Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાઈના કાંડા પર આ પ્રકારની રાખડી ન બાંધવી જોઈએ, થઈ શકે છે નુકસાન

દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ  મહિનાની પૂનમે  આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ સવાર સુધી ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર પ્રેમનો દોરો બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.સામાન્ય રીતે આજના સમયમાં બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળે  છે. પરંàª
ભાઈના કાંડા પર આ પ્રકારની રાખડી ન બાંધવી જોઈએ  થઈ શકે છે નુકસાન
દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ  મહિનાની પૂનમે  આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ સવાર સુધી ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર પ્રેમનો દોરો બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
સામાન્ય રીતે આજના સમયમાં બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળે  છે. પરંતુ શાસ્ત્રોમાં રાખી વિશે કેટલીક બાબતો જણાવવામાં આવી છે, જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ  કે બહેનોએ ભાઈઓની રાખડી ખરીદતી વખતે કે બાંધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આવી રાખડી  ન  ખરીદવી :
ભાઈ માટે રાખડી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમાં કોઈ અશુભ પ્રતીક ન હોવું જોઈએ. આવી રાખડી બાંધવાથી અશુભ પરિણામ મળે છે.
રાખડીમાં ભગવાનનું ચિત્ર ન હોવું જોઈએ
 રાખડીમાં ક્યારે  પણ  તસવીરો ન હોવી જોઈએ. કારણ કે દરેક સમયે આ રાખડી ભાઈના કાંડામાં બંધાયેલી હોય છે, જે ક્યારેક અશુદ્ધ બની જાય છે અથવા તો ખુલ્લેઆમ ગમે ત્યાં પડી જાય છે. આ રીતે ભગવાનનું અપમાન થાય છે.
કાળા રંગની  રાખડી ન બાંધો
તમારા ભાઈને ક્યારેય કાળા રંગની રાખડી ન બાંધો. કારણ કે તેને અશુભ રંગ માનવામાં આવે છે. આ રંગની રાખડી બાંધવાથી નકારાત્મકતા વધે છે. 
તમારા  માથા પર બાંધો 
ભાઈને રાખડી બાંધતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેના માથા પર રૂમાલ કે કપડું રાખવું જોઈએ. આવું કરવું  સામાન્ય  રીતે શુભ માનવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.