Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેટ્રો ટ્રેન કરતા પણ ઝડપથી દોડે છે આ યુવક, જુઓ VIDEO

ક્યારેક ઇન્ટરનેટ પર એવા વીડિયો પણ અપલોડ કરવામાં આવે છે, જેને જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. હાલમાં મેટ્રો ટ્રેનના એક મુસાફરે પોતાના અદ્ભુત એક્ટથી નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વાયરલ ક્લિપમાં આ વ્યક્તિ મેટ્રો સાથે રેસિંગ કરતો જોવા મળે છે. જેણે પણ આ વીડિયો જોયો તે લોકો દંગ રહી ગયા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને 47 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છà«
10:43 AM Jan 02, 2023 IST | Vipul Pandya
ક્યારેક ઇન્ટરનેટ પર એવા વીડિયો પણ અપલોડ કરવામાં આવે છે, જેને જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. હાલમાં મેટ્રો ટ્રેનના એક મુસાફરે પોતાના અદ્ભુત એક્ટથી નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વાયરલ ક્લિપમાં આ વ્યક્તિ મેટ્રો સાથે રેસિંગ કરતો જોવા મળે છે. જેણે પણ આ વીડિયો જોયો તે લોકો દંગ રહી ગયા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને 47 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.
શખ્સે મેટ્રો સાથે લગાવી રેસ 
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મેટ્રો સાથે રેસ કરી રહ્યો છે. 1 મિનિટ 37 સેકન્ડનો આ વીડિયો જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ મેટ્રોમાંથી નીચે ઉતરે છે અને બીજા સ્ટોપ માટે સ્ટેશનથી દોડે છે. પછી તે બીજા સ્ટોપ પર પણ તે જ ટ્રેન પકડે છે. રસપ્રદ વાત એ છે કે વ્યક્તિ ટ્રેનની એ બોગી પર ચઢે છે જ્યાથી તેણે બીજા સ્ટોપ માટે દોડ લગાવી હતી. આ વીડિયો લંડનના મેટ્રોનો જણાવવામાં આવી રહ્યો છે. 
વીડિયોમાં જુઓ, જ્યારે મેટ્રોથી પણ ઝડપી દોડ્યો શખ્સ

આ વીડિયોને Pepo Jiménez નામના યુઝરે માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર સૌથી પહેલા શેર કર્યો હતો. તાજેતરમાં જ @ValaAfshar નામના હેન્ડલ સાથે તેને ફરીથી શેર કર્યું છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયું છે. 

મેટ્રો કરતા પણ ઝડપી દોડ્યો શખ્સ 
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, આ વ્યક્તિ મેટ્રો કરતા પણ ઝડપી નીકળ્યો. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું છે કે આ ખરેખર એક અદ્ભુત વીડિયો છે. જો કે હું હજી પણ વિશ્વાસ કરી શકતો નથી કે આ વ્યક્તિએ તે કર્યું છે. અન્ય યુઝરે લખ્યું છે કે, ભાઈનો સ્ટેમિના અદ્ભુત છે. કુલ મળીને આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.

Tags :
GujaratFirstMETROTRAINSocialmediaVideoViral
Next Article