Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ સિરીઝ ચોક્કસ તમને હસાવશે અને રડાવશે - પહેલાં કરતા બીજો પાર્ટ વધુ દમદાર

વેબ સિરીઝ: પંચાયત 2મુખ્ય કલાકારો: જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા અને દુર્ગેશ કુમારડિરેક્ટરઃ દીપક કુમાર મિશ્રાOTT: Amazon Prime Videoશું છે સિરિઝની વાર્તામાં ખાસ પંચાયત-2ની વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી પ્રથમ સિઝનની વાર્તામાં બ્રેક આવ્યો હતો. પંચાયત સચિવ અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર) પંચાયત ઓફિસમાં કરે છે સાથે જ તે સરકારી પરીક્ષાની તૈયારીમાં àª
આ સિરીઝ ચોક્કસ તમને હસાવશે અને રડાવશે   પહેલાં કરતા બીજો પાર્ટ વધુ દમદાર
વેબ સિરીઝ: પંચાયત 2
મુખ્ય કલાકારો: જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા અને દુર્ગેશ કુમાર
ડિરેક્ટરઃ દીપક કુમાર મિશ્રા
OTT: Amazon Prime Video

શું છે સિરિઝની વાર્તામાં ખાસ 
પંચાયત-2ની વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી પ્રથમ સિઝનની વાર્તામાં બ્રેક આવ્યો હતો. પંચાયત સચિવ અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર) પંચાયત ઓફિસમાં કરે છે સાથે જ તે સરકારી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે. આ પછી, ગામની અનેક વાત સાથે સિરિઝ આગળ વધે છે. જ્યાં અભિષેકની સાથે ગામના સરપંચ મંજુ દેવી (નીના ગુપ્તા) અને તેના પતિ બ્રિજભૂષણ દુબે (રઘુબીર યાદવ), પંચાયત સચિવ સહાયક વિકાસ (ચંદન રોય) અને ઉપ-પ્રધાન પ્રહલાદ પાંડે (ફૈઝલ મલિક) ના પાત્રો જોડાય છે. વાર્તામાં, અભિષેક ત્રિપાઠી, મંજુ દેવી અને બ્રિજ ભૂષણ દુબેની પુત્રી રિંકી (સાનવિકા) સાથે ખૂબ અલગ રીતે સંકળાયેલું છે. સાથે જ આ પ્રેમ કહાની  તમારા ચહેરા પર ચોક્કસ હાસ્ય લાવી દેશે. પંચાયત 2 માં, તમે હસશો, સમાજ અને લોકો સાથે જોડાયેલી નાની નાની બાબતો પર તમારું ધ્યાન જશે અને અંતે તમારી આંખો  ભીની થઈ જશે. એન્ડીંગ જોતા લાગે છે કે મેકર્સ ત્રીજો ભાગ પણ જલ્દી લાવશે.  

શું સિરિઝમાં ખાસ
પંચાયતની સફળતા બાદ દર્શકો પંચાયત 2ને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા અને કદાચ આ જ કારણ છે કે સિરીઝ નિર્ધારિત સમય કરતાં લગભગ 36 કલાક પહેલા રિલીઝ થઈ હતી. આ સિરિઝમાં 30-40 મિનિટના કુલ 8 એપિસોડ છે અને દરેક એપિસોડની પોતાની વિશેષતા છે. સિરિઝ ગામડાની આજની પરિસ્થિતિ વર્ણવે છે. અમુક એપિસોડમાં ચોક્ક્સ દેખાય છે કે કેવી રીતે કામની વચ્ચે સંબંધો આવે છે, તો અમુકમાં એ જોવા મળે છે કે કેવી રીતે અમુક લોકો માત્ર સમસ્યાઓ લઈને જ આગળ વધે છે. સાથે જ લગ્ન દરમિયાન છોકરાને ગમતું ન હોવા છતાં પણ છોકરા દ્વારા છોકરીને વારંવાર હેરાન કરવાની નાની પણ મોટી સમસ્યા વાર્તામાં જોડાયેલી છે. પંચાયત 2 માં આવા ઘણા નાના મુદ્દાઓ અને સંવાદો છે, જે તમારા મગજને ઢંઢોળશે. 

કેવો છે અભિનય અને દિગ્દર્શન
દરેક ફિલ્મ કે સિરીઝમાં અમુક પસંદગીના ચહેરાઓથી દર્શકોને આશા હોય છે, પરંતુ પંચાયતમાં એવું કહેવું ખોટું હશે કે માત્ર મુખ્ય કલાકારોએ જ સારું કામ કર્યું છે. દરેક કલાકારનો દમદાર અંદાજ છે.  સિરિઝની શરૂઆતમાં, તમે જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવના ચહેરાઓથી પરિચિત થશો, પરંતુ સિરિઝ જોતા તમે ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા અને દુર્ગેશ કુમાર સહિતના  દરેક પાત્ર સાથે કનેક્ટ થશો. તમામે સુંદર અભિનય કર્યો છે. અભિનય ઉપરાંત સિરિઝમાં ઇમોશન સિનેમોટોગ્રાફી અન્ય તકનીકી પાસાંઓ પણ મજબૂતછે. પંચાયત 2ની સિનેમેટોગ્રાફી અને સંવાદો પણ તમને આખી સીરિઝમાં જકડી રાખે છે. સાથે જ અનુરાગ સૈકિયાનું સંગીત અને લેખક ચંદન કુમારે પણ અદ્ભુત કામ કર્યું છે. દીપક કુમાર મિશ્રા દ્વારા દિગ્દર્શિત 8 એપિસોડમાં, તમને ક્યારેય એવું નહીં લાગે કે કંઈ પણ વધારાનું છે. 

પહેલા ભાગ કરતા બીજાં ભાગમાં વધુ સારી લાગશે
જો આ વેકેશનમાં તેમે તમારા પરિવાર સાથે વેબ સિરીઝ જોવાં માંગતા હોય તો આનાથી સરો કોઇ વિકલ્પ નથી.  કારણકે આવી ઘણી ઓછી સિરિઝ અથવા ફિલ્મો જોવા મળે છે, જે પહેલા ભાગ કરતા બીજાં ભાગમાં વધુ સારી સાબિત થાય છે અને પંચાયત 2 તેમાંથી એક છે. આ શ્રેણીમાં, તમે હસશો, સમાજ અને લોકો સાથે જોડાયેલી નાની નાની બાબતો પર તમારું મન લગાવશો અને અંતે તમારી આંખો ભીની પણ થશે. અંતમાં પંચાયત 2  તમને અવાં મુકામ પર લાવીને મૂકે છે જ્યાં તમે સિઝન 3 માટે બેતાબ થશો.  
Advertisement
Tags :
Advertisement

.