આ વર્ષ દેશવાસીઓ માટે ખૂબ મહત્ત્વનું છે, ખેલાડીઓ માટે જુલાઇ મહિનો શાનદાર રહ્યો- વડાપ્રધાન મોદી
PM મોદી મહિનાના છેલ્લા રવિવારે ફરી એકવાર 'મન કી બાત' PM Modi Mann Ki Baat કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે તમામ દેશવાસીઓને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે આપણે બધા ભાગ્યશાળી છીએ કારણે કે આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઇ રહ્યાં છીએ, આ વર્ષ દેશવાસી માટે મહત્ત્વનો છે કારણે આ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષે પૂરા કરવા જઇ à
PM મોદી મહિનાના છેલ્લા રવિવારે ફરી એકવાર 'મન કી બાત' PM Modi Mann Ki Baat કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે તમામ દેશવાસીઓને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે આપણે બધા ભાગ્યશાળી છીએ કારણે કે આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઇ રહ્યાં છીએ, આ વર્ષ દેશવાસી માટે મહત્ત્વનો છે કારણે આ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષે પૂરા કરવા જઇ રહ્યું છે. સાથે જ તેમણે દેશ વાસીઓને કહ્યું કે હરધર તિરંગા સાથે આ ઐતિહાસિક પળની ઉજવણી કરીએ.
23 ભાષાઓ અને 29 બોલીઓમાં આ કાર્યક્રમ પ્રસારિત
દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો અને ડીડી ચેનલો પર પ્રસારિત થનારા કાર્યક્રમ 'મન કી બાત'નો આ 91મું સંસ્કરણ છે. આ કાર્યક્રમમાં પીએમ દેશના સાંપ્રત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરે છે. આ કાર્યક્રમને તેના AIR નેટવર્ક પર 23 ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરાય છે. આ ઉપરાંત પ્રસાર ભારતી તેની વિવિધ ડીડી ચેનલો પર હિન્દી અને અન્ય ભાષાઓમાં કાર્યક્રમના વિઝ્યુઅલ વર્ઝનનું પ્રસારણ પણ કરે છે. સાથે જ અનેક શહેરો અને ગામડાઓમાં રેડિયો પર પીએમની ‘મન કી બાત’ લોકોને એકસાથે સાંભળવામાં આવે છે.
ભારતમાંથી 2600 કરોડથી વધારે રૂપિયાના રમકડાની વિદેશમાં નિકાસ
વડાપ્રધાન મોદીએ દેશ વાસીઓને સંબોધન કર્યું હતું કે આ વર્ષે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. તમામ મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. આજના દિવસે શહીદ ઉધમસિંહને નમન. દેશ માટે આ વર્ષ ખૂબ ખાસ છે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં ભારતમાંથી 2600 કરોડથી વધારે રૂપિયાના રમકડાની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે, વિદેશમાંથી આવતા રમકડાંની આયાત 70% જેટલી ઓછી થઈ છે, મન કી બાતમાં PM મોદી કહ્યું કે મધ ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બની રહ્યો છે. ખેડૂતો મધના ઉત્પાદનમાં કમાલ કરી રહ્યા છે. મધના ઉત્પાદનથી ખેડૂતોની હાલત સુધરી છે. દેશમાં અનેક ખેડૂતો મધ ઉત્પાદન સાથે જોડાયા છે. સાથે જ દેશમાં મેળની અનોખી પરંપરા રહી છે.
મેળાં તન મનને જોડે છે
આ સાથે વડાપ્રધાને દેશમાં આવતા તહેવારો તેમજ લોકમેળાઓ વિશે કહ્યું કેઆ સમયમાં તહેવારો અને મેળાઓ આવશે. મેળાં તન મનને જોડે છે. આપણા આયુવેદ દુનિયાભરમાં ઓળખ મેળવી રહ્યો છે. પારંપારિક ઉદ્યોગથી કોરોના સામે લડવામાં મદદ મળી છે. આયુષ ક્ષેત્રમાં અનેક સ્ટાર્ટઅપ સામે આવી રહ્યા છે. ઔષધીઓને લઈ અનેક પ્રયાસ થઈ રહી છે. કોરોનામાં ભારતીય પારંપરિક પદ્ધતિ કારગર સાબિત થઈ. કોરોના સામે વિશ્વની લડાઈ ચાલુ છે.
સ્પોટ્સ ક્ષેત્રે ખેલાડીઓ દેશનું ગૌરવ વધારી રહ્યાં છે
ક્લાસરુમ હોય કે રમતનું મેદાન યુવાનો પોતાની પ્રતિભા દર્શાવી રહ્યાં છે. સ્પોટ્સ ક્ષેત્રે ખેલાડીઓ દેશનું ગૌરવ વધારી રહ્યાં છે. ખેલાડીઓ માટે આ મહિનો ખૂબ સારો રહ્યો, યુ.કેમાં કોમનવેલ્થ ગેમમાં પણ સારું પ્રદર્શન મળી રહ્યું છે. મહિલા ખેલાડીઓ પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. દેશમાં મેળની અનોખી પરંપરા રહી છે. પાછાલા બે વર્ષ આપણા માટે ખૂબ મુશ્કેલ ભર્યા રહ્યાં છે. અમૃત મહોત્સવ એક જન આંદોલન બન્યું છે. 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તિરંગાનો ફોટો લગાવો, તમારા ઘર પર તિરંતો ફરકાવો. 2જી ઓગસ્ટ એ આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઈન તૈયાર કરનાર પિંગાલી વેંકૈયા જીની જન્મજયંતિ છે. હું તેમને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દરેક ઘર પર તિરંગો ફેરાવીને ઉજવાણી કરીએ.13 થી 15 ઓગસ્ટ સુધી સોશિયલ મીડિયા પર આ અભિયાનનો ભાગ બનીએ.
Advertisement