Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વૃદ્ધાના 100મા જન્મદિવસની ઉજવણી દરમિયાન પોલીસ ત્રાટકી, આ હતું કારણ

જીન બિકેનટન ( Jean Bicketon) નામની ઓસ્ટ્રેલિયની 100 વર્ષિય મહિલાએ પોતાની બકેટ લીસ્ટમાં પોતાની ધરપકડ થાય તે અનુભવ લેવાની ઈચ્છા હતી. જેને વિક્ટોરિયા પોલીસે પૂર્ણ પણ કરી. જીને પોતાની આ ઈચ્છા પુરી કરવા માટે 100મો જન્મદિવસ નક્કી કર્યો અને તેના જન્મદિવસની ઉજવણી દરમિયાન પોલીસે આવી તેની ધરપકડ કરી હતી.જીન બિકેનટન હંમેશા પોતાની ધરપકડ થાય તેવો અનુભવ કરવા માંગતી હતી. વિક્ટોરિયા પોલીસે (Victoria Police) તેમની આ ઈà
05:31 PM Aug 24, 2022 IST | Vipul Pandya
જીન બિકેનટન ( Jean Bicketon) નામની ઓસ્ટ્રેલિયની 100 વર્ષિય મહિલાએ પોતાની બકેટ લીસ્ટમાં પોતાની ધરપકડ થાય તે અનુભવ લેવાની ઈચ્છા હતી. જેને વિક્ટોરિયા પોલીસે પૂર્ણ પણ કરી. જીને પોતાની આ ઈચ્છા પુરી કરવા માટે 100મો જન્મદિવસ નક્કી કર્યો અને તેના જન્મદિવસની ઉજવણી દરમિયાન પોલીસે આવી તેની ધરપકડ કરી હતી.
જીન બિકેનટન હંમેશા પોતાની ધરપકડ થાય તેવો અનુભવ કરવા માંગતી હતી. વિક્ટોરિયા પોલીસે (Victoria Police) તેમની આ ઈચ્છા પુર્ણ કરી. પોલીસે તેમની પાર્ટીમાં રેઈડ કરી કસ્ટડીમાં લીધાં. મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે તેને નકલી હથકડી બાંધી અને તેને નારરાકન ગાર્ડન રેસિડેન્શિયલ એજેડ કેરમાંથી બહાર કાઢ્યા. મળતી વિગતો પ્રમાણે જીન સેનાની નર્સ તરીકે ઘણાં લાંબા સમય સુધી કામ કર્યું અને તેની ક્યારેય ધરપકડ થઈ નહોતી અને તેણી ક્યારેય કાયદાનો ભંગ નહોતો કર્યો તથા કાયદાના દાવપેચમાં ફસાઈ નહોતી તેથી તેણીએ પોતાની બકેટ લીસ્ટમાં આ ઈચ્છા મુકી હતી.
વિક્ટોરીયા પોલીસે (Victoria Police) આ અંગે ફેસબુકમાં (Facebook) એક પોસ્ટ પણ મુકી જેમાં તેમણે લખ્યું કે, હવે આ પ્રકારની ધરપકડ કરવા પર અમે ખુશ છીએ. ધરપકડ વિના જીવન પૂર્ણ કરવું એ સારી વાત છે. પરંતુ પૂર્વ નર્સ જીન બિક્ટન માટે જેમણે હાલમાં જ પોતાનો 100મો જન્મદિવસ મનાવ્યો. ધરપકડ કરવી તેની બકેટ લિસ્ટમાં હતી અને અમે તેની ઈચ્છા વિશે જાણ્યું તો અમે નારરાકન ગાર્ડનમાં તેમના જન્મદિવસની માઈલ સ્ટોન સમાન ઉજવણીમાં રેઈડ કરી તેની ધરપકડ કરી. અમે તેને યાદગાર બનાવવામાં મદદ કરી શક્યા. જીનને 100મા જન્મદિવસની શુભકામનાઓ! આ શક્ય બનાવનાર દરેકનો આભાર.
Tags :
100thbirthdayAustraliaGujaratFirstoldwoman
Next Article