ઉત્તર પ્રદેશના આ શહેરમાં હજારો કોન્ડોમનો ઢગલો મળ્યો, લોકોએ કોન્ડોમ લઇને ચાલતી પકડી!
કોન્ડોમ, એક એવો શબ્દ કે જેને લોકો જાહેરમાં બોલતા પણ સંકોચ અનુભવે છે. જ્યારે બોલતા હોય ત્યારે પણ આસપાસ નજર કરે છે અને અવાજ ધીમો તઇ જાય છે. જ્યારે દવાની દુકાન પર કોન્ડોમ ખરીદવા જવાનું થાય ત્યારે પણ લોકો કોઇને ખબર ના પડે તે વાતનું ધ્યાન રાખે છે. ત્યારે કોન્ડોમના નામથી આટલી બધી શરમ અનુભવતા લોકોને જ્યારે જાહેરમાં રસ્તા પર હજારો કોન્ડોમના પેકેટ પડેલા દેખાય ત્યારે શું થાય? ઉત્તર પ્રદેશનàª
કોન્ડોમ, એક એવો શબ્દ કે જેને લોકો જાહેરમાં બોલતા પણ સંકોચ અનુભવે છે. જ્યારે બોલતા હોય ત્યારે પણ આસપાસ નજર કરે છે અને અવાજ ધીમો તઇ જાય છે. જ્યારે દવાની દુકાન પર કોન્ડોમ ખરીદવા જવાનું થાય ત્યારે પણ લોકો કોઇને ખબર ના પડે તે વાતનું ધ્યાન રાખે છે. ત્યારે કોન્ડોમના નામથી આટલી બધી શરમ અનુભવતા લોકોને જ્યારે જાહેરમાં રસ્તા પર હજારો કોન્ડોમના પેકેટ પડેલા દેખાય ત્યારે શું થાય? ઉત્તર પ્રદેશના એક શહેરમાં આવી જ ઘટના બની છે. લોકોએ જ્યારે જાહેરમાં બિનવારસી હાલતમાં હજારો કોન્ડોમના પેકેટ જોયા ત્યારે ચકિત થઇ ગયા.
લોકોએ ચૂપચાપ કોન્ડોમ લઇને ચાલતી પકડી
આ ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીત શહેરની છે. જ્યાં સોમવારે નખાસા વિસ્તારમાં લોકોએ એક ખાલી જગ્યા પર કોન્ડોમનો ઢગલો જોયો. પહેલાતો લોકોને લાગ્યું કે આ કોન્ડોમ એક્સપાયર થઈ ગયા હશે, માટે અહીં ફેંકી દેવામાં આવ્યા છે. જો કે એવું નહોતું, જ્યારે પેકેટ ઉપાડ્યું તો કોન્ડોમની એક્સપાયરી ડેટ 2024 હતી. ત્યાંથી પસાર થતા કેટલાક લોકો આટલા મોટા પ્રમાણમાં કોન્ડોમનો ઢગલો જોઇને આશ્ચર્ય અનુભવતા હતા. તો કેટલાક લોકો એવા પણ હતા કે જેઓ કોન્ડોમ ખીસ્સામાં મુકીને ચૂપચાપ ત્યાંથી નિકળી જતા હતા.
સરકારી યોજનાના કોન્ડોમ
આ કોન્ડોમના પેકેટ પર નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO), HIV હેલ્પલાઈન નંબર 1097 તથા ભારત સરકારની ફ્રી સપ્લાય નોટ ફોર સેલ એવું લખેલું હતું. જેનો અર્થ એ થયો કે તે કોન્ડોમ વેચવા માટે નહીં પરંતુ લોકોને મફતમાં આપવા માટે હતા. જેથી સવાલ એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકોને વહેંચવના કોન્ડોમ આ રીતે કોણે ફેંક્યા? ખુલ્લામાં કોન્ડોમના હજારો પેકેટ મળ્યાના લગભગ 24 કલાક બાદ આરોગ્ય વિભાગને તેની જાણ થઈ. બાદમાં વિભાગના લોકો નાટક કરતા હોય તે રીતે કેટલાક કોન્ડોમ ત્યાંથી લઇ ગયા.
આ ઘટનાની સૂચના મળ્યા બાદ સ્તળ પર પહોંચેલા આરોગ્ય વિભાગના સીએમઓ ડૉ. આલોક કુમારે કહ્યું કે કોન્ડોમ જમીન પર પડેલા જોવા મળ્યા છે, જેથી તેનો ફરી ઉપયોગ કરી શકાશે નહીં. જો કે આરોગ્ય વિભાગને જાણ થઇ તે પહેલા જ ઘણા લોકો કોન્ડોમના પેકેટ લઈને ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા હતા. હવે સવાલો ઉઠી રહ્યા છે કે આખરે કોણે અને શા માટે હજારો કોન્ડોમ પેકેટ ત્યાં ફેંક્યા.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર આ કોન્ડોમ NACO દ્વારા જિલ્લાઓમાં કામ કરતી NGOને આપે છે. જેથી શરમ અને સંકોચના કારણે જે લોકો દુકાનો અને સરકારી હોસ્પિટલોમાંથી કોન્ડોમ ખરીદી નથી શકતા, તેમના ઘરે પહોંચાડી શકાય. જો કે એક હકિકત એ પણ છે કે NGO ચલાવતા લોકો ખોટા દાવા કરીને તેની માહિતી વિભાગને મોકલે છે. જ્યારે તેમણે હકિકતમાં વહેંચણી કરી હોતી નથી.
Advertisement