Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમે આ રીતે તમારા FASTagનું બેલેન્સ સરળતાથી ચેક કરી શકો છો

FASTag એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા શરૂ કરવામાં આવેલી એક પ્રક્રિયા છે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર ઈલેક્ટ્રોનિક કલેકશન તરીકે કાર્ય કરે છે. FASTag સિસ્ટમની મદદથી તમે ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ ચૂકવતી વખતે થતી  મુશ્કેલીમાંથી મુક્તિ મેળવો છો, અને FASTagની મદદથી તમે ટોલ પ્લાઝા પર રોકાયા વિના તમારો ટોલ પ્લાઝા ટેક્સ ચૂકવી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા વાહનની વિન્ડસ્ક્રીન
02:05 PM Jun 23, 2022 IST | Vipul Pandya

FASTag એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા શરૂ કરવામાં આવેલી એક પ્રક્રિયા છે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર ઈલેક્ટ્રોનિક કલેકશન તરીકે કાર્ય કરે છે. FASTag સિસ્ટમની મદદથી તમે ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ ચૂકવતી વખતે થતી  મુશ્કેલીમાંથી મુક્તિ મેળવો છો, અને FASTagની મદદથી તમે ટોલ પ્લાઝા પર રોકાયા વિના તમારો ટોલ પ્લાઝા ટેક્સ ચૂકવી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા વાહનની વિન્ડસ્ક્રીન પર FASTagનું સ્ટીકર ચોંટાડવાનું છે, જેથી તમે કારને રોક્યા વિના ઓટોમેટિક ટોલ ટ્રાન્ઝેક્શન કરી શકો.

આપને  જણાવી દઈએ કે FASTag નો ઉપયોગ કરવા માટે તમારે તેને રિચાર્જ કરવું પડશે.તો ચાલો આપને જણાવીએ  કે કેવી રીતે FASTag નું બેલેન્સ ચેક કરી શકો છો.
આ રીતે ચેક કરો FASTagનું બેલેન્સ :
સૌ પ્રથમ તમારા ફોનમાં પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર જાઓ.
હવે એન્ડ્રોઈડ અથવા આઈફોન પર My FASTag એપ ડાઉનલોડ કરો.
હવે તેમાં લૉગિન કરીને અંદરની  ડીટેલ્સ  ચેક કરો. 
અને ત્યારબાદ તમે તમારું બેલેન્સ જોઈ શકશો.
Tags :
FASTagGujaratFirstTechNewsTipsandTricks
Next Article