Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ સ્ટાર્ટ-અપ કંપનીએ કર્મચારીઓને આપ્યું 11 દિવસનું વેકેશન

શું તમે કામથી થાકી જાઓ છો.. યુ નીડ વેકેશન તો આવી મલ્ટિનેશનલ કંપની તમારી તરલીફ સમજી શકે છે. કેટલીકવાર કર્મચારીઓ એક જ કામ કરવાથી કંટાળી જાય છે . ઘણીવાર ક્વોલિટી કામ માટે આરામ જરુરી છે. પરંતુ રજાના અભાવે એમ્પલોય્ય સખત મહેનત કરતા રહે છે. સ્ટાર્ટઅપ કંપની મીશોએ એક અનોખી જાહેરાત કરી છે. કંપની તેના કર્મચારીઓને તહેવારોની સીઝન પછી 11 દિવસનો વિરામ આપી રહી છે, હવે સમયની સાથે કંપનીઓની કામ કરવાની àª
આ સ્ટાર્ટ અપ કંપનીએ કર્મચારીઓને આપ્યું 11 દિવસનું વેકેશન
શું તમે કામથી થાકી જાઓ છો.. યુ નીડ વેકેશન તો આવી મલ્ટિનેશનલ કંપની તમારી તરલીફ સમજી શકે છે. કેટલીકવાર કર્મચારીઓ એક જ કામ કરવાથી કંટાળી જાય છે . ઘણીવાર ક્વોલિટી કામ માટે આરામ જરુરી છે. પરંતુ રજાના અભાવે એમ્પલોય્ય સખત મહેનત કરતા રહે છે. સ્ટાર્ટઅપ કંપની મીશોએ એક અનોખી જાહેરાત કરી છે. કંપની તેના કર્મચારીઓને તહેવારોની સીઝન પછી 11 દિવસનો વિરામ આપી રહી છે, હવે સમયની સાથે કંપનીઓની કામ કરવાની રીત થોડી બદલાઈ રહી છે. ઓફિસનું વાતાવરણ અને વર્ક કલ્ચર હળવું રાખવા માટે આજની કંપનીઓ કર્મચારીઓને સહકાર આપી રહી છે. ઘણી કંપનીઓ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ભેટો અથવા અન્ય પ્રકારના સરપ્રાઈઝ આપે છે.
ન્યુ વર્ક ક્લચર: સોશિયલી બોન્ડીંગ સાથે વર્ક અને સોશિયલ લાઇફ બેલેન્સ
આ બધાની વચ્ચે એક કંપનીએ પોતાના કર્મચારીઓને એક ખાસ સરપ્રાઈઝ આપ્યું છે. સ્ટાર્ટઅપ કંપની મીશોએ એક અનોખી જાહેરાત કરી છે. કંપની તેના કર્મચારીઓને તહેવારોની સીઝન પછી 11 દિવસનો વિરામ આપી રહી છે, જેથી તેઓ વધુ હેલ્થી અને સોશિયલી બોન્ડીંગ સાથે વર્ક અને સોશિયલ લાઇફ બેલેન્સ કરી શકે અને તણાવમુક્ત રહીને ફરીથી તાજગીથી કામ પર પાછા આવી શકે.
22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રજાઓ
ઓનલાઈન શોપિંગ સાઈટ ચલાવતી કંપની મીશોએ આ 11 દિવસના બ્રેકને 'રીસેટ એન્ડ રિચાર્જ બ્રેક' નામ આપ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે કંપની પોતાના કર્મચારીઓને આવો બ્રેક આપી રહી છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે મીશોના કર્મચારીઓને આવો બ્રેક મળી રહ્યો છે. આ વિરામ તહેવારોની સીઝન પછી 22મી ઓક્ટોબરથી શરૂ થશે અને 01મી નવેમ્બર સુધી ચાલશે. કંપનીનું કહેવું છે કે ઉદ્યોગમાં આ પહેલું છે અને તહેવારોની વ્યસ્ત સિઝનના વેચાણના સમયગાળા પછી કામથી સંપૂર્ણપણે દૂર થઈને મીશોના કર્મચારીઓને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.
 કંપનીના CEOએ શું કહ્યું?
મીશોના સ્થાપક અને સીઈઓ વિદિત અત્રેએ ટ્વીટ કર્યું, "અવકાશયાત્રીઓને પણ વિરામની જરૂર હોય છે, જેમ કંપનીના મૂનશોટ મિશન પર કામ કરતા લોકોને પણ વિરામની જરૂર છે. સતત બીજા વર્ષે, મીશોના કર્મચારીઓ પોતાને 11 દિવસ માટે કામથી દૂર રાખશે અને તહેવારોની સિઝન પછી પોતાને ફરીથી સેટ કરશે અને રિચાર્જ કરશે. અત્રેએ કહ્યું કે કામ મહત્ત્વનું છે પણ સારું સ્વાથ્યની કોઈ કિંમત નથી.
તમારા કર્મચારીઓનું ધ્યાન રાખો
સીઈઓ અત્રેની પોસ્ટ પર ટિપ્પણી કરતા, મીશોએ ટ્વીટ કર્યું, "તહેવારોની મોસમ દરમિયાન વાર્ષિક વિરામ, આ અમે કરીએ છીએ. કંપની કહે છે કે 11-દિવસનો વિરામ "કર્મચારી-કેન્દ્રિત ઓફિસ: જે ખરેખર તેની સૌથી મોટી સંપત્તિ, તેના કર્મચારીઓની કાળજી લે છે"  આ તેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. 'રીસેટ અને રિચાર્જ' અન્ય કંપનીઓને પણ કર્મચારી એકાઉન્ટિંગની આદતો અપનાવવા પ્રેરણા આપશે.
Advertisement
Tags :
Advertisement

.