Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ વિટામિનની ઉણપના કારણે થાય છે વાળ સફેદ, જાણો કેવી રીતે દૂર કરશો આ સમસ્યા

આજે સફેદ વાળ કોઈને ગમતા નથી.તેમાં પણ નાની ઉંમરમાં આજે ઘણાને સફેદ વાળ આવતા હોય છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસેને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. આજની આ ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને સફેદ થતા કેવી રીતે à
આ વિટામિનની ઉણપના કારણે થાય છે વાળ સફેદ  જાણો કેવી રીતે દૂર કરશો આ સમસ્યા
આજે સફેદ વાળ કોઈને ગમતા નથી.તેમાં પણ નાની ઉંમરમાં આજે ઘણાને સફેદ વાળ આવતા હોય છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસેને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. આજની આ ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. 
વાળને સફેદ થતા કેવી રીતે રોકવા ?
આજે નાની ઉંમરમાં વાળ સફેદ થવાના એક કરતા વધારે કારણો હોઈ શકે છે, પરંતુ જો તમારામાં વિટામીન સીની ઉણપ હોય તો  તમને આ સમસ્યા થઈ શકે છે. આ પોષક તત્વને એસ્કોર્બિક એસિડ પણ કહેવામાં આવે છે, જે વાળને પાકતા અટકાવે છે, સાથે વાળ ખરવાની સમસ્યાને પણ દૂર કરે છે.
વિટામિન સીની ઉણપ ન થવા દો
વિટામિન સી કોલેજનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે જે વાળને સફેદ થતા અટકાવે છે. તે વાળને મજબૂત બનાવે છે  અને તેની શુષ્કતા પણ દૂર કરે છે. આવા સમયે નિષ્ણાતો વાળના સારા વિકાસ માટે વિટામિન -સી ખોરાક ખાવાની  સલાહ અપાતા  હોય છે.
આ વસ્તુઓમાં વિટામિન સી હોય છે
વિટામિન સી મેળવવા માટે તમારે આ ફળો જેવા કે સંતરા,જામફળ,જામુન અને પપૈયાનું સેવન કરવું જોઈએ. શાકભાજીની વાત કરીએ તો કોબીજ, બ્રોકોલી, પાલક અને ટામેટાં ખાવાથી ઘણો ફાયદો થશે. 
વિટામિન સીની ઉણપને આ રીતે અટકાવો 
વિટામિન સી ઘણા પ્રકારના ફળો અને શાકભાજીમાં જોવા મળે છે. જો તમે દરરોજ લગભગ 4 ગ્રામ આ પોષક તત્વોનું સેવન કરો છો, તો માથાનું રક્ત પરિભ્રમણ સારું રહેશે, જેના કારણે વાળની ​​બધી સમસ્યાઓથી છુટકારો મળે છે.
Advertisement
Tags :
Advertisement

.