Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ તેનું પહેલું મર્ડર હતું, સૌથી નજીકથી સિદ્ધુને ગોળી મારનાર શૂટર 19 વર્ષનો છે

પંજાબમાં બહુચર્ચિત સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં તાજેતરમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ગઇ કાલે પકડાયેલી શાર્પ શૂટરમાં જેની ધરપકડ કરવામાં આવી તેમાં સિદ્ધુ મૂસેવાલાને નજીકથી ગોળી મારનાર આરોપી શૂટર પણ સામેલ છે. દિલ્હી પોલીસે અંકિત સિરસા નામના આ આરોપીની ધરપકડ કરી છે. ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડસિદ્ધુ મૂસેવાલા હત્યા કેસનો ભેદ જેમ જેમ ઉકેલાઈ રહ્યો છે તેમ તેમ તેમાં ચોàª
આ તેનું પહેલું મર્ડર હતું  સૌથી નજીકથી સિદ્ધુને ગોળી મારનાર શૂટર 19 વર્ષનો છે
પંજાબમાં બહુચર્ચિત સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં તાજેતરમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ગઇ કાલે પકડાયેલી શાર્પ શૂટરમાં જેની ધરપકડ કરવામાં આવી તેમાં સિદ્ધુ મૂસેવાલાને નજીકથી ગોળી મારનાર આરોપી શૂટર પણ સામેલ છે. દિલ્હી પોલીસે અંકિત સિરસા નામના આ આરોપીની ધરપકડ કરી છે. 

ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડ
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસનો ભેદ જેમ જેમ ઉકેલાઈ રહ્યો છે તેમ તેમ તેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હવે મૂસેવાલાને સૌથી નજીકથી ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે સિદ્ધુ મૂસેવાલા પહેલાં આ 19 વર્ષના અંકિત સિરસાએ કોઈ બીજી હત્યા કરી ન હતી. જેનો અર્થ એ છે કે ગુનાની દુનિયામાં મૂસેવાલાની હત્યા આ આરોપીની પહેલી હત્યા છે.

હત્યાકાંડના ચાર મહિના પહેલા લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં જોડાયો 
જાણવા મળ્યું છે કે અંકિત સિરસા મૂસેવાલા હત્યાકાંડના ચાર મહિના પહેલા લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં જોડાયો હતો. તે 9મું પાસ છે નાની વયે જ તે ગુનાના અંધકારમાં કૂદી પડ્યો છે. આ યુવાનની જીંદગી સામે મોટાં પ્રશ્નનાર્થ છે. અંકિત સિરસાને રવિવારે 3 જુલાઈે રાત્રે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેના પાર્ટનર સાથે ધરપકડ કરી હતી. બંને દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે મળી આવ્યા હતાં. તમને જણાવી દઈએ કે અંકિત સિરસા એ જ શૂટર છે જેણે સિદ્ધુને સૌથી નજીકથી ગોળી મારી હતી. 

7 જૂન સુધી કચ્છમાં રોકાયા
હત્યા સમયે અંકિત અન્ય બદમાશ પ્રિયવ્રત ફૌજી સાથે તેની કારમાં જ હતો. બનાવ બાદ અંકિત અને પ્રિયવ્રત ગુજરાતમાં છુપાયા હતા. બંને 7 જૂન સુધી કચ્છમાં રોકાયા હતા. તે દરમિયાન પ્રિયવ્રત માસ્ક વગર ફરવા લાગ્યો હતો, અને તે પોલીસના હાથે પકડાઈ ગયો. અંકિત સાથે ઝડપાયેલા બીજા શૂટરનું નામ સચિન ચૌધરી છે. તેણે આ શૂટરોને મદદ કરી.તે હરિયાણાના ભિવાનીનો રહેવાસી છે. જ્યારે અંકિત હરિયાણાના સિરસાનો રહેવાસી છે.
सिद्धू मूसेवाला की हत्या के मामले में अब अंकित सिरसा को पकड़ा गया है

પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ પણ મળી આવ્યા
બંને પાસેથી એક 9 એમએમની પિસ્તોલ, 10 જીવતા કારતૂસ, એક .30 એમએમની પિસ્તોલ, 9 જીવતા કારતૂસ મળી આવ્યા છે. તેમની પાસેથી પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ પણ મળી આવ્યા છે. તેમણે પોલીસનો યુનિફોર્મ એટલા  માટે રાખ્યો હતો કે જરૂર પડે તો સરળતાથી ભાગવામાં મદદ મળે. આ ઉપરાંત તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.