રોહિત શર્માએ ઈડન ગાર્ડન્સમાં બનાવ્યો આ ખાસ વર્લ્ડ રેકોર્ડ
બુધવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાવી હતી. બુધવારે
રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતી પહલા વેસ્ટ ઈન્ડિઝની ટીમને બેટિંગ માટે આમંત્રણ
આપ્યું હતુ. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 157 રન બનાવ્યા હતા. લક્ષ્યનો
પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનાં ઓપનર રોહિત શર્મા આ મેચમાં કઇંક અલગ જ ફોર્મમાં
દેખાયા હતા.
રોહિતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ
જણાવી દઇએ કે, રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં આ મેદાન પર એક ખાસ વર્લ્ડ રેકોર્ડ
બનાવ્યો છે. રોહિત પહેલા જ આ મેદાન પર સૌથી વધુ T20
ઈન્ટરનેશનલ રનનો રેકોર્ડ બનાવી ચૂક્યો હતો, પરંતુ
હવે તે દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે, જેણે આ
ગ્રાઉન્ડ પર 100થી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવ્યા છે. રોહિતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 19 બોલમાં 40 રનની ઈનિંગ દરમિયાન આ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચ
પહેલા આ મેદાન પર રોહિતનાં ખાતામાં 72 રન નોંધાયા હતા જ્યારે વિરાટ કોહલીનાં ખાતામાં 70 રન નોંધાયા હતા. આ ગ્રાઉન્ડ પર 100 રનનો
આંકડો પાર કરવા માટે બંનેને 28 અને 30 રનની જરૂર હતી,
પરંતુ રોહિતે વિરાટને પાછળ છોડીને પ્રથમ આ સિદ્ધિ
નોંધાવી હતી. રોહિતે આ મેદાન પર ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને તેણે 167ની
અદભૂત સ્ટ્રાઈક રેટ અને 28ની એવરેજથી 112 રન બનાવ્યા છે. રોહિત આ મેદાન પર છ છક્કા મારનાર એકમાત્ર
બેટ્સમેન પણ બની ગયો છે.
રોહિત બાદ વિરાટનાં નામે સૌથી વધુ રન
બીજી તરફ વિરાટની વાત કરીએ તો તેણે આ મેદાન પર પોતાની
ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. વિરાટે આ મેદાન પર 131.81ની સ્ટ્રાઈક રેટ અને 43.50ની
એવરેજથી 87 T20 ઈન્ટરનેશનલ રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો
માર્લોન સેમ્યુઅલ્સ છે,
જેણે આ મેદાન પર 85 રન
બનાવ્યા છે. મેચની વાત કરીએ તો,
ભારતે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ માટે
આમંત્રણ આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે 20
ઓવરમાં 5
વિકેટે 157
રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 18.5 ઓવરમાં ચાર વિકેટે 164 રન
બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો.