ગળામાં દુખાવો થાય ત્યારે એન્ટીબાયોટિક દવા કરતા આ ચીજ ખાઈ લો, તરત મટી જશે
ઘણાં એવાં કારણો અથવા એવી આદતો હોય છે, જેના કારણે ગળાને વધુ કષ્ટ પહોંચે છે. અને જેના કારણે ગળામાં કાકડાં(ટોન્સિલ) અથવા ઈન્ફેક્શનનો શિકાર બનવું પડે છે. જેના કારણે ગળામાં અસહ્ય દુખાવો થાય છે. અને ત્યારે ડૉક્ટર એન્ટી-બાયોટિક દવા આપે છે. પરંતુ એવા પણ ઘણાં ઘરેલૂ ઉપચાર છે, જે આપણને રાહત અપાવે છે. ગળાનો દુખાવો દૂર કરવા શું કરવું?ગળામાં દુખાવો થવાના કારણો:એલર્જીએર પોલ્યુશનમાંસપેશીઓમાં ખેàª
ઘણાં એવાં કારણો અથવા એવી આદતો હોય છે, જેના કારણે ગળાને વધુ કષ્ટ પહોંચે છે. અને જેના કારણે ગળામાં કાકડાં(ટોન્સિલ) અથવા ઈન્ફેક્શનનો શિકાર બનવું પડે છે. જેના કારણે ગળામાં અસહ્ય દુખાવો થાય છે. અને ત્યારે ડૉક્ટર એન્ટી-બાયોટિક દવા આપે છે. પરંતુ એવા પણ ઘણાં ઘરેલૂ ઉપચાર છે, જે આપણને રાહત અપાવે છે.
ગળાનો દુખાવો દૂર કરવા શું કરવું?
ગળામાં દુખાવો થવાના કારણો:
- એલર્જી
- એર પોલ્યુશન
- માંસપેશીઓમાં ખેંચાણ
- જોરથી અથવા લાંબા સમય સુધી વાતો કરવાથી
- પાચનમાં સમસ્યા
- ટ્યૂમર
ગળામાં થતો દુખાવો મટાડવા શું કરશો?
- ગળામાં આવેલો સોજો મટાડવા માટે, કેટલાક આયુર્વેદિક ઉપચાર અજમાવી શકાય છે, જે એન્ટીબાયોટિક અને ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે.
- 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી હળદર પાવડર ઉમરી 5 મિનિટ ઉકાળી, આ પાણીથી દિવસમાં 3 વખત ગાર્ગલિંગ કરો.
- 1 ચમચી મધમાં 1 ચમચી હળદર, ચપટી મરી પાવડર મિક્સ કરી, તેનું સેવન ભોજનના 1 કલાક પહેલા અથવા 1 કલાક પછી દિવસમાં 2-3 વખત કરો.
- રાત્રે સૂતા પહેલાં હૂંફાળા ગાયના દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરી તેનું સેવન કરો.
- ગળાને નરમ રાખવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરો. જે તમને એર પોલ્યુશન અથવા અન્ય એલર્જી જેવી બળતરા સામે રક્ષણ આપે છે.
- આરામ અને પૌષ્ટિક આહાર લેવાથી પણ ગળાના દુખાવામાં રાહત મળે છે.
- ગળામાં દુખાવો થાય ત્યારે ભૂલથી પણ ઠંડી ચીજોનું સેવન ન કરશો.
- દુખાવો થતો હોય ત્યારે વધુ બોલવાનું અથવા વાત કરવાનું ટાળશો.
Advertisement