધુમાં તે દેશના ઉદ્યોગ અગ્રણીઓ, સંશોધકો અને ઉદ્યોગસાહસિકોને નેટવર્કીંગ, વિચારોની આપ લે અને કારોબાર વૃદ્ધિની સુંદર તક પૂરી પાડશે. સ્થાનિક એન્જિનિયરિંગ ઉદ્યોગની ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડીને અને તેની સંભવિતતાને ખુલ્લી કરવામાં મદદ કરીને, એન્જિએક્સ્પોએ મેક ઇન ઇન્ડિયા અને અન્ય ઝુંબેશને પણ મોટું પ્રોત્સાહન આપ્યું છે.
એન્જિએક્સ્પો 2022ના પ્રદર્શકો વેલ્ડીંગ મશીન, વેલ્ડીંગ રોબોટ, લેસર કટીંગ મશીન, સલામતી સાધનો, પાવર ટૂલ્સ, હેન્ડ ટૂલ્સ, CNC/VME મશીન, હાઇડ્રોલિક શીયરીંગ મશીન, એર કોમ્પ્રેસર, બ્લોઅર, પરીક્ષણ સાધનો, વૈજ્ઞાનિક સાધનો, ગિયરબોક્સ, એલિવેટર, કન્વેયર સિસ્ટમ, ઇલેક્ટ્રિક મોટર, લાઇટિંગ પોલ, ટ્રાન્સફોર્મર, કંટ્રોલ પેનલ વગેરે સહિત વિવિધ એન્જીનીયરીંગ ક્ષેત્રો સાથે સંબંધ ધરાવે છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.