Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેમને નસીબ ન આપે સાથ તેમણે રોજ કરવા જોઈએ આ 4 ઉપાય

સામાન્ય રીતે ઘણા એવા લોકો હોય છે જેઓના કામ હંમેશાં બનતા બનતા અટકી જતાં  હોય છે કે પછી ઘણી કોશિશ કર્યા પછી પણ કોઈ કામ પૂરી નથી થઈ શકતું.ત્યારે આવા  લોકો મોટાભાગે પોતાના નસીબને જ દોષ આપતા હોય છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક નાના-નાના ઉપાય કરવાથી ખરાબ કિસ્મતને આપણે  બદલી શકીએ  છીએ. જ્યોતિષ મુજબ જો કોઈનો સમય ખરાબ ચાલી રહ્યો છે તો તેને રોજ કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય ખૂબ જ સહેલા છે અ
જેમને નસીબ ન આપે સાથ તેમણે રોજ કરવા જોઈએ આ 4 ઉપાય
સામાન્ય રીતે ઘણા એવા લોકો હોય છે જેઓના કામ હંમેશાં બનતા બનતા અટકી જતાં  હોય છે કે પછી ઘણી કોશિશ કર્યા પછી પણ કોઈ કામ પૂરી નથી થઈ શકતું.ત્યારે આવા  લોકો મોટાભાગે પોતાના નસીબને જ દોષ આપતા હોય છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક નાના-નાના ઉપાય કરવાથી ખરાબ કિસ્મતને આપણે  બદલી શકીએ  છીએ. 
જ્યોતિષ મુજબ જો કોઈનો સમય ખરાબ ચાલી રહ્યો છે તો તેને રોજ કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય ખૂબ જ સહેલા છે અને તેને કરવાથી ખરાબ કિસ્મત પણ સારા ફળ આપવા માંડે છે. 
ભગવાનની પૂજા
ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ નિયમિતપણે પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. જેથી તમારા ઈષ્ટદેવ તમને પ્રગતિના આશીર્વાદ આપે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે.
ગાયત્રીમંત્રના જપ કરો 
હિન્દુધર્મમાં એવો કોઈ મંત્ર  નથી જેનો ધાર્મિક શાસ્ત્રમાં ઉલ્લેખ ન  થયો હોય. તેમાંનો એક મંત્ર એટલે કે ગાયત્રીમંત્ર. ગાયત્રીમંત્ર દરરોજ કરવાથીજીવનમાં સકારાત્મકતા આવે છે અને દરિદ્રતા દૂર થાય છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને પોતાના જીવનના દરેક કામમાં સફળતા મળે છે. 
ઉઠતાની સાથે જ હથેળી જુઓ
ઘણીવાર તમે સાંભળ્યું હશે કે સવારે ઉઠ્યા પછી તમારે તમારી હથેળી જોવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન વિષ્ણુ આપણી બંને હથેળીઓમાં વાસ કરે છે, તેથી સવારે ઉઠીને બંને હાથ જોડીને આ મંત્રનો જાપ કરો 'કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધે સરસ્વતી. 'કર્મુલે તુ ગોવિંદ: પ્રભાતે કર્દર્શનમ્.'ના  જાપ કરો અને પછી હથેળીઓ જુઓ.
સૂર્યદેવને જળ ચઢાવો
સવારે વહેલા ઊઠીને નિયમિત સ્નાન કર્યા પછી તાંબાના ભંડારમાં જળ, રોલી, અક્ષત, સાકર અને લાલ ફૂલ ચઢાવીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવા જોઈએ. આવું  કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે, સાથે જ સમાજમાં માન-સન્માન વધે છે અને ક્ષેત્રમાં પ્રગતિ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.