Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં વિકેટ ઝડપવામાં માહિર છે આ સ્પિનર,ભારતે અહીં T20 મેચ ક્યારેય ગુમાવી નથી

ભારત અને શ્રીલંકા વચ્ચે ખરાખરીનો જંગ રાજકોટમાં ખેલાનારો છે. એક તરફ એશિયન ચેમ્પિયન ટીમ છે અને બીજી તરફ આઈપીએલ ચેમ્પિયન સુકાની છે. બંને ચેમ્પિયનો વચ્ચે હવે નિર્ણાયક ખેલ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં થનાર છે. રાજકોટમાં જે ટીમ જીત મેળવશે એ 3 મેચોની ટી20 શ્રેણીની ટ્રોફી પોતાના હાથોમાં ઉઠાવશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ શનિવારે સાંજે રમાનારી છે. આ મેદાન પર ભાર
રાજકોટમાં વિકેટ ઝડપવામાં માહિર છે આ સ્પિનર ભારતે અહીં t20 મેચ ક્યારેય ગુમાવી નથી
ભારત અને શ્રીલંકા વચ્ચે ખરાખરીનો જંગ રાજકોટમાં ખેલાનારો છે. એક તરફ એશિયન ચેમ્પિયન ટીમ છે અને બીજી તરફ આઈપીએલ ચેમ્પિયન સુકાની છે. બંને ચેમ્પિયનો વચ્ચે હવે નિર્ણાયક ખેલ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં થનાર છે. રાજકોટમાં જે ટીમ જીત મેળવશે એ 3 મેચોની ટી20 શ્રેણીની ટ્રોફી પોતાના હાથોમાં ઉઠાવશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ શનિવારે સાંજે રમાનારી છે. આ મેદાન પર ભારતીય સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ સારો છે. આવી સ્થિતીમાં તે મેચ જ નહીં ટ્રોફી વિનીંગ પ્રદર્શન રજૂ કરે એવી આશા વર્તાઈ રહી છે.
રાજકોટમાં ભલે દમદાર રેકોર્ડ ચહલના નામનો હોય, પરંતુ હાલમાં તે પોતાનુ ફોર્મ પરત મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. મુંબઈમાં તે ખાસ દેખાવ કરી રહ્યો નહોતો. તેને અર્શદીપના આગમન બાદ પુણેમાં સ્થાન ખાલી કરવાનુ સંકટ તોળાયુ હતુ. જોકે તેના સ્થાને હર્ષલ પટેલને બહાર બેસાડવામાં આવ્યો હતો. જોકે તેણે 2 વિકેટ ઝડપીને પોતાની ઉપયોગીતા સાબિત કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
SCA માં ચહલ પાવર
અહીં જીત માટે યુઝવેન્દ્ર ચહલના સારા પ્રદર્શનની આશા જરુર રાખવામાં આવશે. કારણ કે તેનુ પ્રદર્શન અહીં જબરદસ્ત રહ્યુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં અત્યાર સુધી 4 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલર તરીકેનુ નામ યુઝવેન્દ્ર ચહલનુ જોવા મળી રહ્યુ છે. તેણે 3 મેચમાં 5 વિકેટ ઝડપી છે. જેમાં તેનો ઈકોનોમી રેટ 7નો જોવા મળ્યો છે.
ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 98 રન બનાવ્યા છે
જો આપણે બેટિંગની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા માટે આ ગ્રાઉન્ડમાં સૌથી વધુ રન બનાવનાર કોઈ પણ બેટ્સમેન આ સીરીઝમાં નથી રમી રહ્યો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 98 રન બનાવ્યા છે. વર્તમાન ટીમમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેદાનમાં 2 ઇનિંગ્સમાં 142ના સ્ટ્રાઇક રેટથી 47 રન બનાવ્યા છે.
રાજકોટમાં ભારત T20 મેચ હાર્યુ નથી
બીજી તરફ આ મેદાનમાં રમાયેલી મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો અહીં ચાર મેચ રમાઈ છે, જેમાં ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં હતી. ભારતે તેની ત્રણેય મેચ જીતી લીધી છે. શ્રીલંકાની ટીમ રાજકોટમાં પ્રથમ વખત T20 મેચ રમશે. ભારતની છેલ્લી જીત જૂન 2022 માં મળી હતી, જ્યારે તેણે દક્ષિણ આફ્રિકાને 82 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.